રાજ્યના પાટનગર ગાંધીનગર જિલ્લામાં એક એવી ઘટના બનવા પામી છે જેમાંથી અંધશ્રદ્ધામાં રાચતા લોકોએ પાખંડી ભુવાઓથી ચેતવાની જરૂર છે આ ગાંધીનગરની ઘટના જાણી તમે પણ ચોંકી જશો. જેમાં એક ગામડાની મહિલા તેના પરિવાર સાથે ગાંધીનગર ખાતે રહેતી હતી અને આ મહિલા પોતાની અને ઘરની તકલીફ દૂર કરવા માતાજીના ભુવા પાસે પહોંચી હતી.
મહિલાને ફસાવી
ભુવાજીએ મહિલાની તકલીફ દૂર કરવાના બહાને એવી ફસાવી દીધી કે મહિલાને ભુવાજી સિવાય બીજી કાંઈ દેખાતું જ ન હતું. ભુવાની વાતમાં આવી ગયેલી મહિલાનો ભુવાજીએ ભરપૂર લાભ ઉઠાવવાનું શરૂ કરી દીધું હતું અને આ ભરોષો આખરે મહિલાની આબરૂ અને પસ્તાવો બંને લઈને ગઈ. ભુવાજીએ મહિલાને એક મોબાઈલ પણ ભેટ આપ્યો હતો અને તેના પર રોજ વાતો કરવાનો અને બહાર ફરવા જવાનો સિલસિલો શરુ થઈ ગયો હતો, બાદમાં મહિલાએ ભુવાજી સાથે જ રહેવાની વાત કરી હતી. પરંતુ ભુવાજી આ મહિલાને પોતાની સાથે રાખવા તૈયાર ન થતાં આખરે મહિલાએ આપઘાત કરી લીધો હતો.
પોલીસ તપાસ
ગાંધીનગર ખાતે રહેતા એક પરિવારની પરિણીતાએ થોડાક દિવસો પહેલા પોતાના ઘરે કોઈ કારણોસર આપઘાત કરી લીધો હતો. આપઘાતના સમાચાર સામે આવ્યા બાદ જ મહિલાના મોત બાદ જાત-જાતની ચર્ચાઓ સમગ્ર શહેરમાં થવા લાગી હતી. પોલીસની પ્રાથમિક તપાસ બાદ મૃતક મહિલાનું પીએમ કરાવ્યા બાદ મૃતદેહ અંતિમવિધિ માટે પરિવારને સોંપવામાં આવ્યો હતો.
તકલીફો દુર કરવા ભુવાના શરણે
એકા એક મહિલાએ પોતાના માસુમ બાળક અને પરિવારને કેમ છોડી દીધો તે અંગે ચાલી રહેલી તમામ અટકળોનો હવે અંત આવી ગયો છે. કારણ કે પરિણીતા ના આપઘાત બાદ જે હકીકતો સામે આવી છે તે જાણીને તમે પણ ચોંકી જશો. આ મહિલા પોતાની તકલીફો દૂર કરવા જે ભુવાજી ના શરણે ગઈ હતી તે ભુવાજી એ મહિલાના દુઃખ દૂર કરવાના બહાને તેનો ભરપૂર લાભ ઉઠાવી તેને પ્રેમજાળમાં ફસાવી દઈ તેની સાથે અનેક વખત સબંધો બાંધ્યા હોવાની ચોંકાવનારી વિગતો પોલીસ ફરિયાદમાં સામે આવી છે.
આત્મહત્યા કરી
થોડાક દિવસ પહેલા બનેલી ઘટનાની વાત કરીએ તો પરણીતાના મોત બાદ તેના ભાઈ સહિત પરિવારના સભ્યો પણ દોડી આવ્યા હતા ત્યારબાદ તેઓએ જોયું તો કાવ્યા (નામ બદલેલ છે) ને મૃત હાલતમાં સોફામાં સુવડાવેલ હતી અને દુપટ્ટો પંખે લટકી રહ્યો હતો તેમજ પોલીસ પણ હાજર હતી. બાદમાં મહિલાને પીએમ માટે લઇ જવાઈ હતી. પીએમ બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો.
