+

ડભોડા મેદરા રેલવે ટ્રેક પર અકસ્માતે 70 બકરા કચડાતા મોત થયા

ગાંધીનગરના (Gandhinagar) ડભોડા પાસેના મેદરા ગામ પાસે નર્મદા કેનાલની વચ્ચે ટ્રેક ઉપર ગઈકાલે સોમવારે સાડા ત્રણ વાગ્યે બકરાં પસાર થઈ રહ્યાં હતાં ત્યારે માલગાડી આવી ચડતાં 70 બકરાં અડફેટમાં આવી જતાં તમામ 70 બકરાંના મોત નિપજ્યાં હતાં ત્રણ પશુપાલકો બકરાં ચરાવવા માટે નીકળ્યા હતા ત્યારે આ બનાવ બન્યો હતો તેવામાં હિંમતનગર રેલવે પોલીસ ત્રણ પશુપાલકોને તપાસ માટે લઈ ગઈ હોવાનું બહાર આવ્યું છે  છે અને à
ગાંધીનગરના (Gandhinagar) ડભોડા પાસેના મેદરા ગામ પાસે નર્મદા કેનાલની વચ્ચે ટ્રેક ઉપર ગઈકાલે સોમવારે સાડા ત્રણ વાગ્યે બકરાં પસાર થઈ રહ્યાં હતાં ત્યારે માલગાડી આવી ચડતાં 70 બકરાં અડફેટમાં આવી જતાં તમામ 70 બકરાંના મોત નિપજ્યાં હતાં ત્રણ પશુપાલકો બકરાં ચરાવવા માટે નીકળ્યા હતા ત્યારે આ બનાવ બન્યો હતો તેવામાં હિંમતનગર રેલવે પોલીસ ત્રણ પશુપાલકોને તપાસ માટે લઈ ગઈ હોવાનું બહાર આવ્યું છે  છે અને તેમની સામે દંડનાત્મક કાર્યવાહી કરવામાં પણ આવે તેવી શક્યતા  દેખાઈ રહી છે 70 બકરાંના મોત નિપજતાં ત્રણ પશુપાલકોની સ્થિતિ દયનીય થઈ છે.
માલગાડીએ અડફેટે લીધાં
મેદરા ગામ પાસે નર્મદા કેનાલની વચ્ચે ગઈકાલે બપોરના પછી  ત્રણ પશુપાલકો પોતાના 70 જેટલા બકરાં ચરાવવા માટે નીકળ્યા હતા આ દરમિયાન ટ્રેક ઉપરથી બકરાં પસાર થઈ રહ્યાં હતા ત્યારે અચાનક હિંમતનગરથી અમદાવાદ તરફ જતી માલગાડી આવી પહોંચી હતી અને બકરાંને અડફેટમાં લીધા હતા. આંખના પલકારામાં રેલવે ટ્રેક ઉપર 70 બકરાં કચડાઈ ગયાં હતાં અને ત્રણ પશુપાલકોએ બૂમાબૂમ કરી મૂકી હતી. 70 બકરાંના અકાળે મોત થતાં ત્રણ પશુપાલકો ઉપર આભ તૂટી પડ્યું હતું અને ઘટનાસ્થળે રોકકળ કરી મૂકી હતી.
ત્રણ પશુ પાલકો સામે કાર્યવાહી
આ ઘટના બાદ હિંમતનગર રેલવે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો અને ત્રણ પશુપાલકો સામે કાર્યવાહી કરી હતી અને ત્રણે પશુપાલકોને રેલવે પોલીસ ઊઠાવી ગઈ હતી અને દંડનાત્મક કાર્યવાહી કરવાની દિશામાં તજવીજ હાથ ધરી હતી. રેલવેના કડક નિયમોના કારણે ત્રણ પશુપાલકોની મુશ્કેલી આગામી દિવસોમાં વધી શકે છે. હાલ તો ત્રણ પશુપાલકોના 70 બકરાંના અકાળે મોત થતાં પરિવારમાં રોકકળ મચી ગઈ છે. 
રેલવેના કડક નિયમો પશુપાલકો માટે મુશ્કેલી સર્જશે
રેલવેના કડક નિયમો છે અને ટ્રેક પાસે પશુઓ ચરાવવા ગુનાને પાત્ર થાય છે ત્યારે મેદરા પાસે બનેલા બનાવમાં પણ ત્રણ પશુુપાલકોની મુશ્કેલીઓ વધી શકે છે. ત્રણ પશુપાલકોએ 70 બકરાં તો ગુમાવ્યા છે ત્યારે તેમને વળતર તો દૂર રહ્યું પણ રેલવેના કડક નિયમો મુજબ રેલવેને વળતર ચૂકવવું પડે તેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે. હાલ તો ત્રણ પશુપાલકોની હાલત કફોડી બની રહી છે અને રેલવે પોલીસની તપાસ ઉપર મદાર રાખી રહ્યા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter