Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

કરવેરો લગાવવાનો તે મતલબ નથી કે ક્રિપ્ટો કાયદેસર થઈ રહ્યુ છે: નાણામંત્રી

06:57 PM Apr 22, 2023 | Vipul Pandya

રાજ્યસભામાં સત્ર દરમિયાન બજેટ પર નાણામંત્રી નિર્મલા સીતારમણે જવાબ રજૂ કર્યો હતો. નાણામંત્રીએ
પોતાના સંબોધનમાં કહ્યું કે-‘ 7 વર્ષ પહેલાં અર્થતંત્ર રૂ. 1.1 લાખ કરોડ રૂપિયાનું હતું, જે હવે હવે રૂ. 2.32 લાખ કરોડ રૂપિયા થયું છે.  વર્ષ 2014થી માત્ર 6 વખત ફુગાવાનો દર 6 ટકાથી વધ્યો હોવાનું નિર્મલા સીતારમણે જણાવ્યુ હતું.
ભારતમાં નથી કોઈ મંદી: નાણામંત્રી
રાજ્યસભામાં બજેટની ચર્ચાનો જવાબ આપતા નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે રાજ્યસભામાં કહ્યું કે- દેશમાં કોઈ મંદી નથી, વર્તમાન નાણાકીય વર્ષમાં 9.2 ટકા GDP વૃદ્ધિનો અંદાજ છે.
ક્રિપ્ટો કરન્સી પર કરાઈ સ્પષ્ટતા
ક્રિપ્ટો કરન્સી  મુદ્દે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું છે કે ‘આવક પર ટેક્સ લગાવવાનો અર્થ એ નથી કે સરકાર ક્રિપ્ટોને કાયદેસર કરી રહી છે’. ક્રિપ્ટોકરન્સી પર હાલ પરામર્શ ચાલી રહી છે. સીતારમણે કહ્યું કે ‘67% MSME માત્ર અસ્થાયી રૂપે બંધ છે, FM સેકટરમાં 7.5 લાખ કરોડનો ખર્ચ કરી નોકરીઓનું સર્જન કરાશે’.