+

ગીરગઢડા : ચેક ડેમનું નબળુ કામ થતાં BJP MLA અને ગ્રામજનો દ્વારા કરાઈ જનતા રેડ

ગીરગઢડાના કોદીયા ગામે હજુતો 18 થી 20 દિવસ પહેલા ધારાસભ્ય કેસી રાઠોડ દ્વારા ચેક ડેમનું ખાંટ મુહૂર્ત કરાયું હતું અને સુત્રાપાડાના ભુવાના ટીંબી ગામે રાજવીર એન્ટર પ્રાઈઝ નામની કંપની દ્વારા…

ગીરગઢડાના કોદીયા ગામે હજુતો 18 થી 20 દિવસ પહેલા ધારાસભ્ય કેસી રાઠોડ દ્વારા ચેક ડેમનું ખાંટ મુહૂર્ત કરાયું હતું અને સુત્રાપાડાના ભુવાના ટીંબી ગામે રાજવીર એન્ટર પ્રાઈઝ નામની કંપની દ્વારા કામ શરૂં કરાયું હતું અને કોન્ટ્રાક્ટરે 24 ટકા ડાઉનમાં કામ રાખ્યું હતું, જે કામ સારી ગુણવત્તાનું કરવાની સુચના અપાઈ હતી.

તેમ છતાં માટી વાળી રેતી ઓછી સિમેન્ટ તથા સિમેન્ટની જગ્યાએ ભરડીયાની ભુકી વપરાઈ હોય જેને લઇને ગ્રામજનોએ ધારાસભ્ય કેસી રાઠોડને જાણ કરતા ધારાસભ્ય કેસી રાઠોડ કોદીયા ગામે પહોંચી ચેક ડેમના કામની સમિક્ષા કરી હતી. મટીરીયલ હલકી ગુણવત્તાનું વપરાયેલું હોવાનું જાણવા મળ્યુ હતું અને ધારાસભ્ય અને ગ્રામજનો દ્વારા જનતા રેડ કરાઈ હતી. આને લાગતા વળગતા અધિકારીઓને જાણ ધારાસભ્ય દ્વારા કરાઈ હતી તેમજ ચેક ડેમના કામ અંતર્ગત જ્યોતિ ગ્રામની લાઈટ પણ ચોરીયાવ વપરાશનું સામે આવતા ધારાસભ્ય કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવા બાબતે પી જી વીસી એલને સ્થળ પર જણાવ્યું હતું.

આ પણ વાંચો – હ્રદય દ્વાવક દ્રશ્યો, પિતા પગે પડ્યા, આજીજી કરી પણ દીકરી ટસની મસ ન થઇ અને પ્રેમી સાથે…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

અહેવાલ – ભાવેશ ઠાકર

Whatsapp share
facebook twitter