Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

GANDHINAGAR : KHORAJ ગામે ગંદકી અને ગટરનું પાણી પીવાના પાણીમાં મિક્સ થતાં ગ્રામજનો ત્રસ્ત

04:20 PM Mar 28, 2024 | Harsh Bhatt

ગાંધીનગર મહાનગરપાલિકા બની અને ગાંધીનગરની સાથે સાથે ૧૮ ગામડાઓનો પણ મનપામાં સમાવેશ કરવામાં આવ્યો પરંતુ અનેક ગામ અને ગાંધીનગરમાં જ અનેક સમસ્યાઓ છે જેની તંત્ર માં કોઈ તકેદારી રાખતું  નથી  અને તેના પરિણામે સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે.

KHORAJ ગામમાં જી એમ સી આવ્યા બાદ ગામની હાલત ખુબ જ બદતર થયેલ હોવાનું ગ્રામજનો પાસેથી જાણવા મળ્યું વાત જાણે એમ છે કે KHORAJ ગામની અંદર પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ થાય છે અને તેને પરિણામે લોકો બીમાર પડી રહ્યા છે. બીજી તરફ  રોડ રસ્તાની હાલત પણ ખુબ જ ખરાબ હાલત કરેલ છે. ગામની અંદર ચારેબાજુ ખોદાકામ કર્યા પછી ખાડેખાડા જ છે જ્યાં અધૂરામાં પૂરું ચોમાસાની સીઝનમાં  રહેણાંક વિસ્તારમાં વરસાદી પાણીના કાંસમાં ગંદકીથી ભરાઈ જતા મચ્છરોનો ઉપદ્રવ  થવાથી આજુબાજુ રહેતા લોકોમાં રોગચાળો, જાડા ઉલ્ટી તાવ ટાઇફોઇડ મેલેરિયા જેવી બીમારીઓ ફાટી નીકળી હોવા છતાં ત્યાંના સ્થાનિક  કોર્પોરેટર કે જી એમ સીને વારંવાર જાણ કરવા છતાં જનતાની તકેદારી લેવાની કોઈને પડી નથી.

KHORAJ

હવે ચૂંટણીઓમાં વોટ લેવા દોડાદોડી કરશે પણ જનતા ની પરિસ્થિતિ ને કોઇ ધ્યાન માં લેતું નથી ત્યારે  KHORAJ ગામમાં કોઇ જાનહાની થશે તો તે મ્યુ. કોર્પોરેશન તેમજ કાઉન્સિલર અને સરકારની જવાબદારી રહેશે.  તેવો રોષ ગ્રામજનોમાં જોવા મળી રહ્યો છે હાલ તાત્કાલિક પગલાં નહી ભરવામાં આવે તો ચૂંટણીમાં બહિષ્કાર કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારવામાં પણ ગ્રામજનો પાછીપાની નહિ કરે ત્યાં સુધી ગ્રામજનો ત્રસ્ત થઈ ગયા છે.

ગામમાં ખાસ પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ થવાને કારણે ઉદ્ભવેલી પરિસ્થિતિથી ગ્રામજનો ત્રસ્ત થઈ ગયા છે. ઝડપથી નિકાલ આવે તેવી ગ્રામજનો એ માંગ કરી છે નહિ તો  ચુંટણી ના બહિષ્કાર સુધીની ગ્રામજનો એ ચીમકી ઉચારી  છે.

અહેવાલ : સચિન કડિયા 

આ પણ વાંચો : GONDAL : UCO બેંકના મેનેજરને શુરાતન ચડ્યું, અરજદારને મારવા દોડ્યા