+

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાતમાં યોજાનારી B20 ઇન્સેપ્શન મીટિંગમાં હાજરી આપશે

 વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારતની G20 અધ્યક્ષતા 1 ડિસેમ્બર, 2022થી સત્તાવાર રીતે શરૂ થઈ. ગુજરાત  શ્રેણીબદ્ધ ચર્ચાઓ, વિચાર-વિમર્શ અને બેઠકોનું આયોજન પણ કરશે. ગુજરાતમાં યોજાનાર 15 કાર્યક્રમોની યાદીમાં પ્રથમ કાર્યક્રમ છે બિઝનેસ20 ઇન્સેપ્શન મીટિંગ, જે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે 22 થી 24 જાન્યુઆરી, 2023 દરમિયાન યોજાશે. B20ની સ્થાપના 2010માં કરવામાં આવીB20ની સ્થાપના 2010માં કરવામà
 વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારતની G20 અધ્યક્ષતા 1 ડિસેમ્બર, 2022થી સત્તાવાર રીતે શરૂ થઈ. ગુજરાત  શ્રેણીબદ્ધ ચર્ચાઓ, વિચાર-વિમર્શ અને બેઠકોનું આયોજન પણ કરશે. ગુજરાતમાં યોજાનાર 15 કાર્યક્રમોની યાદીમાં પ્રથમ કાર્યક્રમ છે બિઝનેસ20 ઇન્સેપ્શન મીટિંગ, જે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે 22 થી 24 જાન્યુઆરી, 2023 દરમિયાન યોજાશે. 
B20ની સ્થાપના 2010માં કરવામાં આવી
B20ની સ્થાપના 2010માં કરવામાં આવી હતી અને તે G20નું એક મહત્વપૂર્ણ એન્ગેજમેન્ટ ગ્રુપ છે. તે વૈશ્વિક વ્યવસાયોની પ્રાથમિકતાઓનું પ્રતિનિધિત્વ કરે છે. ગાંધીનગર ખાતે યોજાનારી B20 ઇન્સેપ્શન મીટિંગ B20 સ્ટ્રેટેજિક વિઝનને સાકાર કરવાના ઉદ્દેશથી નિર્ધારિત થયેલી ઔદ્યોગિક પ્રાથમિકતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેથી કરીને કાર્યક્ષમ નીતિ સૂચનોમાં તેને રૂપાંતરિત કરી શકાય.

 ઓપનિંગ સેશન 23 જાન્યુઆરી, 2023ના રોજ
B20 ઇન્સેપ્શન મીટિંગનું ઓપનિંગ સેશન 23 જાન્યુઆરી, 2023ના રોજ શરૂ થશે. આ ઓપનિંગ સેશનમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, માનનીય કેન્દ્રીય મંત્રી, વાણિજ્ય અને ઉદ્યોગ શ્રી પિયુષ ગોયલ, માનનીય કેન્દ્રીય રેલવેમંત્રી શ્રી અશ્વિનિ વૈષ્ણવ, B20 ઇન્ડિયાના અધ્યક્ષ તેમજ ટાટા સન્સના ચેરમેન શ્રી એન. ચંદ્રશેખરન, G20 માટે ભારતના શેરપા શ્રી અમિતાભ કાંત અને ભારત સરકારના પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી અને ઇન્ટરનલ ટ્રેડ વિભાગના સેક્રેટરી શ્રી અનુરાગ જૈન ઉપસ્થિત રહેશે. 

B20 પ્રાથમિકતાઓ પર એક સ્પેશિયલ પ્લેનરી યોજાશે
ત્યારબાદ ભારતની B20 પ્રાથમિકતાઓ પર એક સ્પેશિયલ પ્લેનરી યોજાશે, જેમાં બજાજ ફાઇનસર્વના ચેરમેન અને એમડી શ્રી સંજીવ બજાજ, OECD ખાતે બિઝનેસના ચેરમેન શ્રી ચાર્લ્સ રિક જ્હોનસ્ટોન, માસ્ટરકાર્ડના વાઇસ ચેરમેન અને પ્રેસિડેન્ટ શ્રી માઇકલ ફ્રોમેન અને TVS સપ્લાય ચેઇન સોલ્યુશન્સના એક્ઝિક્યુટિવ વાઇસ ચેરમેન શ્રી આર. દિનેશ હાજરી આપશે. 

