- બાંગ્લાદેશમાં લઘુમતીઓ સાથે હિંસાની વિશ્વભરમાં નિંદા
- બાંગ્લાદેશમાં લઘુમતીઓએ એકઠા થઈ કર્યું વિરોધ પ્રદર્શન
- સુરક્ષાની માગ સાથે હિંદુઓ સહિત લઘુમતી રસ્તા પર
- લઘુમતીઓ પર હુમલા રોકવાની માગ સાથે વ્યાપક પ્રદર્શન
- બાંગ્લાદેશના ગોપાલગંજમાં લઘુમતીઓ આવ્યા એકસાથે
- સંપત્તિ અને હિંદુ ધર્મસ્થાનોની રક્ષાની પણ કરી માગ
- અત્યાર સુધીમાં બાંગ્લાદેશમાં 300 હિંદુઘરો પર હુમલા
- 20 જેટલાં હિંદુધર્મસ્થાનો પર પણ ઉપદ્રવીઓના હુમલા
- 2011માં હિંદુઓની બાંગ્લાદેશમાં 10 ટકા હતી વસ્તી
- 2024 સુધીમાં હિંદુઓની વસ્તી ઘટીને થઈ 8.5 ટકા
Bangladesh News : બાંગ્લાદેશમાં લઘુમતીઓ, ખાસ કરીને હિંદુ સમુદાય પર થઈ રહેલા હુમલા અને હિંસાની ઘટનાઓએ આખા વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. સુરક્ષા અને સમાનતાની માંગ સાથે લઘુમતી સમુદાયો રસ્તા પર ઉતરી આવ્યા છે. આ દેશમાં છેલ્લા કેટલાક સમયથી લઘુમતી સમુદાયો પર હુમલાની ઘટનાઓમાં વધારો થયો છે. હિંદુ ઘરો અને ધાર્મિક સ્થાનોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ગોપાલગંજ જેવા વિસ્તારોમાં તો સ્થિતિ વધુ ગંભીર બની છે. લઘુમતી સમુદાયોએ સંપત્તિ અને ધાર્મિક સ્થાનોની સુરક્ષા માટે સરકારને અપીલ કરી છે.
બાંગ્લાદેશમાં હિંદુઓ પર થયો નરસંહાર
બાંગ્લાદેશમાંથી છેલ્લા ઘણા દિવસોથી સોશિયલ મીડિયા પર દર્દનાક દ્રશ્યો સામે આવ્યા છે. જે સ્પષ્ટપણે બતાવે છે કે આ દેશમાં રહેતા અલ્પસંખ્યકો પર હુમલા થઇ રહ્યા છે. ખાસ કરીને શેખ હસીનાના બાંગ્લાદેશમાંથી પલાયન બાદ હિંદુઓના નરસંહાર ખૂબ થઇ રહ્યા છે. બાંગ્લાદેશમાં બળવાને પગલે થયેલી હિંસા, અરાજકતા અને અશાંતિ વચ્ચે હવે બાંગ્લાદેશથી લઈને ભારત, અમેરિકા અને સ્વીડનમાં હિંદુઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. અમેરિકાના બે હિંદુ સાંસદોએ આ મામલે તપાસની માંગ પણ કરી છે. શનિવારે, હિંદુઓ મધ્ય બાંગ્લાદેશમાં ચિત્તાગોંગમાં એકઠા થયા હતા અને હુમલા અને હિંસા સામે એક વિશાળ વિરોધ રેલી યોજી હતી અને સલામતી અને સમાન અધિકારોની માંગ કરી હતી. એક અનુમાન છે કે ચિટાગાંવના ઐતિહાસિક ચેરાગી પહાડ ચોકમાં આયોજિત વિશાળ વિરોધ રેલીમાં 7 લાખથી વધુ લોકોએ ભાગ લીધો હતો અને લોકોએ હિંદુઓ વિરુદ્ધ ચાલી રહેલી હિંસાનો વિરોધ કર્યો હતો. છેલ્લા કેટલાક દિવસોમાં, કટ્ટરપંથીઓએ હિંદુ ઘરો, વ્યવસાયો અને મંદિરો પર પણ હુમલો કર્યો હોવાનું માનવામાં આવે છે, જેમાં સેંકડો હિંદુઓને ઇજા પહોંચી હતી.
“હિન્દુઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યાં છે”#Bangladesh #Hindus #Hinduism #JagadguruShankara #India #SaveHindus #GujaratFirst pic.twitter.com/q1mge8nyjC
— Gujarat First (@GujaratFirst) August 11, 2024
વિશ્વભરમાં નિંદા
વર્ષ 2011માં બાંગ્લાદેશમાં હિંદુઓની વસ્તી લગભગ 10 ટકા હતી, જે હાલમાં ઘટીને 8.5 ટકા થઈ ગઈ છે. આ સંખ્યાઓ દર્શાવે છે કે કેવી રીતે હિંસા અને અસુરક્ષાના કારણે લઘુમતી સમુદાયો દેશ છોડવા મજબૂર થઈ રહ્યા છે. બાંગ્લાદેશમાં થઈ રહેલી હિંસાની ઘટનાઓની વિશ્વભરમાં નિંદા થઈ રહી છે. લોકો અને સંસ્થાઓ સરકારને લઘુમતી સમુદાયોની સુરક્ષા માટે કડક પગલાં ભરવાની અપીલ કરી રહ્યા છે. દેશમાં સતત હિંસા વચગાળાની સરકાર માટે પણ એક મોટા પડકાર તરીકે ઉભરી આવી છે. મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસના નેતૃત્વમાં વચગાળાની સરકારે શપથ લીધા હતા, પરંતુ સ્થિતિ હજુ પણ બદથી બત્તર જોવા મળી રહી છે. શુક્રવારે, બાંગ્લાદેશ હિંદુ-બૌદ્ધ-ખ્રિસ્તી ઓક્યા કાઉન્સિલે યુનુસને એક ‘ખુલ્લો પત્ર’ મોકલ્યો હતો, જેમાં લઘુમતીઓ વિરુદ્ધ ચોક્કસ જૂથ દ્વારા કરવામાં આવી રહેલી “હિંસા” પર “ઊંડું દુઃખ અને ચિંતા” વ્યક્ત કરી હતી.
હિંદુ સમુદાયે આ માંગણીઓ કરી
બાંગ્લાદેશ હિંદુ જાગરણ મંચે હિંદુ સમુદાય પર તાજેતરની તોડફોડ, આગચંપી, લૂંટફાટ અને હુમલાનો વિરોધ કરવા દેશભરમાં સરઘસો અને રેલીઓનું આયોજન કર્યું હતું. ઢાકાના શાહબાગમાં શુક્રવારે યોજાયેલી વિરોધ રેલી બાદ અખબારે અહેવાલ આપ્યો હતો કે રેલી દરમિયાન હિંદુ સમુદાયે ચાર મુદ્દાની માંગણી રજૂ કરી હતી, જે મુજબ દેશમાં લઘુમતી મંત્રાલયની સ્થાપના, લઘુમતી સંરક્ષણ આયોગની રચના, લઘુમતીઓ સામે હુમલા રોકવા માટે કડક કાયદો અને સંસદમાં 10 ટકા બેઠકો ફાળવવી જોઈએ.
આ પણ વાંચો: Bangladeshમાં પાકિસ્તાનને સરેન્ડર થવાની પ્રતિમાને તોડી પડાઇ