Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Gujarat Forecast: 3 કલાક સુધી આકાશી ખતરો, ભારે વરસાદની આગાહી

02:18 PM Sep 26, 2024 |
  • ગુજરાતમાં સાંજે 4 વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી
  • હવામાન વિભાગની આગામી ત્રણ કલાક માટે આગાહી
  • ભાવનગરમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ
  • બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણાં ઓરેન્જ એલર્ટ
  • ગાંધીનગર, અમદાવાદમાં પણ ઓરેન્જ એલર્ટ
  • ગીરસોમનાથ, અમરેલી, બોટાદમાં પણ ઓરેન્જ એલર્ટ
  • ભરૂચ, સુરત, નર્મદામાં પણ ભારે વરસાદની આગાહી
  • વલસાડ, નવસારી, ડાંગમાં પણ પડી શકે છે ભારે વરસાદ

Gujarat Forecast : બંગાળની ખાડીમાં સક્રિય થયેલી સિસ્ટમ અને શિયર ઝોનના કારણે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી (Gujarat Forecast) કરવામાં આવી છે. આગામી 3 કલાક માટે હવામાન વિભાગે ભાવનગરમાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે જ્યારે અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે.

મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કહેર

બંગાળની ખાડીમાં ઉદ્ભવેલી સિસ્ટમની અસર મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં જોવા મળી રહી છે. મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાં બુધવારે અતિ ભારે વરસાદ વરસ્યો હતો તો આજે પણ મુંબઇ, પૂણે સહિતના શહેરોમાં રેડ એલર્ટ જાહેર કરાયુ છે અને સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં પણ ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે પવન ફૂંકાવાની સાથે અતિ ભારે વરસાદ વરસ્યો હતો. વડોદરામાં તો બુધવારે મોડી રાતે 110 કિમીની ઝડપે ભારે પવન ફૂંકાયો હતો અને ભારે વરસાદ વરસતાં શહેર પાણી પાણી થઇ ગયું હતું. અમદાવાદ શહેરમાં પણ બુધવારે સાંજે વિવિધ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટાં પડ્યા હતા.

આ પણ વાંચો-Gujarat Heavy Rain: ચોમાસાના અંતિમ તબક્કામાં થયો ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

હવામાન વિભાગે ભાવનગરમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું

દરમિયાન આજે બપોરે ત્રણ કલાક માટે હવામાન વિભાગે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. આગામી 4 વાગ્યા સુધીના નાઉકાસ્ટમાં હવામાન વિભાગે ભાવનગરમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે.

આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

આ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને ગાંધીનગર, અમદાવાદમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયુ છે તો ગીરસોમનાથ, અમરેલી, બોટાદમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયુ છે

દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, નર્મદામાં પણ ભારે વરસાદની આગાહી

આ સાથે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, નર્મદામાં પણ ભારે વરસાદની આગાહી કરાઇ છે તો વલસાડ, નવસારી, ડાંગમાં પણ ભારે વરસાદ પડી શકે છે.

આ પણ વાંચો–Heavy Rain Forecast : 4 જિલ્લામાં ભારે તો 3 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી