Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

રાજ્યમાં કોરોનાના કેસમાં સામન્ય ઘટાડો? જાણો આજે કેટલા કેસ નોંધાયા

05:08 PM Apr 23, 2023 | Vipul Pandya

રાજ્યમાં કોરોનાનો કકળાટ અટકાવવા માટે આરોગ્ય તંત્ર દ્વારા અથાગ કામગીરી કરવામાં આવી રહી છે. જેને લઈને છેલ્લા કેટલાક દિવસથી કોરોના કેસોમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. જેને પગલે આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 661 નવા કોરોના પોઝીટીવ કેસ સામે આવ્યા છે. બીજી તરફ  692 દર્દીએ કોરોનાને હરાવતા તેઓ સાજા થયા છે. તો 2 દર્દીઓ કોરોના સામે જિંદગીનો જંગ હારી જતા તેમના મોત નિપજ્યા હોવાનું આરોગ્ય તંત્રના ચોપડે નોંધાયું છે. 

અમદાવાદ શહેરમાં 206  કેસ નોંધાયા
છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના રાહતરૂપ આંકડા સામે આવી રહ્યા છે. તેવામાં આજે રાજ્યના મહાનગરોમાં નોંધાયેલા કોરોના કેસની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં 201 કેસ નોંધાયા છે જ્યારે સુરત 39 અને વડોદરામાં 57 કેસ નોંધાયા છે. તે જ રીતે રાજકોટમાં 46 અને ગાંધીનગરમાં 20 તથા જામનગરમાં 13 અને જૂનાગઢમાં 3 તથા ભાવનગરમાં 5 કેસ સામે આવ્યા છે. વધુમાં જિલ્લાની વાત કરવામાં આવે તો મહેસાણા માં 34, સુરતમાં 31, અમદાવાદમાં 5, નવસારીમાં 18, સાબરકાંઠામાં 7, ગાંધીનગરમાં 16, વડોદરામાં 25, બનાસકાંઠામાં 29, રાજકોટમાં 17, મોરબીમાં 22, કચ્છમાં 20 કેસ  નોંધાયા છે.
19 દર્દીઓને વેન્ટિલેટર હેઠળ રખાયા 
સાથે જ આજે ભાવનગરમાં બે કોરોનાના દર્દીઓના મોત થયાનું પણ સામે આવ્યું છે. વધુ રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 5862 છે અને 19 દર્દીઓની હાલત ગંભીર હોવાથી તેઓને વેન્ટિલેટર હેઠળ રખાયા છે. વધુમાં છેલ્લા 24 કલાકમાં 2,56,452 લોકોને કોરોના પ્રતિરોધક વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા હતા.