+

Ahmedabad : મતદાન પહેલા કોંગ્રેસ શ્રીરામના શરણે! શકિતસિંહ ગોહિલના BJP પર આકરા પ્રહાર

રાજ્યમાં લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) માટે પ્રચારના પડઘમ શાંત થયા છે. હવે ઉમેદવારો ડૉર ટૂ ડૉર પ્રચાર કરશે. ત્યારે મતદાનના એક દિવસ પહેલા કોંગ્રેસ ભગવાન શ્રીરામના શરણે આવી છે.…

રાજ્યમાં લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) માટે પ્રચારના પડઘમ શાંત થયા છે. હવે ઉમેદવારો ડૉર ટૂ ડૉર પ્રચાર કરશે. ત્યારે મતદાનના એક દિવસ પહેલા કોંગ્રેસ ભગવાન શ્રીરામના શરણે આવી છે. અમદાવાદના (Ahmedabad) શાહપુરમાં આવેલા અને 200 વર્ષ જૂના ઐતિહાસિક રામ મંદિરે યોજાયેલ વિશેષ પૂજામાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શકિતસિંહ ગોહિલ, પૂર્વ ધારાસભ્યો સહિત લોકસભાના ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાન શ્રીરામના દર્શન કર્યા હતા. દરમિયાન, શકિતસિંહ ગોહિલે (Shakitsinh Gohil) મીડિયા સાથે વાત કરી ભાજપ (BJP) પર આકરા પ્રહાર કર્યા હતા.

મતદાનના એક દિવસ પહેલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શકિતસિંહ ગોહિલ, પૂર્વ ધારાસભ્યો સહિત લોકસભાના ઉમેદવારો અમદાવાદના (Ahmedabad) શાહપુરમાં (Shahpur) આવેલા 200 વર્ષ જૂના ઐતિહાસિક રામ મંદિરે દર્શન કરવા માટે પહોંચ્યા હતા. અહીં તેમણે ભગવાન શ્રીરામની પૂજા કરી આશીર્વાદ મેળવ્યા હતા. દરમિયાન, શક્તિસિંહ ગોહિલે મીડિયા સાથે વાત કરતા ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, ભગવાન શ્રીરામ (Lord Shri Ram) ઘટ ઘટમાં વસે છે. આ આસ્થાનો વિષય છે. અમારા આગેવાનોએ આવવાનું કહ્યું હતું. ભૂતકાળમાં પણ હું અહીં આવેલો છું. આવતીકાલે મતદાન છે ત્યારે ઉમેદવાર સાથે આવ્યો છું.

રામ મંદિરે શક્તિસિંહ ગોહિલે શ્રીરામના દર્શન કર્યાં.

અમારા મંદિરે આવવાથી ભાજપને તકલીફ પડશે : શક્તિસિંહ

શક્તિસિંહ ગોહિલે (Shakitsinh Gohil) આગળ કહ્યું કે, ભગવાન એ ભાજપનો ઈજારો નથી. આપણા દેશનો મૂળ ધર્મ પરમતત્વ છે. આપણે વસુધૈવ કુટુંબમ્કમમાં માનીએ છીએ. આજે ભગવાન રામ મંદિર સમક્ષ માથું નમાવવા આવ્યો છું. આજે ભાજપને નહિ ગમે. અમારા મંદિરે આવવાથી ભાજપને તકલીફ પડશે. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, આ એ રામજી મંદિર (Ram Temple) છે, જેનું કામ પૂર્ણ થયા બાદ પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી. તે સમયે કોઈ રાજકીય ઇવેન્ટ નહોતી થઈ. આ કોઈ રાજકીય ઇવેન્ટ નથી પણ ભગવાન સાથે જોડાયેલી આસ્થા છે. તેમણે કહ્યું કે, સૌનું કલ્યાણ થાય અને ખરા અર્થમાં રામ રાજ્ય સ્થપાય એવી ભગવાનને પ્રાર્થના છે.

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ, ધારાસભ્યો, ઉમેદવારો મંદિરે પહોંચ્યા હતા.

સુરત બેઠકને લઈ કહી આ વાત

સુરત (Surat) બેઠક અંગે શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, સુરત બેઠક બિનહરીફ થવા પર કાયદાકીય લડત લડાશે. કાયદાકીય લડત લડવાની હોવાથી વધુ ટિપ્પણી નહિ કરું. જો ભાજપ 26 બેઠકો 5 લાખથી વધુ લીડથી જીતવાના હતા તો આ બધા હાથકંડા કેમ ? સુરતમાં મતદારોને મતદાનથી વંચિત રાખવાનો બદલો જનતા લેશે. ભાજપે ગુજરાતમાં જનતા સાથે સંવાદ નહિ સંઘર્ષ કર્યો છે. પાટીદાર (Patidars Samaj), ક્ષત્રિય (Kshatriyas Samaj), ખેડૂત, આદિવાસી, કોળી સમાજના આંદોલન સામે ભાજપે સંઘર્ષ કર્યો છે.

 

આ પણ વાંચો – Lok Sabha Elections : મતદાનના એક દિવસ પહેલા CRPatil અને સાધુ-સંતોએ કરી આ ખાસ અપીલ,જાણો શું કહ્યું

આ પણ વાંચો – Kshatriya Samaj : મતદાનના દિવસે તમામ ક્ષત્રિયો…

આ પણ વાંચો – Kshatriya Andolan : કારડીયા રાજપૂત અને ક્ષત્રિય દરબાર સમાજનો BJP ને ટેકો, કોળી સમાજનું પણ સમર્થન

Whatsapp share
facebook twitter