ગુજરાતમાં રહેલી તકો ઉપર પણ એક સ્પેશિયલ પ્લેનરી સેશન યોજાશે.
23 જાન્યુઆરી, 2023ના રોજ સાંજે 6.00થી 7.00 વાગ્યા દરમિયાન ‘ગુજરાતમાં રહેલી તકો’ ઉપર પણ એક સ્પેશિયલ પ્લેનરી સેશન યોજાશે. આ સત્રમાં સંલગ્ન ઉદ્યોગોના 250થી વધુ પ્રતિનિધિઓ હાજરી આપશે. આ સેશન ગુજરાતમાં રહેલી વ્યવસાય અને રોકાણની તકો અંગે એક ઝલક આપશે અને આ સત્ર એ શક્તિઓનું પ્રદર્શન કરશે જેના કારણે રાજ્ય આજે વર્ષોથી રોકાણકારો માટે પસંદગીનું સ્થળ બન્યું છે. આ સત્રમાં માનનીય નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઇ, માનનીય ઉદ્યોગમંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત, માનનીય પ્રવાસનમંત્રી શ્રી મુળુભાઈ બેરા અને મુખ્ય સચિવ શ્રી પંકજ કુમાર હાજરી આપશે. 
વિશેષ કાર્યક્રમોનું આયોજન
શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે મીટિંગમાં આવેલા પ્રતિનિધિઓને રાજ્યની સંસ્કૃતિ, કલા અને જીવનશૈલીનો અનુભવ પ્રદાન કરવા માટે વિશેષ કાર્યક્રમોનું આયોજન પણ કર્યું છે. આ પ્રતિનિધિઓ 22 જાન્યુઆરી, 2023ના રોજ દાંડી કુટિરની મુલાકાત લેશે. તે જ દિવસે સાંજે એક સાંસ્કૃતિક કાર્યક્રમ અને સ્વાગત કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

પ્લેનરી સેશન્સની એક સીરીઝ આયોજિત થશે.
24 જાન્યુઆરીના રોજ રાજ્ય સરકાર દ્વારા પુનિત વન ખાતે યોગ સત્ર અને ઈકો-ટૂર, ગિફ્ટ સિટીની મુલાકાત તેમજ અડાલજની વાવની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું છે. ક્લાઇમેટ ચેન્જ, સમાવેશી અસરને સંચાલિત કરવા માટે ઇનોવેશન પર પુનર્વિચાર અને પુનરોદ્ધાર, વૈશ્વિક ડિજિટલ સહયોગને પુનઃવ્યાખ્યાયિત કરવો, સ્થિતિસ્થાપક ગ્લોબલ વેલ્યુ ચેઇન્સનું નિર્માણ, નાણાકીય સમાવેશને પ્રોત્સાહન અને સોસાયટીઓનું સશક્તિકરણ જેવા વિષયો પર પ્લેનરી સેશન્સની એક સીરીઝ આયોજિત થશે. 23 જાન્યુઆરી, 2023ના રોજ આ પ્લેનરી સેશન્સમાં વૈશ્વિક નીતિ નિર્માતાઓ, થોટ લીડર્સ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના વડાઓ હાજરી આપશે. એમેઝોન વેબ સર્વિસિસ પબ્લિક પોલિસી APACના હેડ મિસ ક્વિન્ટ સિમોન, નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપુરના સિનિયર રિસર્ચ ફેલો અને રિસર્ચ લીડ્સ ડૉ. અમિતેંદુ પલિત, HSBC ગ્રુપ ચેરમેનના સિનિયર એડવાઇઝર લોર્ડ ઉડની- લિસ્ટર ઓફ વર્ડ્સવર્થ, HCL ટેક્નોલોજીસ લિ.ના ચેરપર્સન મિસ રોશની નાદાર, સેઇડ બિઝનેસ સ્કૂલ, યુનિવર્સટી ઓફ ઓક્સફોર્ડના ડીન પ્રોફેસર સૌમિત્ર દત્તા અને અન્ય ઘણા વક્તાઓ આ સેશન્સમાં હાજર રહેશે. 

 કેટલીક રોમાંચક સ્પર્ધાઓનું આયોજન
ગુજરાત સરકાર દ્વારા G20  ઇન્ડિયા સેલિબ્રેશન્સમાં જોડાવા માટે કેટલીક રોમાંચક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધાઓ નીચે મુજબ છે:
સેલ્ફી વિથ G20 ઇન્ડિયા લોગો
રંગોળી સ્પર્ધા
કવિતા / નિબંધ સ્પર્ધા
આ સ્પર્ધાઓ માટેની એન્ટ્રી g20gujaratmedia@gmail.com પર મોકલવાની રહેશે. આ સ્પર્ધાના વિજેતાઓને G20 ગુજરાતના ઓફિશિયલ સોશિયલ મીડિયા પેજીસ તેમજ ગુજરાત સરકારની માહિતી નિયામકની કચેરીની ઓફિશિયલ વેબસાઇટ પર સ્થાન મળશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter