+

Gandhinagar : દેશની પ્રતિષ્ઠીત ગણાતી બેઠક પર હંમેશા ભાજપનો દબદબો

Gandhinagar Lok Sabha seat : લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે ત્યારે ગુજરાત ફર્સ્ટ તમને ચૂંટણીને લગતા તમામ અપડેટથી વાકેફ રાખી રહ્યું છે. આવો આજે આપને જણાવીએ દેશમાં સૌથી વધુ…

Gandhinagar Lok Sabha seat : લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે ત્યારે ગુજરાત ફર્સ્ટ તમને ચૂંટણીને લગતા તમામ અપડેટથી વાકેફ રાખી રહ્યું છે. આવો આજે આપને જણાવીએ દેશમાં સૌથી વધુ પ્રતિષ્ઠિત ગણાતી ગાંધીનગર (Gandhinagar) લોકસભા બેઠક વિશે.ગુજરાતના રાજકારણમાં ગાંધીનગરનું ખુબ જ મહત્વ છે કારણ કે આખા રાજ્યને લગતાં તમામ નિર્ણયો અહીંથી થાય છે. ખાસ આયોજન કરીને ગાંધીનગર (Gandhinagar)ની રચના કરાઇ છે અને આ પ્રકારે તૈયાર થયેલું ગાંધીનગર (Gandhinagar) શહેર દેશનું બીજુ શહેર છે. ગાંધીનગર ગ્રીન સિટી તરીકે જાણીતું છે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની યાદમાં આ શહેરનું નામ ગાંધીનગર રાખવામાં આવ્યું છે. ગાંધીનગરનું અક્ષરધામ મંદિર દેશના પ્રમુખ મંદિરોમાંથી એક છે. જ્યાં દર વર્ષે 20 લાખથી વધુ લોકો આવે છે.

ગાંધીનગર લોકસભા બેઠક

1967માં અસ્તિત્વમાં આવી હતી બેઠક
પ્રતિષ્ઠિત સંસદીય મતવિસ્તારો પૈકી એક
પૂર્વ PM, પૂર્વ નાયબ PM પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે
વર્તમાન ગૃહમંત્રી કરી રહ્યાં છે પ્રતિનિધિત્વ
પ્રથમ સાંસદ કોંગ્રેસના સોમચંદ સોલંકી ચૂંટાયા હતા
1996માં અટલ બિહારી વાજપેયી લડ્યા હતા
લાલકૃષ્ણ અડવાણી પણ સાંસદ રહી ચૂક્યા છે
1991થી રાષ્ટ્રીય વર્સિસ સ્થાનિક નેતાનો જંગ થાય છે
બેઠકનું નામ ગાંધીનગર પણ નિર્ણાયક મતદાર અમદાવાદના

ગાંધીનગરમાં કુલ મતદાર

કુલ મતદાર 21,50,110
11,04,559 પુરુષ મતદાર
10,45,481 મહિલા મતદાર
અન્ય મતદાર 70

જ્ઞાતિવાદી સમીકરણ

પાટીદાર- 15 ટકા
ક્ષત્રિય – 15 ટકા
ઠાકોર – 10 ટકા
ઓબીસી – 10 ટકા
મુસ્લિમ – 7 ટકા
દલિત – 5 ટકા

2019ના ચૂંટણી પરિણામ

ભાજપના અમિતભાઈ શાહ જીત્યા
કોંગ્રેસના સી.જે. ચાવડા હાર્યા હતા
અમિતભાઈ શાહ 66.08 ટકા મતે જીત્યા
ભાજપને 8,94,624 મત મળ્યાં હતા
5,57,014 મતના માર્જીનથી જીત મેળવી

વિધાનસભા પ્રમાણે ગણિત

ગાંધીનગર ઉત્તર- ભાજપ
કલોલ- ભાજપ
સાણંદ- ભાજપ
ઘાટલોડિયા- ભાજપ
વેજલપુર- ભાજપ
નારણપુરા- ભાજપ
સાબરમતી- ભાજપ

