+

Ghazipur IAS Aryaka Akhoury: ગાઝીપુરની IAS મહિલા તેની નીડરતાને કારણે ચર્ચાનો વિષય બની

Ghazipur IAS Aryaka Akhoury: આજરોજ ગાઝીપુર (Ghazipur) માં મુખ્તાર અંસારીની (Mukhtar Ansari) અંતમિ યાત્રા નીકળી હતી. ત્યારે મોટા પ્રમાણમાં લોકોની ભીડ જોવા મળી હતી. જોકે હાલ ગાઝીપુર (Ghazipur) માં 144…

Ghazipur IAS Aryaka Akhoury: આજરોજ ગાઝીપુર (Ghazipur) માં મુખ્તાર અંસારીની (Mukhtar Ansari) અંતમિ યાત્રા નીકળી હતી. ત્યારે મોટા પ્રમાણમાં લોકોની ભીડ જોવા મળી હતી. જોકે હાલ ગાઝીપુર (Ghazipur) માં 144 કલમ લાગુ કરવામાં આવી છે. તેની સાથે મુખ્તાર અંસારી (Mukhtar Ansari) ની અંતિમ યાત્રાની તમામ વ્યવસ્થાની સંભાળ IAS આર્યકા અખૌરી (IAS Aryaka Akhoury) ને સોંપવામાં આવી હતી.

  • ફરી એકવાર IAS આર્યકા અધોરી ચર્ચનો વિષય બની
  • ભદોહી જિલ્લામાં હથિયારોના લાયસન્સ કર્યા રદ
  • સરકારી ઓફિસમાં વેર્સ્ટન પહેરવેશ પર રોક લગાવી

હાલ, ગાઝીપુરમાં IAS પદ પર આર્યકા અખૌરી (IAS Aryaka Akhoury) ને નિયુક્ત કરવામાં આવેલા છે. ત્યારે ફરી એકવાર દેશમાં IAS આર્યકા અખૌરી (IAS Aryaka Akhoury) ચર્ચાનો વિષય બની ગઈ છે. તેમનો ગાઝીપુર (Ghazipur) માંથી IAS આર્યકા અધોરીનો એક વીડિયો વાયરલ થયો છે. તેમાં તે મુખ્તાર અંસારી (Mukhtar Ansari) ના મોટા ભાઈ અફઝલ અંસારી (Afzal Ansari) સાથે બોલાચાલીમાં લડી પડી હતી.

IAS તરીકે આર્યકા અધોરીનો આ બીજો જિલ્લો છે

IAS આર્યકા અઘોરીને વર્ષ 2022 માં ગાઝીપુર (Ghazipur) ની જવાબદારી સોંપવામાં આવી હતી. IAS આર્યકા (IAS Aryaka Akhoury) ની ભદોહીથી બદલી કરવામાં આવી હતી. તેને ગાઝીપુર (Ghazipur) ના જિલ્લા મેજિસ્ટ્રેટનું પદ આપવામાં આવ્યું હતું. જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે આ IAS આર્યકા અખૌરી (IAS Aryaka Akhoury) નો બીજો જિલ્લો છે.

ભદોહી જિલ્લામાં હથિયારોના લાયસન્સ કર્યા રદ

જોકે આ પહેલીવાર નથી કે IAS આર્યકા અખૌરી (IAS Aryaka Akhoury) ગુનેગારો સામે કડક વલણ અપનાવ્યું હોય. જ્યારે તેઓ ભદોહી જિલ્લામાં ફરજ પર હતા. ત્યારે તેમણે ભદોહીના કુખ્યાત ગેંગસ્ટારો સામે ઉગ્ર વલણ દાખવ્યું હતું. તેમણે ગુનેગારોને કેદ કરી ભદોહી જિલ્લામાં હથિયારોના લાયસન્સ રદ કર્યા હતા.

સરકારી ઓફિસમાં વેર્સ્ટન પહેરવેશ પર રોક લગાવી

IAS આર્યકા અખૌરી (IAS Aryaka Akhoury) એ છે જેણે સરકારી ઓફિસોમાં લોકોને જીન્સ અને ટોપ પહેરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. આર્યકા અખૌરી (IAS Aryaka Akhoury) એ ભદોહી જિલ્લામાં ડીએમ તરીકેના કાર્યકાળ દરમિયાન કર્મચારીઓ અને અધિકારીઓને જીન્સ અને ટી-શર્ટ પહેરીને ઓફિસ આવવા પર પ્રતિબંધ મૂક્યો હતો.

આ પણ વાંચો: ELECTION 2024 : જુઓ LJPએ બિહારની 5 બેઠકો પર કોને મેદાનમાં ઉતાર્યા

આ પણ વાંચો: Richest MP: દેશના સૌથી ધનિક સાંસદોની યાદી થઈ જાહેર, અધધધધ… કરાવે તેટલી સંપત્તિ

આ પણ વાંચો: Mukhtar Ansari Crimated: મુખ્તાર અંસારીની અંતિમ યાત્રામાં તેના મોટા ભાઈ અને ગાઝીપુરના ડીએમ વચ્ચે ઘર્ષણ

Whatsapp share
facebook twitter