- ઘોઘંબાની અદેપુર પ્રાથમિક શાળામાં સર્જાયા ભાવુક દ્રશ્યો
- બે શિક્ષિકાઓની બદલી થતાં શાળામાં વિદાય સમારંભ યોજાયો
- બે શિક્ષિકાઓની બદલી થતાં બાળકો ચોધાર આંસુડે રડ્યા
Panchmahal: ગુજરાત રાજ્યની અનેક શાળાઓમાં શિક્ષકોની બદલીઓ થઈ રહીં છે. પરંતુ શિક્ષકો સાથે બાળકોનો અનોખો નાતો જોડાયો હોય છે. જેથી બાળકો આ શિક્ષકોને પોતાના માતા-પિતા કરતા પણ વધારે પસંદ કરતા હોય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, પંચમહાલ (Panchmahal)ના ઘોઘંબાની અદેપુર પ્રાથમિક શાળાની બે શિક્ષિકાઓની બદલી થતાં વિદ્યાર્થીઓ હિબકે ચડ્યા હતાં. આ સાથે શિક્ષકો પણ બાળકોને છોડતા રડવા લાગ્યાં હતાં.
આ પણ વાંચો: Ahmedabad: આજે વહેલી સવારથી શહેરમાં શરૂ થયો વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
શિક્ષિકાઓની વિદાય થતાં વિદ્યાર્થીઓ પોક મૂકીને રડવા લાગ્યાં
નોંધનીય છે કે, આઠ વર્ષથી અદેપુર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતી બે શિક્ષિકાઓની હાલોલ તાલુકામાં બદલી થતાં શાળામાં વિદાય સમારંભ યોજાયો હતો. શિક્ષિકાઓની વિદાય દરમિયાન વિદ્યાર્થીનીઓ જાણે કોઈ પોતાનું સ્વજન ગુમાવ્યું હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતાં. આ વિદ્યાર્થીઓ પોક મૂકીને રડમસ બનતાં શિક્ષિકાઓ પણ ભાવુક બની ગઈ હતી. જેથી શાળાનું વાતાવરણ ગમગીન બની ગયું હતું. વિદ્યાર્થીઓની શિક્ષકો વચ્ચે પાયાના શિક્ષણ થી બંધાઈ જતી લાગણીઓને લઈ આ પ્રકારના દ્રશ્યો સર્જાતા હોય છે.
આ પણ વાંચો: Gujarat: છેલ્લા 24 કલાકમાં 212 તાલુકાઓમાં વરસાદ નોંધાયો, વ્યારામાં 8.5 ઇંચ વરસાદ થયો
બાળકો સાથે શિક્ષિકાઓ પણ રડવા લાગી હતી
માતા-પિતા બાદ બાળકોને સૌથી વધારે લગાવ શિક્ષકો સાથે થાય છે. કારણે કે, બાળકોને શિક્ષકોમાં પોતાના માતા-પિતા જ દેખાતા હોય છે. અત્યારે અનેક શિક્ષકોની બદલીઓ થઈ રહીં છે. અનેક શાળાઓના એવા દ્રશ્ય સામે આવ્યા છે જેમાં બાળકોને છોડતા શિક્ષકો રડવા લાગ્યા અને બાળકોએ પણ ચોધાર આંસુડે રડવા લાગ્યાં હતા. આવા જ દ્રશ્યો પંચમહાલ (Panchmahal) જિલ્લામાં આવેલી ઘોઘંબાની અદેપુર પ્રાથમિક શાળામાં જોવા મળ્યા હતાં. અહી આવેલી શાળાના બે શિક્ષિકાઓની બદલી થતાં વિદ્યાર્થીઓ હિબકે ચડ્યા હતાં.
આ પણ વાંચો: Bhavnagar: 29 જિંદગી સામે પ્રશાસન લાચાર! સ્થાનિકોની કોઠા સુજે બચાવ્યો તમામ લોકોનો જીવ