+

કોતરપુર વોટર વર્કસમાંથી વધુ એક કપાયેલો હાથ મળ્યો

કોતરપુર વોટર વર્કસમાંથી વધુ એક માનવ અંગ મળી આવવાની ઘટના સામે આવી છે જે અંગે સરદારનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પ્લાન્ટમાંથી એક કપાયેલો અને કોહવાયેલો હાથ મળી આવ્યો છે જેને પોલીસે ડીએનએ ટેસ્ટ માટે મોકલી આપ્યો છે. થોડાં દિવસ પહેલા પણ મળી આવ્યા હતા માનવ અંગકોતરપુર વોટર વર્ક્સમાંથી થોડા દિવસો પહેલા કોહવાયેલા માનવ અંગો મળી આવ્યા હતા જેના પગલે અમ્યુકો તરફથી 15 એમએલડી પાણીના જથ્થાનો à
કોતરપુર વોટર વર્કસમાંથી વધુ એક માનવ અંગ મળી આવવાની ઘટના સામે આવી છે જે અંગે સરદારનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પ્લાન્ટમાંથી એક કપાયેલો અને કોહવાયેલો હાથ મળી આવ્યો છે જેને પોલીસે ડીએનએ ટેસ્ટ માટે મોકલી આપ્યો છે. 
થોડાં દિવસ પહેલા પણ મળી આવ્યા હતા માનવ અંગ
કોતરપુર વોટર વર્ક્સમાંથી થોડા દિવસો પહેલા કોહવાયેલા માનવ અંગો મળી આવ્યા હતા જેના પગલે અમ્યુકો તરફથી 15 એમએલડી પાણીના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. આ ટ્રીટમેન્ડ પ્લાન્ટમાં નર્મદાની મુખ્ય કેનાલમાંથી પાણીનો જથ્થો મેળવાય છે ત્યારે કેનાલ મારફત માનવ અંગો પ્લાન્ટ સુધી આવ્યા હોવાનુ અનુમાન છે.
વધુ એક માનવ અંગ મળી આવ્યું
અગાઉ મળી આવેલા માનવ અંગનુ પોસ્ટમોર્ટમ કરતા તે માનવઅંગ પુરુષના હોવાનુ રિપોર્ટમાં ખુલ્યુ હતુ. DNA ટેસ્ટ કરતા તમામ માનવઅંગ એકજ વ્યક્તિના હોવાનું પણ સામે આવ્યુ હતુ. જેના આધારે સરદારનગર પોલીસે ખોવાયેલા વ્યક્તિઓની દિશામાં તપાસ શરુ કરી હતી. દરમિયાન આજે વધુ એક માનવ અંગ પ્લાન્ટમાં મળી આવ્યુ છે.
પોલીસે તપાસ હાથ ધરી
કપાયેલો અને કોહવાયેલો હાથ પ્લાન્ટમાંથી મળી આવતા સરદારનગર પોલીસે ફરી તે અંગે DNA ટેસ્ટ માટે મોકલી આપ્યો છે. હાથ પર ટેટુ ત્રોફાવેલુ હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે. આ લખાણના આધારે હવે પોલીસ આગામી દિવસોમાં ફરી ખોવાયેલા વ્યક્તિઓની દિશામાં વધુ તપાસ કરશે તેમ સરદારનગરના PI પ્રતિપાલસિંહ ગોહિલ જણાવ્યુ હતુ.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter