- સહાયક મોટર વાહન નિરિક્ષક વર્ગ 3 ની 153 જગ્યા પર ભરતી જાહેર (Gandhinagar)
- નાયબ સેક્શન અધિકારી (કાયદા) 40 જગ્યાઓ પર ભરતી જાહેર
- ગાંધીનગર મહાનગરપાલિકાની 45 જગ્યાઓ પર ભરતી જાહેર
- GPSC દ્વારા ભરતીઓની જાહેરાત કરવામાં આવી
- ઉમેદવારો આવતીકાલથી ઓનલાઈન અરજી કરી શકાશે
Gandhinagar : સરકારી નોકરીની રાહ જોતા ઉમેદવારો માટે મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. જીપીએસસી (Gujarat Public Service Commission) દ્વારા અનેક પદો પર ભરતીઓની જાહેરાત કરવામાં આવી છે. સહાયક મોટર વાહન નિરિક્ષક વર્ગ 3 ની 153 જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવી છે. સાથે જ નાયબ સેક્શન અધિકારી (કાયદા) 40 જગ્યાઓ પર ભરતી જાહેર કરાઈ છે.
આ પણ વાંચો – Ahmedabad : ‘તલવારો લઈને ફરે, ફાયરિંગ કરે છે તેને તો અટકાવી શકતા નથી’ : High Court
જીપીએસસી દ્વારા જાહેર કરવામાં આવી ભરતીઓ
જીપીએસસી (GPSC) દ્વારા રાજ્યમાં વિવિધ વિભાગમાં અનેક ખાલી જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત મુજબ, સહાયક મોટર વાહન નિરિક્ષક વર્ગ 3 ની (Vehicle Inspector Class 3) 143 જગ્યા પર ભરતી જાહેર કરાઈ છે. જ્યારે નાયબ સેક્શન અધિકારી (કાયદા) 40 જગ્યાઓ પર ભરતી જાહેર કરાઈ છે. આ સાથે ગાંધીનગર (Gandhinagar) મહાનગરપાલિકામાં પણ 45 જગ્યાઓ પર ભરતી જાહેર કરાઈ છે.
આ પણ વાંચો – Ankleshwar : 5 હજાર કરોડનાં ડ્રગ્સ કેસ મામલે મુમતાઝ પટેલની પ્રતિક્રિયા, 5 આરોપીને કોર્ટમાં રજૂ કરાયા
– સહાયક મોટર વાહન નિરિક્ષક વર્ગ 3 ની 153 જગ્યા પર ભરતી જાહેર
– નાયબ સેક્શન અધિકારી (કાયદા) 40 જગ્યાઓ પર ભરતી જાહેર
– ગાંધીનગર મહાનગરપાલિકાની 45 જગ્યાઓ પર ભરતી જાહેર
– GPSC દ્વારા ભરતીઓની જાહેરાત કરવામાં આવી
– ઉમેદવારો આવતીકાલથી ઓનલાઈન અરજી કરી શકાશે@GPSC_OFFICIAL…— Gujarat First (@GujaratFirst) October 14, 2024
ઇચ્છુક ઉમેદવારો આવતીકાલથી ઓનલાઇન અરજી કરી શકશે
જીપીએસસી દ્વારા જાહેર કરાયેલ માહિતી મુજબ, આ ભરતીઓ માટે ઇચ્છુક ઉમેદવારો આવતીકાલથી ઓનલાઇન અરજી કરી શકશે. જીપીએસસની સત્તાવાર વેબસાઇટ પરથી ઉમેદવારો આ ભરતી અંગેની સમગ્ર માહિતી મેળવી શકશે. આથી, ઇચ્છુક ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની જરૂરી છે.
આ પણ વાંચો – Gandhinagar : કર્મચારીઓ પર સરકાર ઓળઘોળ! બોનસ સાથે લાંબી રજા!