+

Bharuch : ભરૂચ જિલ્લામાં ભૂખી ખાડી ગાડીતૂર, 200થી વધુ લોકોનું સ્થળાંતર

મધ્ય ગુજરાતમાં વરસેલા વરસાદના કારણે પાણીની આવક થતા ઉપરવાસમાં વરસેલા વરસાદથી જળાશયો ઉભરાઈ રહ્યા છે જેના ભાગરૂપે કરજણ ડેમમાંથી પણ પાણી છોડવામાં આવતા ભૂખી ખાડી ગાડીતૂર થતા ભરૂચ તાલુકાના સાતથી…

મધ્ય ગુજરાતમાં વરસેલા વરસાદના કારણે પાણીની આવક થતા ઉપરવાસમાં વરસેલા વરસાદથી જળાશયો ઉભરાઈ રહ્યા છે જેના ભાગરૂપે કરજણ ડેમમાંથી પણ પાણી છોડવામાં આવતા ભૂખી ખાડી ગાડીતૂર થતા ભરૂચ તાલુકાના સાતથી વધુ ગામોમાં ભૂખી કાઢીને પાણી પરિવર્તા તળાવો ફાટ્યા છે જેના પગલે સાત જેટલા ગામોમાં કમર અને છાતી સમા પાણીનો ભરાવો થતાં ઘણા લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે.

Heavy Rain in Bharuch and Madhya Gujarat

ભારે વરસાદના કારણે સતત પાણીની આવક

મધ્ય ગુજરાતમાં વરસેલા વરસાદના કારણે ઉપરવાસમાં પાણીની આવક થઈ રહી છે જેના પગલે કરજણ ડેમમાં પણ સતત પાણીની આવક થઈ રહી હોવાના કારણે કરજણ ડેમના ત્રણ દરવાજા ખોલી પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે જેના પગલે ભૂખી ખાડીમાં સતત પાણીની આવક થતા ભૂખી ખાડી ગાડીતૂર થઈ છે ભૂખી ખાડી માં સતત પાણીની આવક થતા ઓવર ફ્લો થવાના કારણે આસપાસના ગામોમાં પણ પાણી ફરી વળ્યા છે ભૂખી ખાડીના પાણી ગામના તળાવમાં પણ પહોંચી જતા તળાવો ફાટ્યા છે જેના પગલે તળાવો પણ ઉભરાય ઉઠતા નીચા વાળા વિસ્તારોમાં પાણી ફરી ભર્યા છે જેના કારણે વહેલી સવારથી જ ભરૂચ જિલ્લાના 7 ગામના લોકોનું સ્થળાંતર કરવાની કામગીરી પણ કરવામાં આવી રહી હોવાની માહિતી સામે આવી છે.

Heavy Rain in Bharuch and Madhya Gujarat

પરિસ્થિતિ ગંભીર

ભરૂચ તાલુકાના સેગવા ગામે છાતી સમા પાણી ફરી વળ્યા છે જેના કારણે ગામની પરિસ્થિતિ ગંભીર બની ગઈ છે સેગવા ગામે 30થી વધુ લોકો પાણીમાં ફસાયા હોવાની માહિતી ભરૂચ નગરપાલિકાના ફાયર ફાયટરોને જાણ કરવામાં આવી હતી જેના પગલે ફાયર ફાઈટર પણ વહેલી સવારે જ સેગવા ગામે દોડી ગયું હતું અને ભૂખી ખાડીના પૂરના પાણી ફરી વળ્યા હોય તેવા સ્લમ વિસ્તારમાંથી 30થી વધુ લોકોનું રેસ્ક્યુ કર્યું હતું જ્યારે 4 જેટલી સગર્ભા મહિલાઓને પણ રેસ્ક્યુ કરી પાણીમાંથી બહાર કાઢી સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવાની કામગીરી નગરપાલિકાના ફાયર ફાઈટરએ કરી હતી.

Heavy Rain in Bharuch and Madhya Gujarat

ખેતરોમાં પાણી ફરી વળ્યા

ભરૂચ તાલુકાના સેગવા ગામ સિવાય પણ સિતપોણ કરગટ,પરીએજ ટંકારીયા સહિતના 7થી વધુ ગામોમાં પાણી ફરી વળ્યાં હતાં ભૂખી ખાડી ગાડીતૂર થતા આસપાસના ગામના લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા ગામના સરપંચોએ પણ ગામના જે નિચાણવાળા વિસ્તારો હતા તેની મુલાકાત કરી હતી જેના પગલે ઘણા લોકોનું સ્થળાંતર કરવા માટે અને રેસ્ક્યુ પણ ગામના યુવાનોએ કર્યું હતું પરંતુ 2013 થી ભૂખી ખાડી ગાડીતૂર થતી હોવાના કારણે ગામના લોકોને ભારે હાલાકી ભોગવી પડતી હોવાના આક્ષેપો પણ કર્યા હતા ભૂખી ખાડીના પાણી માત્ર ગામમાં જ નહીં પરંતુ ખેડૂતોના ખેતરોમાં પણ ફરી વળતાં હજારો એકર જમીનમાં પાણી ફરી વળ્યા હતા. જેના પગલે ખેડૂતોને કપાસ અને તુવેરના પાકમાં મોટું નુકસાન થતા ફરી એકવાર ખેડૂતોએ પાયમાલ થવાનો વારો આવ્યો છે.

ભૂખી ખાડીના પાણીથી ખેડૂતોના ખેતર તળાવ બન્યા

કરજણ ડેમમાંથી પણ પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે જેના કારણે ભૂખી ખાડીમાં પાણીની આવક થવાના કારણે ભૂખી ખાડીની આસપાસ આવેલા ગામોમાં પાણી ફરી ભર્યા છે જેના કારણે રહેણાંક વિસ્તાર તો ઠીક પરંતુ ખેડૂતોના ખેતરોમાં પણ પાણી પડી ભરતા ખેડૂતોના ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા છે જેના કારણે ખેડૂતોને ફરી એકવાર પાયમાલ થવાનો વારો આવ્યો છે ખેડૂતોના ખેતરો જળબંબાકારની સ્થિતિને પગલે ખેડૂતો પણ વર્તાની માંગ કરી રહ્યા છે

Heavy Rain in Bharuch and Madhya Gujarat

4 સગર્ભા મહિલાનું ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઈટરએ રેસ્ક્યુ કર્યું

મધ્ય ગુજરાતમાં વરસેલા વરસાદના કારણે ઉપરવાસથી ડેમમાં પણ પાણીની આવક થઈ રહી છે જેના પગલે કરજણ ડેમમાંથી પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે ભૂખી ગાડીમાં પાણીની આવક થતાં ઘણા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા જેમાં ચાર સગર્ભા મહિલાઓ ફસાઈ હોવાની માહિતી ભરુદ નગરપાલિકાના થતા તેઓએ વહેલી સવારે ઘટના સ્થળ ઉપર પહોંચી સ્થાનિક ગ્રામજનોનું રેસ્ક્યુ તો કર્યું હતું સાથે 4 સગર્ભા મહિલાઓનું પણ દિલ ધડક રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા.

અહેવાલ : દિનેશ મકવાણા, ભરૂચ

આ પણ વાંચો : ઓગસ્ટમાં પડશે ભારેથી અતિભારે વરસાદ : અંબાલાલ પટેલ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Whatsapp share
facebook twitter