ગૃહમંત્રી અમિતભાઈ શાહની રાજકીય સફર

1964માં વણિક પરિવારમાં જન્મ થયો હતો
વર્ષ 1982માં ABVPમાં મંત્રી બન્યા હતા
અમદાવાદ શહેર ભાજપના સંગઠન મંત્રી બન્યા
1987માં BJYMમાં રાષ્ટ્રીય કોષાધ્યક્ષ બન્યા
1989માં ગુજરાત ભાજપના ઉપપ્રમુખ બન્યા હતા
1995માં નાણાં નિગમના અધ્યક્ષ બન્યા હતા
1997માં સરખેજ બેઠક પરથી ધારાસભ્ય બન્યા
1998માં બીજીવાર સરખેજ બેઠક પરથી ધારાસભ્ય
1999માં પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ બન્યા હતા
2000માં અમદાવાદ જિલ્લા સહકારી બેન્કના પ્રમુખ
2002માં ગુજરાત રાજ્યના ગૃહમંત્રી બન્યા હતા
2013માં ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ બન્યા
2014માં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા હતા
2019માં ગાંધીનગર લોકસભાથી સાંસદ ચૂંટાયા
2019માં ચૂંટાયા બાદ દેશના ગૃહમંત્રી બન્યા
કુશળ સંગઠક અને વિજયના વ્યૂહરચનાકાર

ભૌગોલિક સ્થિતિ

દ્વિભાષી મુંબઈ રાજ્યના વિભાજન સાથે 1 મે 1960ના રોજ નવું ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું અને પાટનગરની જરૂરત ઉપસ્થિત થઈ તે સમયે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી જીવરાજ મહેતાએ 19 માર્ચ 1960ના રોજ એવી જાહેરાત કરી કે ગુજરાત રાજ્યનું નવું પાટનગર થશે અને તે ગાંધીજીના નામથી ગાંધીનગર તરીકે ઓળખાશે. 1969માં નવા પાટનગર તરીકે વિકસાવવામાં આવેલા ગાંધીનગરનું આયોજન ગણનાપાત્ર લેખાય છે.

રાજકીય સ્થિતિ

ગાંધીનગર લોકસભા મતવિસ્તાર એ પશ્ચિમ ભારતમાં આવેલા ગુજરાત રાજ્યમાં 26 લોકસભા મતવિસ્તાર છે . ગાંધીનગર ભારતના સૌથી પ્રતિષ્ઠિત સંસદીય મતવિસ્તારોમાંનું એક છે, જેનું પ્રતિનિધિત્વ ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી , ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણી અને વર્તમાન ગૃહ પ્રધાન અને ભૂતપૂર્વ BJP વડા અમિત શાહ કરે છે. આ મતવિસ્તારની રચના 1967માં કરવામાં આવી હતી અને તેના પ્રથમ સંસદ સભ્ય ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સોમચંદભાઈ સોલંકી હતા.

ભાજપના એલ.કે.અડવાણી સાંસદ તરીકે ચૂંટાતા આવ્યા

વર્ષ 1996માં અટલ બિહારી બાજપાઈ લખનઉ અને ગાંધીનગર બેઠક ઉપરથી લડયા હતા. બન્ને બેઠક ઉપર વિજય થતા ગાંધીનગર બેઠક પર તેમણે રાજીનામું આપ્યુ હતું. જેમાં પેટા ઇલેક્શનમાં ફિલ્મ એક્ટર રાજેશ ખન્નાની હાર થઈ હતી અને સ્થાનિક ઉમેદવાર જીત્યા હતા. જ્યારે વર્ષ 1998થી ગાંધીનગર લોકસભા બેઠક પર ભાજપના એલ.કે.અડવાણી સાંસદ તરીકે ચૂંટાતા આવ્યા હતા. 2019માં ભાજપના દિગ્ગજ નેતા અમિતભાઈ શાહ ગાંધીનગરથી સાંસદ તરીકે ચૂંટાયા અને દેશના ગૃહમંત્રી બન્યા.

અમદાવાદના મતદારો નિર્ણાયક

ગાંધીનગર લોકસભા બેઠકનો ઈતિહાસ ઘણો રસપ્રદ રહ્યો છે. 1991થી આ બેઠક પર હંમેશા રાષ્ટ્રીય નેતા વર્સિસ સ્થાનિક નેતાનો જંગ જોવા મળે છે. બેઠકનું નામ ગાંધીનગર છે પણ સીમાંકનના આધારે મતદારો અમદાવાદના નિર્ણાયક બને છે.

