+

ગાંધીનગરમાં દારૂ ભરેલી કારે સ્કૂલવાનને મારી ટક્કર, બે બાળકોને ઈજાગ્રસ્ત

ગાંધીનગર ચ રોડ પર અકસ્માત થયો સ્કૂલ વાનને અકસ્માત.....સ્કૂલ વાન અને સ્વિફટ કારનો અકસ્માત....સ્વિફટ ગાડીમા દારુ ભરેલો હોવાનુ સામે આવ્યું.....સ્વિફ્ટ કારે સ્કૂલ વાનને પૂરપાટ ઝડપે ટક્કર મારતાં થયો અકસ્માત.....બે બાળકોને સામન્ય ઈજાઓ પહોંચી સારવાર માટે ખસેડ્યા....ગાંધીનગરમાં આજે એકવાર ફરી સ્કૂલવાન દુર્ઘટનાનો શિકાર બની છે....ગાંધીનગરમાં આજે એકવાર ફરી સ્કૂલ વાનને અકસ્માત નડ્યો છે. ગાંધીનગરનàª
ગાંધીનગર ચ રોડ પર અકસ્માત થયો સ્કૂલ વાનને અકસ્માત…..
સ્કૂલ વાન અને સ્વિફટ કારનો અકસ્માત….
સ્વિફટ ગાડીમા દારુ ભરેલો હોવાનુ સામે આવ્યું…..
સ્વિફ્ટ કારે સ્કૂલ વાનને પૂરપાટ ઝડપે ટક્કર મારતાં થયો અકસ્માત…..
બે બાળકોને સામન્ય ઈજાઓ પહોંચી સારવાર માટે ખસેડ્યા….
ગાંધીનગરમાં આજે એકવાર ફરી સ્કૂલવાન દુર્ઘટનાનો શિકાર બની છે….
ગાંધીનગરમાં આજે એકવાર ફરી સ્કૂલ વાનને અકસ્માત નડ્યો છે. ગાંધીનગરના ‘ચ’ રોડ પર આજે સવારે બાળકોને લઇને સ્કૂલ વાન જઇ રહી હતી, તે દરમિયાન એક કારે વાન સાથે ટક્કર કરી હતી. અહીં સૌથી ચોંકાવનારી વાત એ છે કે, જે કાર સાથે સ્કૂલ વાનનું અકસ્માત થયું તે કારમાંથી મોટી સંખ્યામાં દારૂની બોટલો પકડાઇ છે. 
ગાંધીનગરના ચ રોડ પર સ્કૂલ વાનનું અકસ્માત
ગાંધીનગરમાં આજે સવારે સ્કૂલ વાન સાથે સ્વિફ્ટની ટક્કર થઇ હતી. આ અકસ્માતમાં બે બાળકોને ઈજા પહોંચી હોવાના અહેવાલ મળી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગરના ચ રોડ પર જિલ્લા પંચાયત સામે સવારે 8.30 થી 9.30 વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. મળી રહેલી માહિતી અનુસાર, આ સ્વિફ્ટ કારે સ્કૂલ વાનને પાછળથી ટક્કર મારી હતી. જોકે, કોઈ મોટી જાનહાની થઈ નથી. બે બાળકોને નાની-મોટી ઈજાઓ થતા ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયા હતા. આ ટક્કર થતા જ સ્વિફ્ટ લાવનાર શખ્સ તુરંત જ ફરાર થઇ ગયો હતો. આ કારને હાલમાં પોલીસે પોતાના કબ્જે કરી લીધી છે. હવે અહીં સવાલ ઉભો એ થાય છે કે, આ દારૂ ક્યાંથી અને કોના માટે લાવવામાં આવ્યો હતો? જોકે તે જાણી શકાયું નથી. ગાંધીનગર પોલીસે સ્થળ પરથી દારૂ ભરેલી કારને હટાવી લીધી છે. સામાન્ય અકસ્માતની સ્થિતિમાં વાહનને ત્યાંથી હટાવવામાં આવતું નથી. કારમાં દારૂ હોવાના કારણે પોલીસે કારને ત્યાંથી હટાવી હતી. વાહનના પંચનામા બાદ વધુ તપાસ કરવામાં આવશે.
થોડા દિવસો પહેલા પણ ચ રોડ પર થયો હતો સ્કૂલ વાનનો અકસ્માત
મહત્વનું છે કે, આ પહેલા પણ ગાંધીનગરમાં સ્કૂલ વાન અકસ્માતનો ભોગ બની ચુકી છે. આ અકસ્માત ગાંધીનગરના ચ-6 સર્કલ પાસે થયો હતો. 11 દિવસ પહેલા સવારના સમયે એક ખાનગી બસની ટક્કરથી સ્કૂલવાન પલટી ગઇ હતી. જેમા 10 બાળકને નાની-મોટી ઈજાઓ થઈ હતી, જે પૈકી એક બાળકને ગંભીર હાલતમાં અમદાવાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વહેલી સવારના સમયે આખો રોડ ખાલી હોવાના કારણે ઝડપમાં જઇ રહેલી બસની ટક્કરથી સ્કૂલવાન પલટી જતાં બાળકોની ચિચિયારીઓથી વાતાવરણ ગુંજી ઊઠયું હતું.  
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં એક તરફ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, જેને લઇને હવે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. રાજ્યમાં દારૂની ખેપ પણ શરૂ થઇ ગઇ હોવાની ચર્ચાઓ તેજ બનતા પોલીસ પણ હરકતમાં જોવા મળી રહી છે. આ વચ્ચે આજે ગાંધીનગર કે જે રાજ્યનું પાટનગર છે તેમાંથી દારૂની બોટલો પકડાતા અને તે પણ એક સ્કૂલ વાન સાથે અકસ્માત થયા બાદ સામે આવે છે કે તેમા દારૂની બોટલો છે, જે દર્શાવે છે કે દારૂની ખેપ કરનારાઓની ચર્ચાઓ માત્ર એમ જ નહોતી થઇ રહી. ખરેખરમાં દારૂની ખેપ શરૂ થઇ ગઇ છે. 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter