Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

G 20 ડેલીગેટ્સે જૂનાગઢના સાસણ દેવળીયા સફારીપાર્કમાં કર્યા સિંહ દર્શન

07:06 PM May 19, 2023 | Vishal Dave

અહેવાલઃ સાગર ઠાકર, જૂનાગઢ 

જૂનાગઢના સાસણ દેવળીયા સફારીપાર્કમાં G 20 ડેલીગેટ્સે સિંહ દર્શન કર્યા, ગીરના સિંહોને નિહાળી G 20ના મહેમાનો રોમાંચિત જોવા મળ્યા હતા. G 20 દેશોના ૩૫ વિદેશી પ્રતિનિધિઓ ગીરના સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વૈભવથી પરિચિત થયા.ભારત સરકારના સાયન્સ અને ટેકનોલોજી વિભાગના ઉચ્ચ અધિકારીઓએ પણ સિંહ દર્શન કર્યા. જીલ્લા વહીવટી તંત્ર અને વન વિભાગે મહેમાનોનું સુતરની આટી પહેરાવી અને પુષ્પ આપી સ્વાગત કર્યું.

G 20ના ડેલીગેટ્સે એશિયાઈ સિંહોના એકમાત્ર નિવાસ સ્થાન એવા ગીર ખાતેના દેવળીયા સફારી પાર્કમાં પ્રકૃતિના ખોળે વિહરતા સિંહો સહિતના વન્ય પ્રાણીઓ અને પ્રાકૃતિક વૈભવ નિહાળી અભીભૂત થયા હતા સાથે જ તેઓ ગીરના સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વૈભવથી પણ પરિચિત થયા હતા. દીવ ખાતે સાયન્સ ૨૦ અંતર્ગત સાયન્ટિફિક ચેલેન્જર્સ એન્ડ ઓર્પ્ચુનીટી ટુવાર્ડસ અચીવીંગ અ સસ્ટેનેબલ બ્લુ ઈકોનોમી બેઠકમાં સહભાગી થઈને ખાસ બસના માધ્યમથી દેવળીયા સફારી પાર્ક ખાતે પધારેલા G 20ના ૭૫ લોકોના ડેલિગેટ્સમાં ટેકનો ક્રેટ, વૈજ્ઞાનિક, એન્જીનિયર અને ભારત સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ થાય છે. જેમાંથી G 20 દેશોના 35 પ્રતિનિધિઓ એ પણ સિંહ દર્શન કર્યા હતા.

G 20 ડેલીગેટ્સ એ દેવળીયા સફારી પાર્કના પ્રવાસ દરમિયાન સિંહ, દીપડા, સાબર, હરણ સહિતના વન્ય પ્રાણીઓને નજીકના અંતરેથી નિહાળવાની રોમાંચ અનુભવ્યો હતો, વન વિભાગના ગાઈડ દ્વારા એશિયાટિક લાયનના એકમાત્ર વસવાટ એવા ગીર નેશનલ પાર્ક અને અભયારણ્યની વિશેષતાઓથી અવગત કરાવ્યા હતા સાથે જ સિંહ તેમજ અન્ય જીવોની લાક્ષણિકતાઓ વિશે પણ જાણકારી આપી હતી.

G 20 ના ડેલિગેટ્સ આગમનને લઈને કલેકટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં નાયબ વન સંરક્ષક મોહન રામ, નિવાસી અધિક કલેકટર પી.જી. પટેલ, પ્રાંત અધિકારી નિશાબા ચુડાસમા સહિતના અધિકારીઓએ જરૂરી વ્યવસ્થા સાથે મહેમાનોનું સ્વાગત કર્યું હતું.