+

ચૂંટણીપંચ દ્વારા મતદાર યાદી કરાઈ જાહેર, રાજ્યમાં આટલા મતદારો નોંધાયા, જાણો

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections 2022) નજીક છે. રાજકિય પક્ષો સાથે સાથે ચૂંટણીપંચે પણ તૈયારી શરૂ કરી દીધી છે. ચૂંટણીપંચે આખરી મતદાર યાદી તૈયાર કરી છે. જેમાં ચૂંટણીપંચની (Election Commission) વિગતો અનુસાર રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં 4,61,494 નવા મતદારો ઉમેરાયા છે. અગાઉ ગુજરાતમાં કુલ 4,83,75,821 મતદારો હતા.રાજ્યમાં મતદારોરાજ્યના કુલ 4,90,89,765 મતદારોમાંથી 2,53,36,610 પુરૂષ અને
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections 2022) નજીક છે. રાજકિય પક્ષો સાથે સાથે ચૂંટણીપંચે પણ તૈયારી શરૂ કરી દીધી છે. ચૂંટણીપંચે આખરી મતદાર યાદી તૈયાર કરી છે. જેમાં ચૂંટણીપંચની (Election Commission) વિગતો અનુસાર રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં 4,61,494 નવા મતદારો ઉમેરાયા છે. અગાઉ ગુજરાતમાં કુલ 4,83,75,821 મતદારો હતા.
રાજ્યમાં મતદારો
રાજ્યના કુલ 4,90,89,765 મતદારોમાંથી 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો નોંધાયા છે અને 1417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ થાય છે. સાથે જ રાજ્યના કુલ મતદારોમાં 4.13 લાખથી વધારે દિવ્યાંગ મતદારો પણ છે. દિવ્યાંગ મતદારો માટે ચૂંટણી પંચ દ્વારા PwD નામની એપ બનાવવામાં આવી છે. જેના દ્વારા દિવ્યાંગો મતદાનના દિવસે દિવ્યાંગો માટેની ખાસ સુવિધાઓ મેળવી શકે છે.
ચૂંટણીપંચે અગાઉ આપી હતી માહિતી
ઉલ્લેખનીય છે કે, ગત 27મી સપ્ટેમ્બરના રોજ ચૂંટણીપંચ દ્વારા બૂથ વિશેની માહિતી આપવામાં આવી હતી અને ત્યારે જ કહેવામાં આવ્યું હતું કે 10મી ઓક્ટોબર આખરી મતદાર યાદી જાહેર કરવામાં આવશે.
Whatsapp share
facebook twitter