+

ઈતિહાસમાં પહેલીવાર ICC T20 વર્લ્ડ કપ અમેરિકામાં યોજાશે

ICC T20 વર્લ્ડ કપ 2024 વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએમાં યોજાશે. બંને ટીમો હવે યજમાન તરીકે આ ટtર્નામેન્ટ માટે સીધી ક્વોલિફાય થઈ ગઈ છે. ICCની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.અહીં સૌથી ચોંકાવનારી વાત એ છે કે, આ ટૂર્નામેન્ટમાં પહેલીવાર અમેરિકાની ટીમ પણ રમશે. મહત્વનું છે કે, T20 વર્લ્ડ કપ 2024માં કુલ 20 ટીમો ભાગ લેશે. આ અંગે ICCએ આ જાણકારી આપી છે. ESPNcricinfoના રિપોર્ટ અનુસાર, વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં આયોજિત થનારà
ICC T20 વર્લ્ડ કપ 2024 વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએમાં યોજાશે. બંને ટીમો હવે યજમાન તરીકે આ ટtર્નામેન્ટ માટે સીધી ક્વોલિફાય થઈ ગઈ છે. ICCની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
અહીં સૌથી ચોંકાવનારી વાત એ છે કે, આ ટૂર્નામેન્ટમાં પહેલીવાર અમેરિકાની ટીમ પણ રમશે. મહત્વનું છે કે, T20 વર્લ્ડ કપ 2024માં કુલ 20 ટીમો ભાગ લેશે. આ અંગે ICCએ આ જાણકારી આપી છે. ESPNcricinfoના રિપોર્ટ અનુસાર, વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં આયોજિત થનારા T20 વર્લ્ડ કપ 2024માં 20માંથી 12 ટીમોને સીધી એન્ટ્રી મળશે. જેમાં ઓસ્ટ્રેલિયામાં આ વર્ષે યોજાનાર T20 વર્લ્ડ કપની ટોપ-8 ટીમો તેમજ બે યજમાન દેશો વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકાનો સમાવેશ થાય છે. જો વેસ્ટ ઈન્ડિઝની ટીમ આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં યોજાનારી T-20 વર્લ્ડ કપમાં ટોપ-8માં સ્થાન મેળવવામાં સફળ રહેશે તો રેન્કિંગમાં ટોપ-2ને બદલે ટોપ-3 ટીમોને રમવાની તક મળશે.  
લાંબા સમયથી ICC આ મોટી ટૂર્નામેન્ટના હોસ્ટિંગ અધિકારો ઉભરતા દેશોને આપવા અંગે વિચારી રહી છે. 2024 T20 વર્લ્ડ કપમાં 20 ટીમો ભાગ લેવાની છે. ICC 2024 અને 2031 વચ્ચે 2024 T20 વર્લ્ડ કપથી શરૂ કરીને ઘણી વૈશ્વિક ટૂર્નામેન્ટનું આયોજન કરશે.
Whatsapp share
facebook twitter