Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

GenibenThakor એ કરી OBC અનામતમાં ભાગલા પાડવાની માગ!

05:14 PM Sep 24, 2024 |
  • ગુજરાતમાં OBC અનામતમાં ભાગલા પાડવાની માગ
  • બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે કરી માગણી
  • કોળી, ઠાકોર સહિતની જાતિઓ માટે માગી અનામત
  • 27 ટકા OBCમાંથી અલગ 20 ટકા અનામતની માગ

Banaskantha: બનાસકાંઠા(Banaskantha)ના સાંસદ ગેનીબે(GenibenThakor)ને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે.. જેમાં તેમણે OBC અનામતને 2 ભાગમાં વહેંચવાની માંગ કરી છે.. તેમણે પત્રમાં લખ્યું છે કે 23 જાતિઓને અનામતમાં મળતા લાભમાં મોટી અસમાનતા છે.. સુખી સમૃદ્ધ હોવા છતા 5 થી 10 જાતિ મોટા ભાગનો લાભ લઈ રહી છે.

5 થી 10 જાતિઓ 90% લાભ ઉઠાવે છેઃ ગેનીબેન

તેમણે પત્રમાં લખ્યું છે કે 5 થી 10 જાતિઓ 90% લાભ ઉઠાવે છે, દેશ આઝાદ થયા પછી હજુ પણ ઘણી જાતિ વિકાસથી વંચિત છે, OBC અનામતમાં મળતા લાભમાં બહુ મોટી અસમાનતા છે, અતિપછાત જાતિઓને 20 વર્ષમાં કેટલો લાભ મળ્યો તેનો સરવે કરવો જોઈએ તેવી માંગ તેમણે પત્રમાં કરી છે

આ પણ  વાંચો Ahmedabad માં સ્કૂલ વાનની હેવાનિયતની ચોંકાવનારી ઘટના!

લાભ ન મળ્યો હોય તેવી જાતિઓ માટે આ માંગ કરી

ઠાકોર,કોળી સહિત ઘણી જાતિઓને અનામતનો લાભ મળવો જોઈએ તેવું તેમણે કહ્યું છે. લાભ ન મળ્યો હોય તેવી જાતિને 20 ટકા અનામત આપવા આવે તેવું પણ તેમણે કહ્યું છે.જેમને લાભ મળી ગયો હોય તેમને 7 ટકા અનામત આપવામાં આવે તેવું ગેનીબેને પત્રમાં જણાવ્યું છે

આ પણ  વાંચો –પોલીસે જ પોલીસ વિરૂદ્ધ કેમ ફરિયાદ નોંધી ? Advocate પણ આરોપી બન્યો

પત્રકારો સાથેની રૂબરૂ વાતચીતમાં કંઇક આમ કહ્યું

જો કે જ્યારે ગેનીબેને પત્રકારો સાથે રૂબરૂ વાત કરી ત્યારે તેમણે કહ્યુ હતું કે જેમને અનામતનો લાભ નથી મળ્યો તેવી જાતિઓને 20 ટકા અને જેમને અનામતનો લાભ મળી ચૂક્યો છે તેવી જાતિઓને 7 ટકા એવું લખવાનો મતલબ ચોક્કસ ટકાવારી સાથે નથી પરંતુ માત્ર એટલો જ છે કે જે જાતિઓને લાભ નથી મળ્યો તેમને વધારે લાભ મળે અને જે જાતિઓને લાભ મળી ચૂક્યો છે જાતિઓને લાભ ઘટાડવામાં આવેમહત્વપૂર્ણ છે કે ગેનીબેન ગુજરાતમાંથી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીમાંથી જીતનાર એકમાત્ર સાંસદ છે.. બાકીની 25 બેઠકો પર ભાજપના ઉમેદવારોએ જીત મેળવી હતી.. ગુજરાતમાં ભાજપને ક્લિન સ્વીપ કરતા રોક્યુ હોવાથી ગેનીબેનનું રાજ્કીય કદ વધારે આંકવામાં આવે છે.