Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફની હાલત ગંભીર

05:53 AM Apr 18, 2023 | Vipul Pandya

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ ઘણા સમયથી બીમાર છે. ડોક્ટરોએ તેમને વેન્ટિલેટર પર રાખ્યા છે. તેમની ગંભીર સ્થિતી જોતાં તેમના પરિવારના સભ્યો દુબઈ જવા રવાના થઈ ગયા છે.
શુક્રવારે તેમના નિધનની અફવા ફેલાઇ હતી. ત્યારબાદ  મુશર્રફના રાજકીય પક્ષ ઓલ પાકિસ્તાન મુસ્લિમ લીગના પ્રવક્તાએ એક પ્રેસ રિલીઝ દ્વારા માહિતી આપી છે કે તેમના વિશે ફેક ન્યૂઝ ન ચલાવવા જોઈએ.
 જો કે પરવેઝ મુશર્રફ ના ટ્વિટર પરથી તેમના પરિવારે માહિતી આપી હતી તે તેમને વેન્ટિલેટર પર રખાયા નથી. તેઓ છેલ્લા 3 અઠવાડિયાથી એમાયલોઇડોસિસની જટિલતાને કારણે હોસ્પિટલમાં દાખલ છે. તે એક મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે જ્યાં તેના માટે હવે સામાન્ય રહેવું શક્ય નથી. તેના અંગોને નુકસાન થઈ રહ્યું છે. તેમના રોજિંદા જીવનમાં સરળતા માટે પ્રાર્થના કરો.

ઉલ્લેખનિય છે કે 78 વર્ષીય મુશર્રફે 2001 થી 2008 સુધી પાકિસ્તાનમાં શાસન કર્યું હતું. હાલમાં મુશર્રફ માર્ચ 2016થી દુબઈમાં રહે છે. તે કેન્સરની બિમારીથી પીડિત છે.
તેમને કારગીલ યુદ્ધ માટે જવાબદાર ગણવામાં આવે છે. મુશર્રફ 2001 થી 2008 સુધી પાકિસ્તાનના રાષ્ટ્રપતિ હતા. આ પહેલા તેઓ આર્મી ચીફ પણ હતા. ભારત અને પાકિસ્તાન વચ્ચેના કારગિલ યુદ્ધ માટે મુશર્રફને સીધા જ જવાબદાર ગણવામાં આવે છે. મુશર્રફ એ જ  વડાપ્રધાન નવાઝ શરીફને હટાવ્યા હતા.