+

ગાંધીનગરમાં હીરાબાના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના સભા શરૂ

રાયસણ પાસે આવેલા કુડાસણ શનિદેવ મંદિરે કાસાના રહેવાસી દિનેશભાઈ મોદી અને તેમના મિત્રોએ પ્રાર્થના શરૂ કરી. દિનેશભાઈ મોદી રાયસણમાં જ રહે છે જ્યાં હીરાબા રહે છે અને કુડાસણમાં સામાન્ય ચોળાફળી વેચવાનો ધંધો કરે છે. દિનેશભાઈ મોદી હીરાબાના પિયર પક્ષે કુટુંબમાં ભત્રીજા થાય છે.સામાન્ય ચોળાફળીનો વ્યવસાય કરતા દિનેશભાઈ અને તેમના મિત્રોએ હીરાબાના આરોગ્ય માટે પ્રાર્થનામાં જોડાયા છે. તેમનà
રાયસણ પાસે આવેલા કુડાસણ શનિદેવ મંદિરે કાસાના રહેવાસી દિનેશભાઈ મોદી અને તેમના મિત્રોએ પ્રાર્થના શરૂ કરી. દિનેશભાઈ મોદી રાયસણમાં જ રહે છે જ્યાં હીરાબા રહે છે અને કુડાસણમાં સામાન્ય ચોળાફળી વેચવાનો ધંધો કરે છે. દિનેશભાઈ મોદી હીરાબાના પિયર પક્ષે કુટુંબમાં ભત્રીજા થાય છે.
સામાન્ય ચોળાફળીનો વ્યવસાય કરતા દિનેશભાઈ અને તેમના મિત્રોએ હીરાબાના આરોગ્ય માટે પ્રાર્થનામાં જોડાયા છે. તેમનું કહેવું છે કે તેમના દીકરા નરેન્દ્ર ભાઈ મોદી દેશના વડાપ્રધાન છે તો માતા હીરાબા આ દેશની માતા છે ત્યારે રાજમાતાનું સ્વાસ્થ્ય જલ્દી સુધરે અને તેઓ ઘરે પરત ફરે તેવી તેમને આશા વ્યક્ત કરી છે.
તેમણે કહ્યું કે, તેમના ઘરે થોડા દિવસ અગાઉ હું ખબર અંતર પૂછવા ગયો હતો તેમની તબિયત ઘણી સારી હતી. હવે ફરી હોસ્પિટલમાં તમને એડમિટ કરવા પડ્યા છે. પરંતુ પ્રભુ તેમની તબિયતમાં જલ્દી સુધારો લાવે. અમે સૌ મિત્રો તેમના માટે સવાર સાંજ મંદિરે પ્રાર્થના કરી રહ્યા છીએ.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter