+

છેલ્લા 3 વર્ષથી વેલ્ડીંગનું કામ કર્મચારીઓ પાસેથી કરાવવામાં આવતું હતું : સાગર બગડા

TRP Game Zone Fire: તાજેતરમાં Rajkot ના કાલાવડ રોડ પર આવેલા TRP Game Zone માં થયેલા અગ્નિકાંડને લઈ ગુજરાત સહિત દેશના દરેક લોકોના હ્રદય થંભી ગયા છે. આ ઘટનામાં માસૂમ…

TRP Game Zone Fire: તાજેતરમાં Rajkot ના કાલાવડ રોડ પર આવેલા TRP Game Zone માં થયેલા અગ્નિકાંડને લઈ ગુજરાત સહિત દેશના દરેક લોકોના હ્રદય થંભી ગયા છે. આ ઘટનામાં માસૂમ બાળકો, મહિલાઓ, TRP Game Zone ના કર્મચારી અને યુવાનો વિકરાળમાં હોમાયા છે. આ ઘટનામાં આશરે 33 લોકોના મોતનો આંકડો સામે આવ્યો છે. ત્યારે Rajkot Civil Hospital ની અંદર લાશોની લાઈનો જોવા મળી રહી છે. તે ઉપરાંત આશરે 30 જેટલા લોકો પોતાના સ્વજનોને હજુ પણ ઘટનાસ્થળ અને Rajkot Civil Hospital પર શોધી રહ્યા છે.

  • TRP Game Zone ના પૂર્વ કર્મચારીએ કર્યો મોટો ખુલાસો

  • સાગર બગડાનો ભાઈ અલ્પેશ હજુ પણ લાપતા

  • છેલ્લા 3 વર્ષથી કામ ચાલતું હતું

ત્યારે આ ઘટનાને લઈને એક મોટો ઘટસ્ફોટ જોવા મળ્યો છે. TRP Game Zone ની અંદર સાગર બગડા નામનો વ્યક્તિ અગાઉ 7 થી 8 મહિના માટે આ TRP Game Zone ની અંદક કામ કરી ચૂક્યો છે. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા 3 વર્ષથી મહિનાઓથી TRP Game Zone ની અંદર Welding નું કામ શરૂ કરવામાં આવેલું છે. તે ઉપરાંત Welding નું કામ કરવા માટે સંચાલકો કોઈ Welding કરવા માટે બહારથી કામદારોને બોલવવામાં આવતા નથી. પરંતુ મારી જેવા કર્મચારીઓને આ Welding નું કામ શીખવાડવામાં આવે છે, અને તેની પાસે કરવવામાં આવે છે. તે ઉપરાંત Welding નું કામ જ્યા ચાલે છે, તેની બાજુમાં જ પેટ્રોલ રાખવામાં આવેલું હોય છે. કેટલીવાર પેટ્રોલ ખુલ્લું પણ મૂકરવામાં આવેલું હોય છે. તો જ્યારથી TRP Game Zone બન્યું ત્યારથી જ કોઈ પણ પ્રકારની Fire Safety રાખવામાં આવેલી ન હતી.

આ પણ વાંચો: આગ કાબૂમાં આગી શકે તેમ હતી, પરંતુ સ્ટાફ ઘટના સ્થળ પરથી ભાગી ગયો: દેવિકાબા જાડેજા

મારો ભાઈ અલ્પેશ બગડા લાપતા છે

તેમણે વધુમાં જણાવ્યું કે, મેં ઘણા સમય પહેલા TRP Game Zone ની નોકરી છોડી હતી. પણ મારો ભાઈ અલ્પેશ બગડા હજુ પણ ત્યાં કામ કરતો હતો. તે ઉપરાંત મારા અનેક મિત્રો પણ TRP Game Zone ની અંદર કામ કરતા હતા. જે પૈકી મારા તમામ મિત્રો સલામત રીતે આ ઘટનામાં બચી ગયા છે. પરંતુ મારો ભાઈ અલ્પેશ બગડા હજુ પણ લાપતા છે. મેં સ્ટાફના તમામ લોકોને ફોન કરીને તેના વિશે માહિતી મેળવવાની કોશિશ કરી, પરંતુ દરેક લોકોના ફોન બંધ આવે છે. તો મને જાણ થઈ કે અનેક કર્મચારીઓને આરોપી તરીકે ક્રાઈમ બ્રાન્ચ પોતાની સાથે લઈ ગઈ છે. તો મેં ક્રાઈમ બ્રાન્ચમાં ફોન કર્યો હતો, ત્યાં પણ મને કહેવામાં આવ્યુ કે અલ્પેશ બગડા નામનો કોઈ વ્યક્તિ અહીંયા નથી.

આ પણ વાંચો: 31 પરિવારજનોના ચિરાગ ક્યાં ગયા, આગમાં હોમાયા કે જમીન ગળી ગઈ?

TRP Game Zone માં આવવાનો સમય નક્કી પરંતુ જવાનો નહીં

તેમણે વધુમા જણાવ્યું કે, TRP Game Zone ની અંદર કર્મચારી માટે આવવાનો ટાઈમ નક્કી હોય છે. પણ ઘરે પરત ફરવાનો ટાઈમ નક્કી નથી હોતો. સવારે આવેલા કર્મચારીઓ રાત્રે અનેકવાર 2 થી 3 વાગ્યે ઘરે જતા હોય છે. તો TRP Game Zone ના સત્તાધીશોએ આ ઘટના બનતાની સાથે જ અનેક પુરાવો ગાયબ કરી નાખ્યા છે. TRP Game Zone સાથે Rajkot નું વહીવટી તંત્ર પહેલાથી સંકળાયેલું છે. TRP Game Zone ની અંદર કોઈપણ પ્રકારની આકસ્મિક સુવિધા સામે લડવા માટે સાધનો ન હોવા છતાં તેને પરવાનગી આપી હતી.

આ પણ વાંચો: Surat And Rajkot Fire Accident: ક્યારેક ભણતા બાળકો, તો ક્યારેક રમતા બાળકો માનવસર્જિત આગમાં હોમાય છે

Whatsapp share
facebook twitter