+

Jamnagar : રોશનીની જિંદગી રોશન ન કરી શકાઈ, બોરવેલમાં ફસાયેલી બાળકીનો મૃતદેહ બહાર કાઢાયો

જામનગરના તમાચણ ગામે ગઈકાલે શનિવારે 35 થી 40 ફુટ ઉંડા બોરવેલમાં રોશની નામની બાળકી પડી હતી. બાળકીને બહાર કાઢવા સ્થાનિક તંત્રથી લઈ NDRF પણ રેસક્યૂ ઓપરેશનમાં જોડાઈ હતી પરંતુ બાળકીને…

જામનગરના તમાચણ ગામે ગઈકાલે શનિવારે 35 થી 40 ફુટ ઉંડા બોરવેલમાં રોશની નામની બાળકી પડી હતી. બાળકીને બહાર કાઢવા સ્થાનિક તંત્રથી લઈ NDRF પણ રેસક્યૂ ઓપરેશનમાં જોડાઈ હતી પરંતુ બાળકીને બચાવી શકાય નહોતી 21 કલાકની જહેમત બાદ બાળકીને મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.

રમતા-રમતા બાળકી બોરવેલમાં પડી હતી

જામનગર તાલુકાના તમાચણ ગામમા મૂળ મધ્યપ્રદેશ વતની મજુરના બે વર્ષની બાળકી રોશની પિતરાઈ ભાઈ-બહેનો સાથે રમતી હતી. રમતી હતી ત્યારે અચાનક અકસ્માતે રમતા રમતા બોરવેલમા પડી હતી. શનિવારે સવારે 9 વાગ્યાની આસપાસ બનાવ બન્યો હતો.

21 કલાક ચાલ્યું રેસક્યૂ ઓપરેશન

બોરવેલમા ફસાયેલીની બાળકીને બચાવવા માટે ફાયર, NDRF સહિતનું તંત્ર કામે લાગ્યું હતું બાળકીને બહાર લાવવા માટે રાજુલાના ડો. મહેશ આહીરની બોરવેલ રેસ્ક્યુ રોબોટની પણ મદદ લેવામાં આવી હતી પરંતુ 21 કલાક ચાલેલું ઓપરેશન રોશની સવારે 6 વાગ્યે પૂર્ણ થયું હતું. બાળકીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.

સવારે 6 વાગ્યે મૃતદેહ બહાર કઢાયો

બોરવેલની અંદર બાળકી પહેલા 19 ફુટના અંતરે અને તે પછી 35 ફુટ સુધી સરકી હતી. રેસક્યૂ ઓપરેશન દરમિયાન 25 ફુટના અંતરે પાણી આવી જતાં ટીમને ભારે જહેમત ઉઠાવવી પડી હતી પરંતુ અંતે ભારે જહેમત બાદ બાળકીનો મૃતદેહ સવારે 6 વાગ્યે બહાર કઢાયો હતો.

NDRF ની મદદ લેવાઈ

સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા રોશનીને બહાર કાઢવા માટે સતત 10 કલાક પ્રયાસો કર્યાં પરંતુ કોઈ સફળતા નહી મળતા વડોદરાથી NDRF ની ટીમ બોલાવવામાં આવી હતી. NDRF ની ટીમ દ્રારા હાઈટેક ઉપકરણોથી બોરવેલમાથી બાળકીને બહાર કાઢવા પ્રયાસો કરવામાં આવ્યા પરંતુ કોઈ સફળતા સાંપડી નહોતી.

આ પણ વાંચો : શહેરના બોડકદેવ વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી વચ્ચે બોડકદેવના PI અભિષેક ધવનની માનવતા સામે આવી…!

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Whatsapp share
facebook twitter