+

આંતરરાષ્ટ્રીય જળસીમામાં જખૌ નજીકથી પાંચ ડ્રગના પેકેટ મળી આવ્યા

અહેવાલઃ કૌશીક છાંયા,કચ્છ  અબડાસા તાલુકાના જખૌની આતરરાષ્ટ્રીય જળસીમામાં જખૌ નજીકથી પાંચ ડ્રગના પેકેટ મળી આવ્યા છે, આજે લુણા બેટ અને ખીદરત બેટ નજીક સીમા સુરક્ષા દળના પેટ્રોલિંગ દરમિયાન એક હેરોઇનનું…

અહેવાલઃ કૌશીક છાંયા,કચ્છ 

અબડાસા તાલુકાના જખૌની આતરરાષ્ટ્રીય જળસીમામાં જખૌ નજીકથી પાંચ ડ્રગના પેકેટ મળી આવ્યા છે, આજે લુણા બેટ અને ખીદરત બેટ નજીક સીમા સુરક્ષા દળના પેટ્રોલિંગ દરમિયાન એક હેરોઇનનું પેકેટ મળી આવ્યું હતું. આ પેકેટ પર 36 કોફીપેડ્સ માઇલ્ડ છપાયેલું જોવા મળ્યુ હતું .

આ ઉપરાંત આ સ્થળેથી ચરસના ચાર પેકેટ મળી આવ્યા છે, જેમાં અફઘાન પ્રોડક્ટ લખ્યું છે, આ પેકેટ્સ દરિયાઈ મોજામાં તણાઈને આવ્યા હોવાનું તારણ છે,સુરક્ષા દળો દ્વારા સર્ચ હાથ ધરાયુ છે,જે પેકેટ્સ મળી આવ્યા તે પ્લાસ્ટિકની બેગમાં લપેટાયેલા હતા. એપ્રિલ 2023થી અત્યાર સુધી 41 ડ્રગના પેકેટ મળી આવ્યા છે,1 કિલો હેરોઇનની કિંમત 5 કરોડ આંકવામાં આવે છે. અવારનવાર ઝડપાઇ રહેલા પેકેટ તપાસ માંગી લે તેમ છે,

આજે પેકેટ મળવાની ઘટના બાદ આ વિસ્તારમાં સર્ચ હાથ ધરાયુ છે

કોરીક્રિક ,જખૌ,પીર સનાઈ,કોટેશ્વર સહિતના સ્થળોએ એજન્સીઓ એલર્ટ બની છે. સામે પારથી જે ડ્રગ આવી રહ્યું છે તે અંગે ગંભીરતા દાખવવામાં આવી રહી છે,કોઈ ચોકસ તત્વો આ ડ્રગ કાંડમાં સંડોવાયેલા હોવાની આશંકા વ્યક્ત કરાઇ છે.આજે એક સાથે પાંચ પેકેટ મળી આવવાની ઘટનામાં એજન્સીઓ વધુ એલર્ટ બની છે

Whatsapp share
facebook twitter