+

વડાપ્રધાનશ્રીએ કમલમ્ ખાતે ભાજપના આગેવાનો સાથે બેઠક પૂર્ણ કરી દિલ્હી જવા રવાના થયા

આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) ભુજમાં 4400 કરોડના વિકાસકાર્યોનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું હતું. સાથો સાથ 470 એકર વિસ્તારમાં બનાવવામાં આવેલા સ્મૃતિવનનું (Smriti Van Memorial ) ઉદ્ધાટન કર્યું હતું અને 2022ની ચૂંટણી પહેલા વડાપ્રધાનશ્રીની કમલમની બેઠક મહત્વની ગણવામાં આવી રહી છે. આ બેઠકમાં  તેઓ કોર કમિટીના  સભ્યોને ચૂંટણીની રણનીતિ અંગે માર્ગદર્શન આપ્યું હતું ત્યારે  શનિવારે એરપોર્à

આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) ભુજમાં 4400 કરોડના વિકાસકાર્યોનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું હતું. સાથો સાથ 470 એકર વિસ્તારમાં બનાવવામાં આવેલા સ્મૃતિવનનું (Smriti Van Memorial ) ઉદ્ધાટન કર્યું હતું અને 2022ની ચૂંટણી પહેલા વડાપ્રધાનશ્રીની કમલમની બેઠક મહત્વની ગણવામાં આવી રહી છે. આ બેઠકમાં  તેઓ કોર કમિટીના  સભ્યોને ચૂંટણીની રણનીતિ અંગે માર્ગદર્શન આપ્યું હતું ત્યારે  શનિવારે એરપોર્ટ પર સંગઠનની બેઠક બાદ ફરી કમલમમાં  બેઠક યોજી હતી. જ્યાં ભાજપ અધ્યક્ષશ્રી સી.આર. પાટિલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા છે. અહીં પીએમ મોદી કોર ગ્રુપ સાથે બેઠક કરી. જ્યાં મુખ્યમંત્રીશ્રી સહિત કોર કમિટીના સભ્યો હાજર રહ્યા હતા.


વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ  ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ ગુજરાત ભાજપના નેતાઓ સાથે  બેઠક યોજીને ચૂંટણીની રણનીતિ અંગે સીધું માર્ગદર્શન આપી ચૂંટણી મંત્ર આપ્યો હતો કમલમ ખાતે બેઠક પૂર્ણ થયા બાદ તેઓ દિલ્લી જવા  રવાના થયા હતા. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી ખુદ એક્શન મોડમાં આવી ગયા છે. આશરે બે કલાક સુધી કોર કમિટીના સભ્યો સાથે તેમણે મંથન કર્યું. 5 મહિના બાદ વડાપ્રધાનશ્રીએ કમલમ કાર્યાલયની મુલાકાત લીધી છે. બેઠકમાં વિધાનસભા ચૂંટણી પહેલા મહત્વની રણનીતિની ચર્ચા કરાઈ.પીએમ મોદી સરકાર અને સંગઠનને જીતની રણનીતિ આપી તો રાજ્યમાં સક્રીય વિરોધ પક્ષોની તાકાતને ખાળવા પણ રણનીતિ ઘડી. સાથે જ વડાપ્રધાને સરકાર અને સંગઠનની નબળી અને ખુટતી કડીઓને જોડવાનો પણ પ્રયાસ કર્યો. એટલું જ નહીં ઉમેદવારની પસંદગી અને પ્રક્રીયા પર પણ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની સીધી નજર છે.
શિક્ષણમંત્રીશ્રી જીતુ વાઘાણીએ રાત્રે 10 કલાકે પ્રેસ કોન્ફ્રન્સ કરી બેઠકમાં ક્યા મુદ્દા પર ચર્ચા થઈ એ અંગે જાણકારી આપી હતી. જીતુ વાઘાણીએ જણાવ્યું કે પ્રદેશ ભાજપ કાર્યલય કમલમ ખાતે વડાપ્રધાનની અધ્યક્ષતામાં બે કલાક બેઠકનું આયોજન થયું હતું. વડાપ્રધાનશ્રી મોદીએ 2022ની વિધાનસભાની ચૂંટણીને લઈ કોર કમિટીની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં વડાપ્રધાનશ્રી મોદીએ ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં ચાર પ્રદેસ મહામંત્રી, કોર કમિટીના 14 હાજર રહ્યા હતા. પ્રદેશના નેતાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પ્રદેશના નેતાઓએ વડાપ્રધાન સામે સંગઠન અને સરકારની કામગીરી મૂકી હતી. વડાપ્રધાને સરકારની કામગીરીના વખાણ કર્યા છે.
  • 2022ની ચૂંટણીને લઈ કોર કમિટીની બેઠકમાં વડાપ્રધાન મોદીએ આપ્યું માર્ગદર્શન
  • પ્રદેશ ભાજપ કાર્યલય કમલમમાં વડાપ્રધાનની અધ્યક્ષતામાં 2 કલાક બેઠક
  • ચાર પ્રદેશ મહામંત્રી, કોર કમિટીના 14 સભ્યો બેઠકમાં હાજર રહ્યાં
  • 2022ની ચૂંટણીને લઈ પીએમ મોદીએ પ્રદેશના નેતાઓને આપ્યું માર્ગદર્શન
  • સંગઠન અને સરકારની કામગીરી પીએમ સમક્ષ મૂકી
  • વડાપ્રધાને સરકારની કામગીરીના કર્યા વખાણ

કચ્છમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે વિરોધીઓને આડે હાથ લીધાં

ગુજરાતના (Gujarat) મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે(CM Bhupendra Patel)  કચ્છમાં વિરોધીઓનું નામ લીધા વિના પ્રહાર કર્યા છે. જેમાં તેમણે કહ્યું હતું કે કચ્છને પાંચ દાયકા સુધી અર્બન નક્સલીઓએ નર્મદાના પાણીથી વંચિત રાખ્યું છે. તેમજ અર્બન નક્સલીઓએ ગુજરાતને બદનામ કરીને નકસલવાદ ફેલાવવાનો પ્રયાસ કર્યો છે. જેમાં ગુજરાતની શાણી પ્રજાએ આવા લોકોને જાકારો આપ્યો છે. તેમજ મેઘા પાટકરે નર્મદા યોજનાનો સતત વિરોધ કરી લોકોને ભ્રમિત કરવાનો પ્રયાસ કર્યો છે. જેમાં કચ્છની ખમીરવંતી પ્રજાએ આવા લોકોને ફાવવા દીધા નથી. તેમજ મેઘા પાટકરને સૌ કોઇ જાણે છે કે કયા પક્ષે ટિકિટ આપી છે. આપણે એ પણ યાદ કરવું પડશે કે એવા શહેરી નક્સલીઓ કોણ હતા .

જેમણે વર્ષો સુધી કચ્છને નર્મદાના પાણીથી વંચિત રાખવાના તમામ પ્રયાસો કર્યા હતા. તેમાંથી એક નામ મેધા પાટકર છે. આપણે બધા જાણીએ છીએ કે તેઓ કઈ પાર્ટી સાથે સંકળાયેલા છે અને તેમને સંસદની ચૂંટણીમાં કોણે ટિકિટ આપી હતી

Whatsapp share
facebook twitter