હું શરૂ કરું તે પહેલાં ચાલો આપણે Paris Olympic 2024 માં આપણા દેશનું પ્રતિનિધિત્વ કરનારા Indian Athletes ને અભિનંદન આપીએ. રેકોર્ડ્સ અને મેડલ ઉપરાંત હું તેમના સંયમ, સમર્પણ અને સખત મહેનતની વાતોથી પ્રેરિત થયો છું. તેઓ India ની અદમ્ય ભાવનાને મૂર્તિમંત કરે છે. એક ભાવના જે તમામ અવરોધો સામે ઊભી રહે છે અને પડતું મૂકવાનો ઇનકાર કરે છે. કોર્પોરેટ તરીકે, નાગરિકો તરીકે અને માતા-પિતા તરીકે – આપણે બધાએ India ની આ યુવા ભાવનાની સુરક્ષા, પ્રોત્સાહન પૂરું પાડવા અને તેના સશક્તિકરણમાં આપણી ભૂમિકા ભજવવી જોઈએ.
દરેક બાળકને શિક્ષણના અધિકાર સાથે રમતગમતનો અધિકાર પણ મળે
India ને ખરા અર્થમાં ગ્લોબલ સ્પોર્ટિંગ પાવરહાઉસ બનાવવાનું અમારું સ્પષ્ટ લક્ષ્ય છે. આ ધ્યેયની પ્રાપ્તિમાં અમારું ધ્યાન એક મજબૂત સ્પોર્ટિંગ ઇકોસિસ્ટમ તૈયાર કરવા પર છે જે અમારા રમતવીરોને તળિયાના સ્તરેથી લઈને ઉચ્ચ સ્તરે ગૌરવ પ્રાપ્ત કરવા માટે મદદ પૂરી પાડે છે. આપણે આપણા બાળકોને નાનપણથી જ તાલીમ આપવાનું શરૂ કરીએ તે જરૂરી છે. અમને એ સુનિશ્ચિત કરવા માટે એક અભિયાનની જરૂર જણાય છે કે આપણા દેશના દરેક બાળકને શિક્ષણના અધિકાર સાથે રમતગમતનો અધિકાર પણ મળે.
#WATCH | Addressing the shareholders during the 47th Annual General Meeting, Founder & Chairperson of Reliance Foundation, Nita Ambani says “Reliance Foundation is also a proud founding member of LiftEd, a multi-partner consortium that aims to strengthen foundational learning for… pic.twitter.com/ezxpTO2hZT
— ANI (@ANI) August 29, 2024
મારા પુત્ર આકાશની આગેવાની હેઠળ અમારો શિક્ષણ અને રમતગમતનો કાર્યક્રમ અત્યાર સુધીમાં સમગ્ર India માં વિવિધ રમતોમાં લગભગ 23મિલિયન યુવાનો સુધી પહોંચ્યો છે. ગયા વર્ષે અમે India માં ઓલિમ્પિક્સ લાવવાના અમારા સહિયારા સ્વપ્નને સાકાર કરવાની દિશામાં નોંધપાત્ર પ્રગતિ કરી હતી. ઑક્ટોબર 2023 માં અમે મુંબઈમાં 141 મું આઇઓસી સેશન સફળતાપૂર્વક આયોજિત કર્યું હતું, અને તે 40 વર્ષના સમયગાળા બાદ India માં Olympic મૂમેન્ટને પાછી લાવવાની કવાયતને ઉજાગર કરે છે. આ ઐતિહાસિક સત્રમાં આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2030 યુથ ઓલિમ્પિક અને 2036 Summer Olympicsની યજમાની કરવાની India ની મહત્વાકાંક્ષા જાહેર કરી હતી.
આ ઉપરાંત આ સત્રમાં એક સીમાચિહ્નરૂપ નિર્ણયમાં ક્રિકેટનો લોસ એન્જલસમાં 2028 સમર ગેમ્સ માટે ઓલિમ્પિક રમત તરીકે સમાવેશ કરવામાં આવ્યો હતો. ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના સભ્ય તરીકે હું એ જણાવતા નમ્રતા અનુભવું છું કે અમે India ની ઓલિમ્પિક અપેક્ષાઓને પરિપૂર્ણ કરવા માટે અમારા તરફથી પ્રથમ પગલાં ભર્યા છે. આ વર્ષે Paris Olympic માં રિલાયન્સ ફાઉન્ડેશને Indian ઓલિમ્પિક એસોસીએશન સાથે ભાગીદારીમાં ઓલિમ્પિકમાં પ્રથમવાર ઈન્ડિયા હાઉસનું આયોજન કર્યું હતું. ઈન્ડિયા હાઉસ એક એવી જગ્યા બની ગઈ જ્યાં અમે અમારા રમતવીરોનું સન્માન કર્યું, અમારી સંસ્કૃતિની ઉજવણી કરી અને વિશ્વનું India માં સ્વાગત કર્યું હતું. તે અમારા રમતવીરો અને આપણા ચાહકો માટે ઘરથી દૂર એક ઘર હતું, તેણે India ની કળા અને વારસો, પરંપરા અને ટેકનોલોજી, પ્રતિભા અને અપેક્ષાઓની રજૂઆત કરી હતી.
