+

ગૃહમંત્રીશ્રી અમિત શાહે આજે પાર્ટીના હોદ્દેદારો સાથે કરી બેક-ટૂ-બેક બેઠકો

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Elections 2022) પહેલા ભાજપ કમરકસી લીધી છે. કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહ (Amit Shah) આજે ગુજરાતમાં છે અને આજ ગાંધીનગર કોબા સ્થિત ભાજપના કાર્યલય શ્રી કમલમ્ ખાતે બેઠકોનો ધમધમાટ ચાલ્યો અને ચૂંટણી પર મંથન કર્યું છે.કલાકો સુધી ચાલ્યો બેઠકોનો દૌરબપોરે શરૂ થયેલો આ બેઠકોનો કલાકો સાધી ચાલ્યો, બેઠકો ગૃહમંત્રીશ્રી શાહે કોર કમિટી, પ્રદેશ ભાજપના હોદેદારો, વિધાનસભા ઇન્à
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Elections 2022) પહેલા ભાજપ કમરકસી લીધી છે. કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહ (Amit Shah) આજે ગુજરાતમાં છે અને આજ ગાંધીનગર કોબા સ્થિત ભાજપના કાર્યલય શ્રી કમલમ્ ખાતે બેઠકોનો ધમધમાટ ચાલ્યો અને ચૂંટણી પર મંથન કર્યું છે.
કલાકો સુધી ચાલ્યો બેઠકોનો દૌર
બપોરે શરૂ થયેલો આ બેઠકોનો કલાકો સાધી ચાલ્યો, બેઠકો ગૃહમંત્રીશ્રી શાહે કોર કમિટી, પ્રદેશ ભાજપના હોદેદારો, વિધાનસભા ઇન્ચાર્જ સાથે બેઠકો યોજીને જરૂરી સુચનાઓ આપી વિધાનસભા ચૂંટણી અંગે માર્ગદર્શન આપ્યું હતું.
પાર્ટીના અગ્રણી નેતા અને સંગઠનના પદાધિકારીઓ ઉપસ્થિત
આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહનું (Amit Shah) ઢોલ-નગારાના નાદથી સ્વાગત કરવામાં આવ્યું હતું. બેઠકમાં રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષ,સહ પ્રભારી સુધીર ગુપ્તા, મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર. પાટીલ, પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી, નીતિન પટેલ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિત સાંસદો, મંત્રીઓ, ધારાસભ્યો, પૂર્વ મંત્રીઓ પહોંચ્યા હતા.
વિવિધ વિભાગોના લોકો સાથે બેક-ટૂ-બેક બેઠક
આ બેઠકમાં ચૂંટણીલક્ષી પ્રક્રિયામાં કાયદાકીય આટી ઘુંટી સંદર્ભે લીગલ સેલ અને ખજાનચીઓ સાથે ચર્ચા, તેમજ ચૂંટણી ફંડ સહિતના મુદ્દે ખજાનચીઓ સાથે કરી ચર્ચા, ચૂંટણી વ્યવસ્થાના વિભાગો સાથે, કોર કમિટી સાથે બેઠક ચાલી રહી છે અને વિધાનસભાના ઈન્ચાર્જ સાથે પણ બેઠક થશે.
Whatsapp share
facebook twitter