+

પ્રથમ મુસ્લિમ મહિલા આઈએફએસ નગમા મલિક જામનગરના મહેમાન બન્યા

પોલેન્ડ ખાતેના ભારતીય રાજદૂત (એમ્બેસેડર) નગમા માલિકે જામનગરની મુલાકાતે આવ્યા, જામ રાજવીઓના પોલેન્ડ પ્રત્યેના ઋણને લઈને તેઓએ જામસાહેબ શત્રુશલ્યસિંહજી દિગ્વિજયસિંહજી જાડેજા સાથે તલસ્પર્શી ચર્ચા કરી હતી. એમ્બેસેડર મલિકએ બાલાચડી અને જામનગરમાં લાખોટા લેકની પણ મુલાકાત કરી હતી.પોલેન્ડમાં ભારતીય એમ્બેસેડર તરીકે કાર્યરત આઈએફએસ નગ્મા એમ મલ્લિક જામનગરની મુલાકત લીધી હતી. જામનગરમàª
પોલેન્ડ ખાતેના ભારતીય રાજદૂત (એમ્બેસેડર) નગમા માલિકે જામનગરની મુલાકાતે આવ્યા, જામ રાજવીઓના પોલેન્ડ પ્રત્યેના ઋણને લઈને તેઓએ જામસાહેબ શત્રુશલ્યસિંહજી દિગ્વિજયસિંહજી જાડેજા સાથે તલસ્પર્શી ચર્ચા કરી હતી. એમ્બેસેડર મલિકએ બાલાચડી અને જામનગરમાં લાખોટા લેકની પણ મુલાકાત કરી હતી.
પોલેન્ડમાં ભારતીય એમ્બેસેડર તરીકે કાર્યરત આઈએફએસ નગ્મા એમ મલ્લિક જામનગરની મુલાકત લીધી હતી. જામનગરમાં આગમન થયા બાદ તેઓએ પાયલોટ બંગલે જામસાહેબ શત્રુશલ્યસિંહજીની મુલાકાત લીધી હતી. જ્યાં જામસાહેબ દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજદૂત મલિકે પોલિશ શરણાર્થીઓના વોર્સો ખાતે ગયા જુલાઈમાં ઉભા કરવામાં આવેલ સ્મારક કાર્યક્રમને સમર્થન આપવા બદલ જામસાહેબનો આભાર માન્યો હતો.જામસાહેબે નવાનગરમાં પોલેન્ડના બાળકોની યાદો વાગોળી હતી.
નગમા મલિકે પોલિશ કેમ્પના સ્થળ બાલાચડીની મુલાકાત  લીધી
જામ સાહેબ સાથે પોલીસ કેમ્પ અંગે ગહન ચર્ચાઓ કરી તલસ્પર્શી વિગતો મેળવી હતી. ત્યારબાદ રાજદૂત નગમા મલિકે પોલિશ કેમ્પના સ્થળ બાલાચડીની મુલાકાત લીધી હતી.  તેણીએ ત્યાં સ્મારક તકતી પર ફૂલારોહ્ન કર્યું હતું.  આ સ્થળે હાલ સૈનિક શાળા કાર્યરત છે.  તેણીએ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને આચાર્ય કર્નલ મહેતા સાથે મુલાકાત કરી.બાલાચડી ઉપરાંત એમ્બેસેડર નગ્મા મલિકે જામનગરના લાખોટા તળાવ સંકુલની મુલાકાત લીધી હતી. જ્યાં તેઓએ મહારાજા જામસાહેબ દિગ્વિજયસિંહજી જાડેજાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
કોણ છે એમ્બેસેડર નગ્મા માલિક ?
1991 બેચના IFS અધિકારી નગમા મોહમ્મદ મલિકની વર્ષ 2021માં પોલેન્ડ રિપબ્લિકમાં આગામી ભારતીય રાજદૂત તરીકે નિમણૂક કરવામાં આવી છે. કાસરગોડની વતની નગ્માએ સેન્ટ સ્ટીફન્સ કોલેજ અને દિલ્હી સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં પોતાનું શિક્ષણ પૂર્ણ કર્યું. તેણી અંગ્રેજી સાહિત્યમાં સ્નાતકની ડિગ્રી અને અર્થશાસ્ત્રમાં માસ્ટર ડિગ્રી ધરાવે છે. આ પોસ્ટિંગ પહેલાં તેણીએ ટ્યુનિશિયામાં ભારતના રાજદૂત, બ્રુનેઈમાં ભારતના હાઈ કમિશનર તરીકે સેવા આપી છે. તેણીનો જન્મ નવી દિલ્હીમાં કાસરગોડ મોહમ્મદ હબીબુલ્લાહ અને સુલુ ભાનુના કેરાલી માતા-પિતામાં થયો હતો.
1991માં કરિયર ડિપ્લોમેટ તરીકે ફોરેન સર્વિસમાં જોડાઈ હતી
તે 1991માં કરિયર ડિપ્લોમેટ તરીકે ફોરેન સર્વિસમાં જોડાઈ હતી. તેઓ ભારતીય વિદેશ સેવામાં પ્રથમ મુસ્લિમ મહિલા હતા.  તેણીની પ્રથમ પોસ્ટિંગ પેરિસમાં હતી. જ્યાં તેણીએ યુનેસ્કોમાં ભારતીય મિશનમાં સેવા આપી હતી.  તે પછી, નવી દિલ્હીમાં, તેણીએ પશ્ચિમ યુરોપ ડેસ્ક સહિત વિદેશ મંત્રાલયમાં વિવિધ વિભાગમાં સેવા આપી હતી. તેણીએ વડા પ્રધાન આઈ.કે. ગુજરાલના સમયગાળા દરમીયા સ્ટાફ અધિકારી તરીકે સેવા આપી હતી. ત્યારબાદ તેમણે પ્રથમ મહિલા ડેપ્યુટી ચીફ ઓફ પ્રોટોકોલ (સેરેમોનિયલ) તરીકે સેવા આપી હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter