Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Temperature : આજથી લોકોને મળશે આ રાહત…!

07:47 AM May 29, 2024 | Vipul Pandya

Temperature : રાજ્યમાં આજથી લોકોને ગરમીમાં થોડી ઘણી રાહત મળી શકે છે. હવામાન વિભાગની આગાહી મુદબ આજથી રાજ્યમાં તાપમાન (Temperature) માં 1થી 2 જિગ્રી સુધીનો ઘટાડો થશે. રાજ્યમાં ભારે પવન ફૂંકાઇ શકે છે. પવનની દિશા બદલાતા ગરમીથી રાહત મળી શકે છે.

રાત્રે પણ તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહેતું હતું

રાજ્યમાં છેલ્લા 10 દિવસથી અસહ્ય ગરમીએ હાહાકાર મચાવ્યો હતો. દિવસે જાણે અગનગોળા વરસતાંહ હોય તેવો અનુભવ થતો હતો. રાત્રે પણ તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહેતું હતું જેથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. લૂ અને હીટ સ્ટ્રોકના કારણે ઘણા લોકોના મોત પણ થયા હતા.

આજથી તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો ઘટાડો થઇ શકે

જો કે હવે રાહતના સમાચાર મળી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજહ રાજ્યમાં આજથી તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો ઘટાડો થઇ શકે છે. જેથી લોકોને ગરમીથી આંશિક રાહત મળી શકે છે. દરિયાઈ વિસ્તારોમાં હોટ એન્ડ હ્યુમિડ કન્ડિશન રહેશે સાથે રાજ્યમાં પવનની ગતિ ખૂબ વધુ રહેશે. પવનની દિશા બદલાતાં ગરમીની અસર ઓછી થઇ રહી છે.

અમદાવાદ 44.1 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર

બીજી તરફ મંગળવારે અમદાવાદ 44.1 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. કાળઝાળ ગરમીના કારણે વડોદરામાં હીટવેવને કારણે બે લોકોના થયા મોત થયા હતા.

મંગળવારે નોંધાયેલું તાપમાન

  • અમદાવામાં 44.1 ડિગ્રી તાપમાન
  • ભાવનગરમાં 43.6 ડિગ્રી તાપમાન
  • ગાંધીનગરમાં 43.4 ડિગ્રી તાપમાન
  • રાજકોટમાં 43 ડિગ્રી તાપમાન
  • વલ્લભ વિદ્યાનગરમાં 42.3 ડિગ્રી તાપમાન
  • સુરેન્દ્રનગરમાં 42 ડિગ્રી તાપમાન
  • ડીસામાં 41.8 ડિગ્રી તાપમાન
  • કંડલામાં 41.7 ડિગ્રી તાપમાન
  • અમરેલીમાં 40.8 ડિગ્રી તાપમાન
  • વડોદરામાં 40.6 ડિગ્રી તાપમાન
  • ભુજમાં 39.4 ડિગ્રી તાપમાન
  • મહુવામાં 36.8 ડિગ્રી તાપમાન
  • કેશોદમાં 36 ડિગ્રી તાપમાન
  • પોરબંદરમાં 35.5 ડિગ્રી તાપમાન
  • વલસાડમાં 35.4 ડિગ્રી તાપમાન
  • નલિયામાં 35.2 ડિગ્રી તાપમાન
  • સુરતમાં 34.1 ડિગ્રી તાપમાન
  • દ્વારકામાં 32.8 ડિગ્રી તાપમાન

આ પણ વાંચો—- Weather Forecast : અંગ દઝાડતી ગરમીથી મળશે રાહત! હવામાન વિભાગે કરી આગાહી