+

પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી અને પત્ની અંજલિબેન રંગાયા ભક્તિના રંગમાં, મા અંબાની આરતીનો લીધો લ્હાવો..

ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ચોથા નોરતે ધર્મપત્ની શ્રીમતી અંજલીબેન રૂપાણી સાથે ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબામાં મા જગદંબાની આરતી ઉતારી હતી. ચોથા નોરતે ખેલૈયાઓની ભીડથી કલ્ચરલ ફોરમનું આંગણું ખીચોખીચ ભરાઈ ગયું હતું. એકએકથી ચઢિયાતા વસ્ત્રોમાં ગરબે ઘૂમતા ખેલૈયાઓએ નયનરમ્ય ગરબા કરીને સમગ્ર વાતાવરણને હર્ષોલ્લાસથી ભરી દીધું હતું. તો સામે ગુજરાતની મોસ્ટ વà

ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ચોથા નોરતે ધર્મપત્ની શ્રીમતી અંજલીબેન રૂપાણી સાથે ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબામાં મા જગદંબાની આરતી ઉતારી હતી. ચોથા નોરતે ખેલૈયાઓની ભીડથી કલ્ચરલ ફોરમનું આંગણું ખીચોખીચ ભરાઈ ગયું હતું. એકએકથી ચઢિયાતા વસ્ત્રોમાં ગરબે ઘૂમતા ખેલૈયાઓએ નયનરમ્ય ગરબા કરીને સમગ્ર વાતાવરણને હર્ષોલ્લાસથી ભરી દીધું હતું.


 

તો સામે ગુજરાતની મોસ્ટ વર્સેટાઇલ ગાયિકા હિમાલી વ્યાસ નાઈકે સુરીલા ગરબાની રજૂઆતથી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. હિમાલી વ્યાસ નાઈક ફૉકથી લઈને ફ્યુઝન સુધીસુગમથી લઈને અર્બન સુધી અને ઇન્ડિયન ક્લાસિકલથી લઈને વેસ્ટર્ન ક્લાસિકલ સુધીના ગીતોની પ્રસ્તુતિમાં માહેર છે. હિમાલી વ્યાસ નાઈક સાથે જેસલ શ્રીમાળી અને કોરસમાં ચેતના દાણીશૈશવી રાવલભૂમિ શ્રીમાળીવૈશાલી કાનાબાર અને પૂર્વી કંસારાએ એકએકથી ચડિયાતા ગરબાની ધૂમ મચાવી હતી.


 

ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબામાં પાંચમા નોરતે બેસ્ટ પર્ફોર્મન્સ પ્રિન્સેસ તરીકે ભૂમા દવે વિજયી થયા હતા અને પ્રિન્સ તરીકે ધીરજ પરમાર વિજેતા થયા હતા. જ્યારે નીપા પટેલ અને વિવેક સોલંકી રનર્સ અપ રહ્યા હતા.  કિંજલ મહેરા અને દેવાંગી મહેતાની જોડી બેસ્ટ પેરનું ઇનામ લઈ ગઈ હતીજ્યારે યોગેશ ગાંગડીયા અને પર્લ ઠક્કરની જોડી રનર્સ અપ રહી હતી. 35 વર્ષથી વધુ વય જૂથના ખેલૈયાઓની કેટેગરીમાં બેસ્ટ કિંગ તરીકે અંકિત ત્રિવેદી વિજયી થયા હતા અને ક્વીન તરીકે હેતલ વોરા વિજેતા થયા હતા. ભાવેશ એરડા અને મેઘા ભટ્ટ આ કેટેગરીમાં રનર્સ અપ રહ્યા હતા. બેસ્ટ ડ્રેસ કેટેગરીમાં પ્રિન્સેસ તરીકે હલ્દી પાર્કર અને પ્રિન્સ તરીકે દિપક પારકર વિજેતા થયા હતા. આ કેટેગરીમાં હેત્વી ત્રિવેદી અને કેતન શાહ રનર્સ અપ રહ્યા હતા.  બેસ્ટ ટીનેજર બોય તરીકે મીત નાગર અને ગર્લ કેટેગરીમાં પ્રિયલ ગોર વિજેતા થયા હતા. જ્યારે હાર્દિક સોલંકી અને પર્લ દઢાણીયા રનર્સ અપ રહ્યા હતા. સાત થી બાર વર્ષની  કીડ કેટેગરીમાં નમઃ પારકર બેસ્ટ કીડ બોય તરીકે વિજેતા થયા હતા અને તરાના વર્મા બેસ્ટ કીડ ગર્લ તરીકે વિજેતા થયા હતા. આ કેટેગરીમાં ક્રિષિવ પરમાર અને ખનક બારોટ રનર્સ અપ રહ્યા હતા. બેસ્ટ ચાઈલ્ડ કેટેગરીમાં હાર્દ સાવલિયા અને આરના હાથી વિજેતા થયા હતા. જ્યારે પ્રવેગ કોષ્ટી અને આરાધ્યા વાઘેલા રનર્સ અપ રહ્યા હતા.
 નિર્ણાયકો તરીકે શ્રી મકરંદ શુક્લશ્રીમતી જીગીશા મનન ત્રિવેદીશ્રીમતી રક્ષિતાબેન વિજય ઉપાધ્યાય,  સુહાની દોશી અને સલોની દોશીએ સેવાઓ આપી હતી. છેલ્લા 25 વર્ષથી ગાંધીનગર કલ્ચરલ ફોરમ ગાંધીનગરમાં નવરાત્રી મહોત્સવનું આયોજન કરે છે. ચોથા નોરતે જેમણે નિર્ણાયક તરીકે સેવાઓ આપી એ સુહાની દોશી અને સલોની દોશી ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવરાત્રીમાં વર્ષો પહેલાં બેસ્ટ કીડ અને ચાઈલ્ડ કેટેગરીમાં વિજેતા રહી ચૂક્યા છે. ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવરાત્રીમાં જનરેશન્સથી નયનરમ્ય ગરબા ગવાઇ રહ્યા છે જેનું ગાંધીનગર કલ્ચરલ ફોરમને ગૌરવ છે.Whatsapp share
facebook twitter