Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Gandhinagar : ગાંધીનગરમાં ત્રણ ગેમ ઝોન બંધ,અન્ય જિલ્લાની જાણો સ્થિતિ

08:42 PM May 26, 2024 | Hiren Dave

Gandhinagar : રાજ્યના પાટનગર ગાંધીનગર(Gandhinagar)માં આવેલા ત્રણ ગેમ ઝોનને વહીવટી તંત્રએ બંધ કરાવ્યા હતા. વહીવટી તંત્ર અને પોલીસે આજે રવિવાર હોવા છતાં તપાસ બાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધમધમતા ત્રણ ગેમઝોન બંધ કરાવ્યા હતા.ફાઈવ ઈલેવન ગો-કાર્ટ બંધ કરાવ્યું હતું. પાટનગર ગાંધીનગરમાં આવેલા કુલ 19 ગેમઝોનમાંથી 15ને મહાનગરપાલિકાની ટીમ દ્વારા બંધ કરવામાં આવ્યા છે અને ચાર ગેમ ઝોન અગાઉથી જ બંધ થયા હતા.

ત્રણ ગેમ ઝોનને બંધ

ગાંધીનગર(Gandhinagar)માં આવેલા આ ગેમઝોનને ગત વર્ષે રાજ્યના મુખ્યપ્રધાન તેમજ ગૃહમંત્રીએ નેતાઓ અન કાર્યકરોની હાજરીમાં સત્તાવાર ઉદઘાટન કર્યું હતું. જો કે રાજકોટમાં આવેલા ટીઆરપી ગેમઝોનમાં લાગેલી આગમાં 28નાં મોત બાદ તંત્રએ કાર્યવાહી હાથ ધરી હતી. ચિલોડા અને કુડાસમાં આવેલા એક-એક ગેમ ઝોનને પણ તાત્કાલિક બંધ કરાયું હતું. મહત્ત્વનું છે કે, ગઈકાલે રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગમાં 28 લોકોનાં મોત થયા હતા. જે બાદ તંત્ર દ્વારા ગેમ ઝોનમાં ચેકિંગ અને સેફ્ટી અંગેની તપાસ શરૂ કરી હતી.

 

ગોધરામાં ફાયર NOC ન હોવાથી 4 ગેમ ઝોન બંધ

રાજકોટ માં ગેમઝોનમાં વિકરાળ આગ લાગવાની ઘટના ઘટી છે. જેમાં 33 જેટલા નિર્દોશ લોકોના મોત થયા છે. આ ઘટનાને લઈ સમગ્ર રાજ્યમાં ભારે શોક નો માહોલ જોવા મળી રહ્યો છે. સમગ્ર મામલે દેશના વડાપ્રધાન સહિત રાજ્ય આ મુખ્યમંત્રી એ દુઃખ વ્યક્ત કરીને તપાસ ના આદેશ આપ્યા છે. ત્યારે આ આગની દુર્ઘટના બાદ સરકાર એક્શનમાં આવી છે અને સમગ્ર ગુજરાત રાજ્યભરના તમામ શહેરોમાં આવેલા ગેમિંગ ઝોન ની ચકસની કરવા આદેશ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે ગોધરા શહેરમાં આવેલા 4 ગેમઝોન ની ચકાસણી કરવામાં આવી હતી જેમાં કેટલીક ક્ષતિઓ જણાવી આવતા હાલ આ ચારેય ગેમઝોન બંધ રાખવા માટે સૂચના આપી દેવામાં આવી છે

આ પણ  વાંચો – RAJKOT: અગ્નિકાંડ બાદ તંત્ર જાગ્યું, સુરત અને પંચમહાલમાં ગેમ ઝોન સીલ

આ પણ  વાંચો – Rajkot: અગ્નિકાંડમાં પાંચ મૃતકોના DNA થયા મેચ

આ પણ  વાંચો છેલ્લા 3 વર્ષથી વેલ્ડીંગનું કામ કર્મચારીઓ પાસેથી કરાવવામાં આવતું હતું : સાગર બગડા