+

Paris Olympic 2024 : ભારતના ખેલાડીઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પાઠવી શુભકામનાઓ

Paris Olympic 2024 નું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના માટે દુનિયાભરના ખેલાડીઓ પહોંચી ચુક્યા છે. ભારતના 117 ખેલાડીઓ આ મોટી ઈવેન્ટમાં પોતાનો દમખમ દેખાડવાના છે. ત્યારે તેમા ગુજરાતના 3…

Paris Olympic 2024 નું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના માટે દુનિયાભરના ખેલાડીઓ પહોંચી ચુક્યા છે. ભારતના 117 ખેલાડીઓ આ મોટી ઈવેન્ટમાં પોતાનો દમખમ દેખાડવાના છે. ત્યારે તેમા ગુજરાતના 3 ખેલાડીઓનો પણ સામાવેશ થાય છે. જેમને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે (Chief Minister Bhupendrabhai Patel) શુભકામનાઓ પાઠવી છે.

મુખ્યમંત્રીએ ખેલાડીઓને પાઠવી સફળતાની શુભેચ્છાઓ

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પેરિસ ઓલિમ્પિક 2024 (Paris Olympics 2024) માં ભાગ લઈ રહેલા ગુજરાતના 3 પ્રતિભા સંપન્ન ખેલાડીઓ સહિત સૌ ભારતીય ખેલાડીઓને સમગ્ર ગુજરાત વતી જ્વલંત સફળતાની શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે કહ્યું કે, પેરિસમાં ઓલિમ્પિક 2024 શરૂ થઇ રહ્યો છે. આપણા સ્ટાર ખેલાડીઓ નીરજ ચોપરા, પીવી સિંધુ, શરદ કમલ, રોહન બોપન્ના, મીરાબાઈ ચાનુ, સહિતના ભારતના 117 ખેલાડીઓ આ રમતોત્સવની વિવધ સ્પર્ધાઓમાં ભાગ લેવાના છે. વિશ્વ નેતા અને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓલિમ્પિકમાં ભાગ લેવા જઇ રહેલા ખેલાડીઓ સાથે રૂબરુ સંવાદ કરીને તેમની સફળતાની શુભેચ્છાઓ આપી છે.

ભારતવાસીઓ ચીર ફોર ભારત માટે ઉત્સુક : મુખ્યમંત્રી

મુખ્યમંત્રીએ આગળ કહ્યું કે, ઓલિમ્પિકની રમતોમાં વધુને વધુ મેડલ મેળવીને આપણા ખેલાડીઓ ભારતીય તિરંગો પેરિસ ઓલિમ્પિકમાં લહેરાવે તેવી સૌ દેશવાસીઓવી મનોકામના છે. સૌ ભારતવાસીઓ ચીર ફોર ભારત માટે ઉત્સુક છે. આપણા સૌ માટે આનંદનો અવસર છે કે ગુજરાતના ત્રણ હોનહાર ખેલાડીઓ આ ઓલિમ્પિકમાં ભાગ લઇ રહ્યા છે અને આપણા ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ટેબલ ટેનિસ રમતમાં હરમીત દેસાઈ અને માનવ ઠક્કર, એર રાઈફલ શૂટિંગમાં ઈલાવેનિલ વાલરિવનની પસંદગી ગુજરાતના ખેલ જગતની ગૌરવગાથામાં નવું સિમાચિહ્ન છે. તેમણે આગળ કહ્યું કે, વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં ખેલ મહાકુંભ દ્વારા સ્પોર્ટ્સ કલ્ચર ડેવલોપ કરીને અનેક પ્રતિભાવંત ખેલાડીઓ નિખાર આપ્યો છે. ગુજરાતના આ યુવા ખેલાડીઓ પોતાની રમતમાં ઓલિમ્પિક 2024 ગેમ્સમાં કૌવત જળકાવશે તેવો મને વિશ્વાસ છે. આ ત્રણેય ખેલ પ્રતિભાઓ સહિત ઓલિમ્પિક રમતમાં ભાગ લઇ રહેલા તમામ 117 ભારતીય ખેલાડીઓને જ્વલંત સફળતા મળે તેવી સમગ્ર ગુજરાતવતી હ્રદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું.

આ પણ વાંચો: Paris Olympic 2024 : ઓલિમ્પિકના ઈતિહાસમાં પ્રથમ વખત, સ્ટેડિયમમાં નહીં યોજાય ઉદ્ઘાટન સમારોહ

Whatsapp share
facebook twitter