+

સિનિયર સિટિઝન પાસેથી વીમા પોલિસીના બહાને છેતરપિંડી, ગઠિયાએ અલગ-અલગ ચાર્જના નામે પડાવ્યા રૂ.8 લાખ

અમદાવાદમાં રહેતા એક સિનિયર સિટિઝન સાથે લાખોની ઠગાઈ કરવામાં આવી છે. વીમા પોલિસીના બહાને એક ગઠિયાએ સિનિયર સિટિઝનને રૂ. 8 લાખનો ચૂનો ચોપડ્યો છે. છેતરપિંડી થતા સિનિયર સિટિઝને આરોપી સામે ફરિયાદ નોંધાવી છે.અમદાવાદના બોપલમાં રહેતા 64 વર્ષીય સુરેશભાઈ ભાવસાર નિવૃત જીવન ગુજારે છે. સુરેશભાઈને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. જેમાં ફોન કરનાર વ્યક્તિએ તેમની વીમા પોલિસી પુરી ગઈ છે. અને તેમાà
અમદાવાદમાં રહેતા એક સિનિયર સિટિઝન સાથે લાખોની ઠગાઈ કરવામાં આવી છે. વીમા પોલિસીના બહાને એક ગઠિયાએ સિનિયર સિટિઝનને રૂ. 8 લાખનો ચૂનો ચોપડ્યો છે. છેતરપિંડી થતા સિનિયર સિટિઝને આરોપી સામે ફરિયાદ નોંધાવી છે.
અમદાવાદના બોપલમાં રહેતા 64 વર્ષીય સુરેશભાઈ ભાવસાર નિવૃત જીવન ગુજારે છે. સુરેશભાઈને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. જેમાં ફોન કરનાર વ્યક્તિએ તેમની વીમા પોલિસી પુરી ગઈ છે. અને તેમાં પેંશનના 9 લાખ રૂપિયા મળવાપાત્ર છે તેવી લોભામણી લાલચ આપી હતી.
ત્યારબાદ એક ફેક આઈકાર્ડનો ફોટો મોકલી સુરેશભાઈને વિશ્વાસમાં લીધા હતા. બાદમાં 9 લાખ મેળવવા અલગઅલગ ચાર્જ ભરવા પડશે તેમ કહી રૂ.8 લાખ પડાવી લીધા. જો કે સુરેશભાઈને પેંશનના કોઈ રૂપિયા ન મળતા તેમની સાથે છેતરપિંડી થઈ હોવાનું ધ્યાને આવતા સાયબર પોલીસ સ્ટેશન અમદાવાદ ગ્રામ્યમાં ફરિયાદ નોંધાવી છે.
Whatsapp share
facebook twitter