Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Kanpur માં પાણીપૂરી ખાવાના મુદ્દે છૂટી ધનાધન ગોળીઓ…

02:45 PM May 24, 2024 | Vipul Pandya

Kanpur : કાનપુરમાં પાણીપૂરી ખાવાને લઈને એવો વિવાદ થયો કે ધનાધન ફાયરિંગ થયું હતું જેમાં એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા હતા. ગત બુધવારે સાંજે રાણીયા પોલીસ સ્ટેશન વિસ્તારના રાજેન્દ્ર ચારરસ્તા પર પાણીપૂરીની લારી પાસે પાણીપૂરી ખાવાને લઈને બે પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો.

મકાનમાલિકે તેની લાઇસન્સવાળી બંદૂકથી ફાયરિંગ શરૂ કર્યું

અહેવાલ મુજબ, ઝગડો થયા પછી થોડા સમય પછી, એક પક્ષના લોકોએ બીજા પક્ષના વ્યક્તિની દુકાન પર હુમલો કર્યો, જેમાં ભારે પથ્થરમારો થયો અને ટોળુ લાકડીઓ લઇને તૂટી પડ્યું હતું. દરમિયાન, છત પર રહેલા મકાનમાલિકે તેની લાઇસન્સવાળી બંદૂકથી ફાયરિંગ શરૂ કર્યું. આ બબાલમાં બંને પક્ષના ઘણા લોકો ઘાયલ થયા છે, જ્યારે પોલીસ દાવો કરી રહી છે કે કોઈને ગંભીર ઈજા થઈ નથી. પોલીસે આ કેસમાં પાંચ લોકોની ધરપકડ કરી હતી.

ગ્રેનેડ વડે પણ હુમલો

આ ઘટનામાં એક પક્ષની ફરિયાદના આધારે પોલીસે 9 નામના અને 10 અજાણ્યા લોકો સામે ગુનો નોંધ્યો છે. ગુરુવારે ફરી એકવાર બંને પક્ષો વચ્ચે ભારે હોબાળો થયો હતો. આરોપ છે કે ભીડમાં રહેલા લોકોએ ગ્રેનેડ ફેંક્યા અને ગોળીબાર કર્યો. આ સમય દરમિયાન, બેકાબૂ ટોળું ચાર રસ્તા પર આવેલી દુકાનો અને મકાનોમાં ઘૂસી ગયું હતું અને મહિલાઓ અને બાળકોને માર માર્યો હતો.

એક યુવક પાણીપૂરી ખાઇ રહ્યો હતો

 મળતી માહિતી મુજબ ફત્તેપુર રોશનાઈ ગામનો રહેવાસી સત્યમ સિંહ પાણીની બોટલ ખરીદવા માટે રાજેન્દ્ર ચોક પર કારમાંથી નીચે ઉતર્યો ત્યારે ત્યાં પહેલેથી જ હાજર ગંગા સિંહ નામનો યુવક ગાડી પાસે પાણીપૂરી ખાઈ રહ્યો હતો.

બંને યુવકો વચ્ચે કોઈ મુદ્દે બોલાચાલી થઈ

આ દરમિયાન બંને યુવકો વચ્ચે કોઈ મુદ્દે બોલાચાલી થઈ હતી, ત્યારબાદ મારામારી શરૂ થઈ હતી. આ પછી નીલમ સિંહની ફરિયાદ પર પોલીસે આર્યનગરના રહેવાસી દીપુ, હરિશંકર, લાલા ટંડિયા, લાલુ, હરિકિશન, સુનીલ, કલ્લુ, ગંગા સિંહ, લલ્લન અને 10 વિરુદ્ધ રાનિયા પોલીસ સ્ટેશનમાં મારપીટ અને જાનથી મારી નાખવાની ધમકીનો કેસ નોંધ્યો હતો.

ફાયરિંગનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

કેસ નોંધાયા બાદ ગુરુવારે ટોળાએ બીજા પક્ષની દુકાન પર હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે તેમની વિરુદ્ધ ખોટી ફરિયાદ કરાઇ છે. આ દરમિયાન દુકાનની આજુબાજુ જે પણ જોવા મળે તેને માર મારવામાં આવ્યો હતો. આ પછી દુકાનના માલિક રવિ ગુપ્તાએ ટેરેસ પર પોતાની લાઇસન્સવાળી બંદૂકથી ફાયરિંગ શરૂ કર્યું. ફાયરિંગનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો– કેદારનાથમાં હેલિકોપ્ટર દુર્ઘટના ટળી, સામે આવ્યો ખતરનાક Video