
ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે આજે વિધાનસભાના સત્ર દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા દ્વારા ગીરમાં સિંહોની વસ્તી અને છેલ્લા બે વર્ષમાં સિંહોના મૃત્યું અંગેની વિગત માંગવામાં આવ્યા હતી હતી. જેમાં સિંહોની છેલ્લી વસ્તી ગણતરી અનુસાર રાજ્યમાં કેટલાં સિંહો છે અને સિંહોના મોત અંગેના આંકડા સરકાર દ્વારા વિધાનસભામાં જાહેર કરવામાં આવ્યા.
- સમગ્ર એશિયામાં સિંહો માત્ર ગીર અને તેની આસપાસના વિસ્તારોમાં જોવા મળે છે. સિંહોને બચાવવા સરકાર અનેક પ્રયાસો કરી રહી હોવાના દાવા કરી રહી છે.. પરંતુ…… સંપૂર્ણ અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો

વનવિભાગ દ્વારા વર્ષ 2020 માં પૂનમ અવલોકનના આધારે સિહોની વસ્તી ગણતરી કરવામાં આવી હતી જે અનુસાર નર સિંહ 206, સિંહણ 309, બાળસિંહ 29 અને 130 વણઓળખાયેલા મળી કુલ 674 સિંહો છે. જણાવી દઈએ કે રાજ્યમાં સિંહોની વસ્તી ગણતરી દર પાંચ વર્ષે કરવામાં આવે છે.
- ભારતના ગર્વ એવા એશિયાટીક સિંહોએ પોરબંદર નજીક બરડા વન્યજીવ અભયારણ્યમાં પોતાનું નવું અને બીજું ઘર શોધી લીધું છે. બરડામાં સિંહ છેક સન્ 1879માં….. સંપૂર્ણ અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો

સરકારે અકુદરતી મૃત્યુ અટકાવવા સિંહોના સારવાર, રેપીડ એક્શન ટીમ તથા વિવિધ પગલાઓ ભર્યા છે. જે અંતર્ગત વન્યપ્રાણીઓની બિમારી કે અકસ્માત થાય તો સારવાર આપવા માટે વેટરનપી ઓફિસરની નિમણૂંક કરવામાં આવેલી છે. આ સિવાય નિચે પ્રમાણે કામગીરીઓ કરવામાં આવે છે…
- અદ્યતન લાયન એમ્બ્યુલન્સ વસાવવામાં આવી
- વન્યપ્રાણી સારવાર કેન્દ્રોની વ્યવસ્થા કરવામાં આવી છે
- વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ ધારા-1972 હેઠળ ગુન્હેગારોની સામે કાર્યવાહી
- સિંહોને રેડિયો કોલરીંગ, હાઈટેક મોનીટરીંગ યુનિટની સ્થાપના
- સકકરબાગ, બરડામાં સાતવિરડા ખાતે કોરેન્ટાઈન ઝોન બનાવાયું
- સિંહોના અવર-જવરવાળા વિસ્તારમાં વન્યપ્રાણી મિત્રોની નિમણૂંક
- રેસ્કયુ માટે રેપિડ એકશન ટીમ તથા રેસ્ક્યુ ટીમની રચના કરી
- રાજુલા-પીપાવાવ રેલ્વે ટ્રેકની આજુ-બાજુ ચેઈનલૉક ફેન્સીંગ
- કુલ-4 ચેકીંગનાકા પર CCTV સી.સી.ટી.વી. કેમેરા
- સિંહ તથા અન્ય વન્યપ્રાણીની હત્યા અટકાવવા નાઈટ પેટ્રોલીંગ
- રેવન્યુ વિસ્તારોમાં ખુલ્લા કુવાઓને વોલ બાંધી સુરક્ષિત કર્યાં
રાજકોટમાં પણ સિંહને મુક્ત વિહાર કરતા જોઈ શકશે રાજકોટ મહાનગરપાલિકાનો ઝૂ અને લાયન બ્રિડીંગ સેન્ટરનો પ્રોજેકટ સફળ થયા બાદ આગામી વર્ષમાં રાંદરડા તળાવ પાસે લાયન સફારી પાર્ક બનાવવા… સંપૂર્ણ અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.