- South Korea ની હોટેલમાં મોટી દુર્ઘટના
- એક હોટલમાં લાગી ભીષણ આગ
- 7 લોકોના મોત, અનેક લોકો ઘાયલ
દક્ષિણ કોરિયા (South Korea)ની એક હોટલમાં લાગેલી ભીષણ આગમાં ઓછામાં ઓછા 7 લોકો જીવતા દાઝી ગયા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. ઘાયલ 3 લોકોની હાલત અત્યંત ગંભીર છે. દરેકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ હ્રદયસ્પર્શી દુર્ઘટના દક્ષિણ કોરિયા (South Korea)ના શહેર બુકિઓનની એક હોટલમાં થઈ હતી, જ્યાં આગમાં ઓછામાં ઓછા 7 લોકોના મોત થયા હતા અને 12 લોકો ઘાયલ થયા હતા. અધિકારીઓએ આ માહિતી આપી હતી.
બુકિઓનના જાહેર આરોગ્ય વિભાગના ડિરેક્ટર કિમ ઇન-જાએ જણાવ્યું હતું કે ઘાયલ થયેલા ત્રણની હાલત ગંભીર છે. તેમણે કહ્યું કે ઘાયલોને નજીકની છ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. બુકિઓનના ફાયર સ્ટેશનના અધિકારી લી સાંગ-ડોને જણાવ્યું હતું કે ગુરુવારે સાંજે આગ લાગી ત્યારે નવ માળની હોટલમાં 23 મહેમાનો રોકાયા હતા. આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. લીએ કહ્યું કે આઠમા માળેથી ફેલાયેલી આગ લગભગ ઓલવાઈ ગઈ છે, પરંતુ ઘાયલ અને મૃતકોની સંખ્યા વધી શકે છે.
A fire at a hotel in South Korea killed six people and injured 11 others, Yonhap news agency reported, citing fire authoritieshttps://t.co/vtDwENZs8V
— Reuters (@Reuters) August 22, 2024
આ પણ વાંચો : વિશ્વની સૌથી વૃદ્ધ મહિલાનું 117 વર્ષની ઉંમરે થયું નિધન
બિલ્ડિંગમાં અન્ય લોકોની શોધ ચાલુ છે…
લીએ કહ્યું કે ઈમરજન્સી સર્વિસના કર્મચારીઓ બિલ્ડિંગમાં રહેલા લોકોને શોધી રહ્યા છે. તેમણે કહ્યું કે પીડિતો હોલમાં અને સીડીઓ પર મળી આવ્યા હતા. આગના કારણની તપાસ કરવામાં આવી રહી છે. આગને કાબુમાં લેવા માટે 150 થી વધુ ફાયર કર્મીઓ અને 46 ફાયર વાહનો તૈનાત કરવામાં આવ્યા હતા. આગ ઓલવવાના પ્રયાસો ચાલુ હતા અને લોકોની શોધખોળ ચાલી રહી હતી.
આ પણ વાંચો : Ukraine જતા પહેલા PM મોદીએ કહી મોટી વાત, કહ્યું- ‘વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે UN માં રિફોર્મ જરૂરી’