+

ઈતિહાસમાં પહેલી વખત ભારતના સંરક્ષણમંત્રીશ્રી મંગોલિયાની મુલાકાતે

સંરક્ષણમંત્રીશ્રી  રાજનાથ સિંહ આજથી મંગોલિયા અને જાપાનની પાંચ દિવસની મુલાકાતે છે.  ભારતીય સંરક્ષણ મંત્રીની માંગોલિયાની આ પ્રથમ મુલાકાત છે. આ મુલાકાતથી બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગ અને વ્યુહાત્મક ભાગીદારીને વધુ મજબુત કરાશે. મુલાકાત દરમિયાન રાજનાથ સિંહ માંગોલિયન સમકક્ષ લેફટનન્ટ જનરલ  સૈખનવાયર  સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. તેઓ માંગોલિયાના રાષ્ટ્રપતિશ્રી યુ. ખુરેલસુખ સાà
સંરક્ષણમંત્રીશ્રી  રાજનાથ સિંહ આજથી મંગોલિયા અને જાપાનની પાંચ દિવસની મુલાકાતે છે.  ભારતીય સંરક્ષણ મંત્રીની માંગોલિયાની આ પ્રથમ મુલાકાત છે. આ મુલાકાતથી બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગ અને વ્યુહાત્મક ભાગીદારીને વધુ મજબુત કરાશે. મુલાકાત દરમિયાન રાજનાથ સિંહ માંગોલિયન સમકક્ષ લેફટનન્ટ જનરલ  સૈખનવાયર  સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. તેઓ માંગોલિયાના રાષ્ટ્રપતિશ્રી યુ. ખુરેલસુખ સાથે પણ મુલાકાત કરશે.
ભારત અને  મંગોલિયા વચ્ચે વ્યુહાત્મક ભાગીદારી છે અને સંરક્ષણ તેનો મુખ્ય આધારસ્તંભ છે. દ્વિપક્ષીય વાટાઘાટો દરમિયાન બંને સંરક્ષણ પ્રધાનો સંરક્ષણ સહયોગની સમીક્ષા કરશે. એક ટ્વિટરમાં રાજનાથ સિંહે કહયું  કે તેઓ ભારતના સાથી અને ભાગીદારો સાથે જોડાણ કરવા જાપાનની પણ મુલાકાત લેશે. સિંહે કહયું કે તેઓ ટોકયોમાં ટુ બાય ટુ મંત્રીઓ  સંવાદમાં ભાગ લેશે. તેમણે ઉમેર્યુ કે ભારત સંરક્ષણ સહયોગને મજબુત કરવા અને પ્રાદેશિક સુરક્ષાને આગળ વધારવા માંગે છે.
સંરક્ષણમંત્રીશ્રી  રાજનાથ સિંહ  જાપાનમાં રહેતા ભારતીય સમુદાય સાથે પણ વાર્તાલાપ કરવા માટે ટોક્યોમાં ભારતીય દૂતાવાસ દ્વારા આયોજિત એક સામુદાયિક કાર્યક્રમમાં હાજરી આપશે.

Whatsapp share
facebook twitter