બાળકો સાથે કામ કરવું એ મારા જીવનનો સૌથી સમૃદ્ધ અનુભવ બની રહ્યો છે
એ યાદગાર 16દિવસોમાં ઇન્ડિયા હાઉસે 40,000થી વધુ મુલાકાતીઓનું સ્વાગત કર્યું, જેમાંથી લગભગ અડધા આંતરરાષ્ટ્રીય મહેમાનો હતા. ફ્રાન્સ ટેલિવિઝન પત્રકારે અહેવાલ આપ્યો કે જો કન્ટ્રી હાઉસ એક કેટેગરી હોત તો ઇન્ડિયા હાઉસ ગોલ્ડ જીત્યું હોત. શિક્ષણ અને રમતગમત રાષ્ટ્રના ભાવિને ઘડવામાં સાથે સાથે આવે છે. હું હૃદયથી શિક્ષક છું અને બાળકો સાથે કામ કરવું એ મારા જીવનનો સૌથી સમૃદ્ધ અનુભવ બની રહ્યો છે. મારી પુત્રી ઈશાને એ રસ્તો અનુસરીને અને શિક્ષણના ક્ષેત્રમાં તેનો હેતુ શોધતી જોતાં હું લાગણીશીલ થઈ ગઈ છું અને તેનો આનંદ થયો. તે India માં શિક્ષણના પરિદૃશ્યને પુનઃવ્યાખ્યાયિત કરી રહી છે. આ વર્ષે તેણે પ્રાથમિક અને અર્લી યર્સ એજ્યુકેશન માટે બે નવી સીમાચિન્હરૂપ સંસ્થાઓ શરૂ કરી છે – નીતા મુકેશ અંબાણી જુનિયર સ્કૂલ અને નીતા મુકેશ અંબાણી અર્લી યર કેમ્પસ.
અમારું વિઝન Indian હૃદય અને આત્મા સાથે આંતરરાષ્ટ્રીય શાળાઓ સ્થાપવાનું છે. આ વિઝનને વાસ્તવિક બનાવવા માટે રિલાયન્સ ફાઉન્ડેશન ટૂંક સમયમાં શરૂ થનારા અમારા સ્કૂલ લીડરશિપ એન્ડ એડમિનિસ્ટ્રેશન પ્રોગ્રામ સાથે અમારી ફ્લેગશિપ ટીચર ટ્રેનિંગ પહેલને રજૂ કરવામાં ગર્વ છે. અમારી શાળાઓ ઉપરાંત મને એ જણાવતા આનંદ થાય છે કે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા અમારું લક્ષ્ય સમગ્ર India માં વંચિત સમુદાયોના 10મિલિયનથી વધુ બાળકો માટે વિશ્વ કક્ષાની પ્રારંભિક બાળપણ સંભાળ અને શિક્ષણ પૂરું પાડવાનું છે. મુકેશ અને હું અમારા જીવનકાળમાં આપણા દેશના શાળાએ જતા 250મિલિયન બાળકો માટે ગુણવત્તાયુક્ત શિક્ષણને સક્ષમ બનાવવાના મિશન પર છીએ. વિશ્વમાં આજે યુવાનોની સૌથી વધુ સંખ્યા India માં છે, આપણી 50ટકાથી વધુ વસ્તી 30વર્ષથી ઓછી વયની છે. અમે આ પેઢીને એક નવા, પુનરુત્થાન પામેલા અને અણનમ India – સાચા અર્થમાં વિકસિત India નું પ્રેરક બળ બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ.
India 4000 થી વધુ પરંપરાગત કળા અને હસ્તકળા તથા 70 લાખથી વધુ કારીગરોનું ઘર છે
સ્વદેશ એ India ના વૈવિધ્યસભર સાંસ્કૃતિક વિરાસત અને સમૃદ્ધ કળાત્મક વારસાને અમારી શ્રદ્ધાંજલિ છે – આપણા દેશની વર્ષો જૂની કળા અને હસ્તકળાને જાળવવા અને પ્રોત્સાહન આપવાનો સામૂહિક પ્રયાસ છે. India 4000 થી વધુ પરંપરાગત કળા અને હસ્તકળા તથા 70 લાખથી વધુ કારીગરોનું ઘર છે. તેઓ ખરેખર આપણા દેશનું ગૌરવ છે. અને તેમ છતાં કમનસીબે તેઓ મદદ, તકો અને આજીવિકાના અભાવને કારણે તેમાંના ઘણાએ તેમનો ગૌરવપૂર્ણ વારસો અને વિરાસત છોડી દીધા છે. આ માટે જ સ્વદેશની કલ્પના કરવામાં આવી હતી-અમારા પ્રતિભાશાળી કારીગરોને તેમની કુશળતા અને કારીગરી Indian અને આંતરરાષ્ટ્રીય બંને સ્તરે વધતા જતા પ્રેક્ષકો સમક્ષ રજૂ કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવા માટે.