ગાંધીનગરના સાંસદોની યાદી

વર્ષ વિજેતા પક્ષ
1967 સોમચંદ સોલંકી કોંગ્રેસ
1971 સોમચંદ સોલંકી કોંગ્રેસ
1977 પુરષોત્તમ માવલંકર જનતા પાર્ટી
1980 અમૃતભાઈ પટેલ કોંગ્રેસ
1984 જી.આઈ. પટેલ કોંગ્રેસ
1989 શંકરસિંહ વાઘેલા ભાજપ
1991 લાલકૃષ્ણ અડવાણી ભાજપ
1996 અટલ બિહારી વાજપેયી ભાજપ
1996 વિજયભાઈ પટેલ ભાજપ
1998 લાલકૃષ્ણ અડવાણી ભાજપ
1999 લાલકૃષ્ણ અડવાણી ભાજપ
2004 લાલકૃષ્ણ અડવાણી ભાજપ
2009 લાલકૃષ્ણ અડવાણી ભાજપ
2014 લાલકૃષ્ણ અડવાણી ભાજપ
2019 અમિતભાઈ શાહ ભાજપ

વિધાનસભા બેઠકનું ગણિત —

ગાંધીનગર લોકસભા બેઠકમાં ગાંધીનગર ઉત્તર, કલોલ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, નારણપુરા અને સાબરમતી વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. 2022ની ચૂંટણીમાં આ તમામ બેઠક પર ભાજપની જીત થઈ હતી.

બેઠક વિજેતા પક્ષ
ગાંધીનગર ઉત્તર રીટાબેન પટેલ ભાજપ
કલોલ લક્ષ્મણ ઠાકોર ભાજપ
સાણંદ કનુભાઈ પટેલ ભાજપ
ઘાટલોડિયા ભૂપેન્દ્રભાઈ પટેલ ભાજપ
વેજલપુર અમિત ઠાકર ભાજપ
નારણપુરા જીતુભાઈ પટેલ ભાજપ
સાબરમતી હર્ષદ પટેલ ભાજપ

વર્તમાન સાંસદની કામગીરીનું સરવૈયું —

2019ની લોકસભાની ચૂંટણીમાં ગાંધીનગર બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહનો 66.08 ટકા મત સાથે જીત થઈ હતી. જેમાં તેમને 8,94,624 મત મળ્યા હતા. આ બેઠક તેમને 5,57,014 મતના માર્જીનથી જીતી હતી.

ગૃહમંત્રી અમિતભાઈ શાહની ફંડ ફાળવણી (2019-2024)

કુલ ભંડોળઃ 17 કરોડ રૂપિયા
કેન્દ્ર સરકારે છૂટી કરેલી રકમઃ 9.50 કરોડ રૂપિયા
વ્યાજ સાથે વાપરવા યોગ્ય રકમઃ 9.68 કરોડ રૂપિયા
સાંસદ દ્વારા ભલામણઃ 7 કરોડ રૂપિયા
મંજૂર થયેલી રકમઃ 6.99 કરોડ રૂપિયા
ખર્ચાયેલી રકમઃ 6.14 કરોડ રૂપિયા
કેટલા ટકા ઉપયોગઃ 62.67 ટકા
વપરાયા વિનાની રકમઃ 3.54 કરોડ

ગ્રાન્ટ — ભલામણ કરેલાં કામ — પૂર્ણ થયેલાં કામ

વર્ષ 2019-20માં 2.50 કરોડની ગ્રાન્ટ સામે 4.51 કરોડનો ખર્ચ, કુલ 50 કામની ભલામણ તે પૈકી 42 કામ પૂર્ણ થયા
વર્ષ 2020-21માં 2.50 કરોડ ગ્રાન્ટ ફાળવણી, કોરોનાના કારણે કામગીરી શૂન્ય
વર્ષ 2021-22માં શૂન્ય ગ્રાન્ટ ફાળવણી સામે 1.44 કરોડનો ખર્ચ, કુલ 59 કામની ભલામણ તે પૈકી 39 પૂર્ણ
વર્ષ 2022-23માં 4.50 કરોડ ગ્રાન્ટની. અન્ય આંકડા ઉપલબ્ધ નથી
વર્ષ 2023-24માં ગ્રાન્ટ ફાળવણીના આંકડા ઉપલબ્ધ નથી

આ પણ વાંચો—–BARDOLI: ગુજરાત ફર્સ્ટની લાઇવ સ્ટુડીઓ વાન પહોંચી બારડોલી લોકસભા બેઠક પર

Whatsapp share
facebook twitter