અનૈતિક સબંધ રાખતો ભુવો
સમાજના રીતે રિવાજ મુજબ ગાંધીનગર નજીક આવેલ વતનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો, ત્યાર બાદ મૃતકના ભાઈ ઘ્વારા તેમના બનેવી પાસે આપઘાતનું કારણ જાણવા પ્રયાસ કર્યોં હતો,આ વખતે મૃતકના પતિએ જણાવ્યું જે કાવ્યાને કોલવડા ખાતે રહેતા પ્રવિણસિંહ ઠાકોર નામના માતાજીના ભુવાજીએ ઘરની તકલીફોમાંથી મુક્તિ અપાવવાનું કહી પ્રેમજાળમાં ફસાવી હતી અને કાવ્યા સાથે અનૈતિક સબંધ રાખતો હતો અને અવાર નવાર દિવસે તેમજ રાત્રે તેમના ઘરે આવી સાથે લઇ જતો હતો.
ભુવાએ મોબાઈલ પણ લઈ આપ્યો હતો
વધુમાં મૃતકના પતિએ જણાવ્યું કે, આ બાબતને લઇ હું કાવ્યાને પ્રવિણસિંહ સાથે સબંધ ન રાખવા સમજાવતો હતો પરંતુ તે માનતી ન હતી અને બાકીનું જીવન તેની સાથે વિતાવવાની વાતો કરતી હતી, આ સંભાળ્યા પછી પણ પતિ સમાજમાં આબરૂ જવાના બીક થી આ વાત તેઓ કોઈને કરતા ન હતા અને કાવ્યા સાથે વાત કરવા પ્રવિણસિંહે એક મોબાઈલ ફોન પણ લઇ આપ્યો હતો અને બન્ને એકબીજા સાથે વાતચીત પણ કરતા હતા, આપઘાતના દિવસે કાવ્યા પ્રવિણસિંહ ને મળવા જવાનું કહીને નિકળી હતી, પછી થી તેમના પતિ પણ કામ અર્થે ઘરની બહાર નીકળ્યા હતા.
ગળાફાંસો ખાધો
આ સમયે તેમના મોબાઈલમાં પ્રવિણસિંહનો ફોન આવ્યો હતો અને જણાવેલ કે કાવ્યા નો મારી પર ફોન આવેલ છે અને મારી સાથે રહેવાની જીદ કરે છે અને મેં તેને સમજાવવાનો પ્રયાસ કરેલ પણ તે માનતી નથી અને મરી જવાની વાત કરે છે, પછી પતિ તાત્કાલિક ઘરે પહોંચી ગયો હતો અને આજ સમયે પ્રવિણસિંહ પણ આવી પહોંચ્યા હતા અને બારીનો કાચ તોડી જોયું તો લાવ્યા એ ગળેફાંસો ખાઈ લટકતી હતી. બાદમાં કાવ્યા ને નીચે ઉતારી હતી પછી પ્રવિણસિંહ કાવ્યા ને આપેલ મોબાઈલ લઇ જતો રહ્યો હતો, આ પછી તપાસ કરતા તેનો ફોન સ્વીચ ઓફ આવતો હતો અને તેનું ઘર પણ બંધ હતું.
પોલીસ ફરિયાદ થઈ
ઉપરની માહિતી મળ્યા પછી હવે મૃતકના ભાઈ ઘ્વારા સેક્ટર – 21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે કે કોલવડા ખાતે રહેતા પ્રવિણસિંહ ઠાકોરે પોતે માતાજીના ભુવાજી હોવાનું કહી તેમની બહેનને ઘરની તકલીફો દૂર કરવાનું કહી માતાજીની બાધાઓ આપી પ્રેમજાળમાં ફસાવી તેની સાથે સબંધો બાંધી તેની સાથે રહેવાની ના પાડી આપઘાત કરવા માટે મજબુર કરી હોવા અંગે ફરિયાદ નોંધાવી છે, આ ઘટના સામે આવતાની સાથે સમગ્ર શહેર અને જિલ્લાભરમાં ભુવાજી નું આ કારસ્તાન ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે, તો પરિવારના લોકો આરોપીને દાખલા રૂપ સજા કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.