અમારી કામગીરીનો અન્ય મુખ્ય ભાગ આપદા નિવારણમાં છે. અમારા માટે, કુદરતી આફતો અને હોનારતોના સમયમાં લોકોની મદદ કરવી એ અમારી મુખ્ય ફરજ છે.તાજેતરમાં જ, વાયનાડમાં ભૂસ્ખલન કરૂણાંતિકા બાદ, રિલાયન્સ ફાઉન્ડેશનના સ્વયંસેવીઓ દોડી ગયા હતા અને રાહત તથા પુનર્વસનની કામગીરીમાં જોડાયા હતા. અમારી જમીન પરની ટીમોએ ત્વરિત જવાબ અને બચાવ કામગીરીમાં સાથ આપ્યો હતો, તેમજ જિલ્લાના લોકોની લાંબા-ગાળાની જરૂરિયાતો પૂરી કરવામાં મદદરૂપ થયા હતા, જેમકે:
• ખોરા,પાણી તથા આવશ્યક સુવિધા પૂરી પાડવી
• સેનિટેશન તથા સ્વચ્છતાની જાળવણી
• સાતત્યપૂર્ણ આજીવિકા માટે તાલીમ આપવી
• શિક્ષણ માટે સહાયતા પૂરી પાડવી
• રિલાયન્સ જિયો દ્વારા આધારભૂત ડિજિટલ કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવી
ઉચ્ચ-ગુણવત્તાશીલ આરોગ્યલક્ષી સુવિધાઓ પૂરી પાડવા કટિબદ્ધ છીએ
તાલીમબદ્ધ કાઉન્સેલર્સ દ્વારા માનસિક-સામાજિક સહાયતા તેમજ સામુદાયિક ઉપચાર પૂરા પાડવા,ખાસકરીને બાળકો અને યુવા વર્ગને કારણ કે તેઓ ધીરેધીરે પોતાના જીવનનું પુનઃનિર્માણ કરે છે. આ વર્ષે આપણી સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલને દસ વર્ષ પૂરા થાય છે. ખાસકરીને બાળકો માટે આપણી હોસ્પિટલમાં મળતા અત્યાધુનિક ઈલાજે મને લાગણીવશ કરી દીધી છે. ગત વર્ષે આ હોસ્પિટલમાં કુલ 10 લાખ દર્દીઓના ઈલાજ થયા હતા, જેમાંથી 10,000 બાળકો હતા. અમે આગળ તરફ જોઈ રહ્યા છીએ ત્યારે અમે વધારાની ક્ષમતાનું નિર્માણ કરીને, તેમજ નવતર પ્રયોગો, એઆઈ અને વિશ્વ-સ્તરીય મેડિકલ પ્રોફેશનલ્સનો ઉપયોગ કરીને દરેક Indian ને પોષાય તેવા દરે અને ઉચ્ચ-ગુણવત્તાશીલ આરોગ્યલક્ષી સુવિધાઓ પૂરી પાડવા કટિબદ્ધ છીએ.
1 મિલિયન પશુ-પક્ષીઓના જીવન પર સારી અસર પડી છે
અનંતના ઉત્સાહપૂર્ણ અને સમર્પિત નેતૃત્ત્વમાં, અમે વનતારા નામનું આશાનું અભયારણ્ય તેમજ દરેક પ્રાણીઓ માટેનું સેવાલય સ્થાપ્યું છે. જામનગર સ્થિત, વનતારા એ ઘવાયેલા, તરછોડાયેલા, શોષિત, અને India ના જ નહીં પરંતુ વિશ્વભરના નામશેષ થઈ રહેલા પ્રાણીઓ માટેનું ઝૂઓલોજિકલ રિસર્ચ, રેસ્ક્યુ, એન્ડ રિહેબિલિટેશન સેન્ટર છે. આશરે 3,500 એકરથી પણ વધુ વિસ્તારમાં ફેલાયેલું વનતારા એ 2,000 કરતા વધુ પ્રાણીઓનું ઘર છે અને તેનાથી 1 મિલિયન પશુ-પક્ષીઓના જીવન પર સારી અસર પડી છે. વનતારામાં એશિયાની સૌથી મોટી વન્યજીવ પ્રાણી હોસ્પિટલ પણ ચાલે છે,જ્યાં અત્યાધુનિક સાધનો, 50 કરતા વધુ ખાસ તૈયાર કરાયેલી પશુ એમ્બુલન્સ તથા સઘન તબીબી સુવિધાઓ ઉપલબ્ધ છે.
આ પણ વાંચો: Jio Home IoT Solutions તમારા ઘરને વધુ આધુનિક-બુદ્ધિશાળી બનાવશે