+

મફતમાં કરાવો તમારું Aadhaar Card Update, 14 જૂન સુધી ઉપલબ્ધ છે સેવા

Aadhaar Card Update: ભારતમાં અત્યારે આધાર કાર્ડને સૌથી વધારે જરૂરી દસ્તાવેજ ગણવામાં આવે છે. જેમાં યોગ્ય સમયે સુધારા વધારા પર કરાવવા જરૂરી હોય છે. અત્યારે વાત કરવામાં આવે તો ભારતમાં…

Aadhaar Card Update: ભારતમાં અત્યારે આધાર કાર્ડને સૌથી વધારે જરૂરી દસ્તાવેજ ગણવામાં આવે છે. જેમાં યોગ્ય સમયે સુધારા વધારા પર કરાવવા જરૂરી હોય છે. અત્યારે વાત કરવામાં આવે તો ભારતમાં આધાર કાર્ડ સુધારવા માટે સરકારે 14 માર્ચ સુધીનો સમય આપ્યો હતો. આ દરમિયાન ભારતનો કોઈ પણ નાગરિક પોતાનું આધાર કાર્ડ કોઈ પણ પ્રકારનો ચાર્જ આપ્યા વિના જ કરાવી શકે છે. અત્યારે કેન્દ્ર સરકારે મફતમાં આધાર કાર્ય સુધારવા (Aadhaar Update Deadline)ની તારીખ લંબાવી છે. પહેલા જે 14 માર્ચ સુધીની તારીખ નક્કી કરવામાં આવી હતી, તેને લંબાવીને જૂન સુધી વધારી દેવામાં આવી છે.

મફતમાં કરાવો આધાર અપડેટ

ઉલ્લેખનીય છે કે, આ ત્રણ મહિનાઓ સુધીમાં તમે મફતમાં તમારૂ આધાર કાર્ડ સુધરાવી શકો છો. તેના પછી જો તમે કોઈ સુધારો કરાવવા માટે જાઓ છો તો તમારે પૈસા આપવા પડશે. પરંતુ જૂન સુધી સુધારો કરાવવા માટે કોઈ પ્રકારનો ચાર્જ આપવો નહીં પડે. પરંતુ મહત્વની વાત એ છે કે, આ સુધારો માત્ર એ લોકો જ કરાવી શકે છે જે દસ વર્ષ પહેલા પોતાનું આધાર કાર્ડ બનાવ્યું હતું, અને તેના પર કોઈ પણ પ્રકારનું અપડેટ જ નથી કરાવ્યું. આ લોકો જો પોતાનું આધાર કાર્ડ મફતમાં જ સુધરાવી શકે છે.

જાણો ક્યા સુધી આ સેવાનો લાભ લઈ શકાશે?

આ બાબતે સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરીને UIDAIએ વિગતો આપી છે. આ સાથે UIDAI એ લખ્યું કે, ‘ઓનલાઈન આધાર કાર્ડ સુધારાની તારીખ 14 જૂન 2024 સુઘી લંબાવી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, તેના કારણે કરોડો લોકો પોતાના આધાર કાર્ડમાં સુધારો કરાવી શકે છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આ સુવિધા અત્યારે myAadhaar પોર્ટલ પર ઉપલબ્ધ છે. એટલું જ નહીં UIDAI આના માટે લોકોને પ્રોત્સાહન આપ આપી રહી છે.

આ રીતે કરાવો મફતમાં તમારુ આધાર અપડેટ

  • સૌથી પહેલા UIDAI ની સત્તાવાર વેબસાઇટ https://uidai.gov.in/ પર લોગ-ઈન કરો.
  • અહીં હોમપેજ પર માય આધાર પર ક્લિક કરો
  • આધાર નંબર અને રજિસ્ટર મોબાઈલ નંબર મળેલા ઓટીપીનો ઉપયોગ કરીને લોગ-ઈન કરો
  • ત્યાર બાદ તેમાં પોતાના વિગતો તપાસ કરો અને જો તમારી વિગતો સાચી હોય તો ‘હા’ પર ક્લિક કરો
  • જો ડેમોગ્રાફિક માહિતી ખોટી જણાય, તો ડ્રોપ-ડાઉન મેનૂમાંથી ઓળખ દસ્તાવેજ પસંદ કરો અને દસ્તાવેજ અપલોડ કરો
  • આ દસ્તાવેજો JPEG, PNG અને PDF રૂપે અપલોડ કરી શકાશે

આ પણ વાંચો: Digital Strike : સરકારે ફરી ડિજિટલ સ્ટ્રાઈક શરૂ કરી, 18 OTT એપ્સ સહિત 19 વેબસાઈટ પર પ્રતિબંધ…

આ પણ વાંચો: Election 2024: AIનો દુરુપયોગ કરનારાઓની હવે ખેર નહીં, ગૂગલે બનાવ્યો આ પ્લાન

આ પણ વાંચો: હવે Instagram માં આવી ગયા છે આ 4 શાનદાર Features

Whatsapp share
facebook twitter