+

પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા નેતાઓ પર પ્રદેશ ભાજપની તવાઈ, હવે આ રીતે લેવાશે એક્શન

ગુજરાતમાં ભાજપએ 156 બેઠકો સાથે ભવ્ય જીત પ્રાપ્ત કરી છે ત્યારે અનેક બેઠકો પર પક્ષ વિરોધી કામ કરનારા અનેક લોકો સામે ફરિયાદો પણ આવી છે ત્યારે આ પ્રકારના લોકો ફરિયાદ સાંભળવા માટે ભાજપે શિસ્ત સમિતિની રચના કરી છે. જેના અધ્યક્ષ તરીકે પૂર્વ ધારાસભ્ય વલ્લભ કાકડીયાની નિમણુંક કરાઈ છે. જયારે 10  જાન્યુઆરી થી ૩ દિવસ કમલમ ખાતે શિસ્ત સમિતિની બેઠક યોજાઈ. ભાજપની નવી શિસ્ત સમિતિમાં અધ્યક્ષ તરીકે પૂ
ગુજરાતમાં ભાજપએ 156 બેઠકો સાથે ભવ્ય જીત પ્રાપ્ત કરી છે ત્યારે અનેક બેઠકો પર પક્ષ વિરોધી કામ કરનારા અનેક લોકો સામે ફરિયાદો પણ આવી છે ત્યારે આ પ્રકારના લોકો ફરિયાદ સાંભળવા માટે ભાજપે શિસ્ત સમિતિની રચના કરી છે. જેના અધ્યક્ષ તરીકે પૂર્વ ધારાસભ્ય વલ્લભ કાકડીયાની નિમણુંક કરાઈ છે. જયારે 10  જાન્યુઆરી થી ૩ દિવસ કમલમ ખાતે શિસ્ત સમિતિની બેઠક યોજાઈ. ભાજપની નવી શિસ્ત સમિતિમાં અધ્યક્ષ તરીકે પૂર્વ ધારાસભ્ય વલ્લભ કાકડિયા તો  જેમાં સભ્યો તરીકે બીપિન દવે, મણિલાલ પરમાર, જયશ્રીબેન પટેલ, રામસિંહ રાઠવા, અજય ચોકસી, તખતસિંહ હડિયોલની નિમણૂંક કરવામાં આવી છે
સાંસદોને પણ ખખડાવ્યા
ભાજપે આ વખતે ઐતિહાસિક જીત હાંસલ કરી છે ત્યારે અત્યાર સુધી 300થી વધુ ફરિયાદો આગાઉ પક્ષ સમક્ષ અનેક નેતાઓ કરી ચુક્યા છે ત્યારે શિસ્ત સમિતિની બેઠક માં લેવામાં ફરિયાદ સાંભળ્યા બાદ નેતાઓએ સામે પગલાં લેવામાં આવે છે કે આંખ આડા કાન કરીને અવગણના કરવામાં આવે છે તે મહત્વનું છે. તો અનેક એવી પણ બેઠકો છે જ્યાં જીતેલા ઉમેદવારો એ પણ ફરિયાદ નોંધાવી છે. તો બે દિવસ પૂર્વે જ પક્ષ વિરોધી કામ કરનાર 6 સાંસદ સભ્યોને પણ રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા એ ખખડાવ્યા. જેમાં 2 સૌરાષ્ટ્રના, 2 ઉત્તર ગુજરાતના અને 2 મધ્ય ગુજરાતના સાંસદ સભ્યોને રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ પ્રદેશ અધ્યક્ષે ખખડાવ્યા.
નેતાઓ પાસે ખુલાસો માંગ્યો
અમદાવાદ જિલ્લાની અને શહેરની બેઠકો પર પણ પક્ષ વિરોધી કામ કરનારા સામે ફરિયાદો દાખલ કરાઈ છે. તો કોંગ્રેસ માંથી ભાજપમાં આવેલા અને ચૂંટણી લડ્યા બાદ હારનો સામનો કર્યો હોય તેવા નેતાએ આડકતરી રીતે ફરિયાદ કમલમ સુધી પહોંચાડી છે . તો મહીસાગરની ૩ વિધાનસભા બેઠક પર પક્ષ વિરોધી કૃત્ય કરનારા 20 લોકોને કમલમ બોલાવીને ખખડાવવામાં આવ્યા તો સાંસદ  રતનસિંહ રાઠોડને દિલ્હી બોલાવીને ખખડાવ્યા તો અનેક નેતાઓ જોડે હાલ ખુલાસો માંગવામાં આવ્યો છે ત્યારે આમ તો ભજપને શિસ્તબદ્ધ પાર્ટી તરીકે ઓળખવામાં આવે છે ત્યારે આ તમામ નેતાઓ સામે શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter