Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Gujarat માં હવે આખી રાત ગરબા રમી શકાશે, હર્ષ સંઘવીએ જાણો શું કહ્યું

01:06 PM Sep 28, 2024 |

Ahmedabad : ગુજરાતના ગરબા પ્રેમી લોકો માટે ખુબ જ સારા સમાચાર આવ્યા છે. ગુજરાતમાં અત્યાર સુધી માત્ર રાત્રે 12 વાગ્યા સુધી જ ગરબા રમી શકતા હતા. જો કે એક ખાનગી ચેનલના કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ આખી રાત ગરબા રમી શકાશે તેવી જાહેરાત કરી હતી. હર્ષ સંઘવીએ આ અંગે ખુબ જ ડિપ્લોમેટિક આન્સર આપતા જણાવ્યું કે, ગરબા ગુજરાતની ઓળખ અને સંસ્કૃતિ બંન્ને છે. જો ગુજરાતીઓ ગુજરાતમાં ગરબા નહીં રમે તો શું બહાર જઇને ગરબા રમશે?

ગરબા આખી રાત ચાલવા દેવા એક ટેક્નિકલ બાબત છે

આ અંગે જોર આપીને પુછવામાં આવતા તેમણે કહ્યું કે, ગરબા આખી રાત ચાલવા દેવા કે નહીં તે ટેક્નિકલ બાબત છે. તેમાં હું વધારે ઉંડો નથી ઉતરતો પરંતુ ગરબા સવારે પાંચ વાગ્યા સુધી લોકો રમી શકશે. જો કે આ અંગે તેમણે અધિકારીક કોઇ જાહેરાત કરી નથી પરંતુ જે પ્રકાર લોકોની આસ્થા હોય અને તંત્ર દ્વારા ઢીલ આપવામાં આવતી હોય છે તે પ્રકારે માનવ સહજ ઢીલ આપી હોય તેવા ટોનમાં તેમણે આ વાત કરી હતી.

પોલીસ દ્વારા ઢીલી નીતિ અપનાવાય તેવી શક્યતા

જેથી હર્ષ સંઘવીના મૌખિક આદેશ બાદ પોલીસ પણ ગરબા બાબતે ઢીલી નીતિ અપનાવે તેવું લાગી રહ્યું છે. આગામી સમયમાં નવરાત્રી શરૂ થવાની છે ત્યારે કડક રીતે 12 વાગ્યે ગરબા બંધ કરાવવાના બદલે જો કોઇની ફરિયાદ ન આવે તો ચાલે ત્યાં સુધી ચાલવા દે તેવી શક્યતાઓ છે. જો કે આ અંગે હજી સુધી કોઇ અધિકારીક પૃષ્ટી થઇ નથી. હર્ષ સંઘવીએ માત્ર એક ખાનગી ચેનલા કાર્યક્રમમાં ચર્ચા દરમિયાન આ વાત કરી હતી.