Film Shootingની શરૂઆત 2006થી ડિજિટલ ફોર્મેટ થઈ હતી
સ્લમડોગ મિલિયોનર એવી પહેલી ફ્લ્મિ હતી જે ડિજિટલ કેમેરાથી શૂટ કરાઈ
ફ્લ્મિ એટલે કચકડાની પટ્ટીનો મસમોટો રોલ
ફ્લ્મિોની વાત આવે તો હોલિવૂડની વાત જરૂર આવે, કારણ કે ફ્લ્મિ બનાવવાની શરૂઆત ભલે જર્મનીમાં અને ઇંગ્લેન્ડમાં થઈ હોય, તેનો જબરજસ્ત વિકાસ હોલિવૂડમાં થયો છે.
આપણે ફ્લ્મિ એટલે કચકડાની પટ્ટીનો મસમોટો રોલ એવું સમજીએ છીએ. તેને અંગ્રેજીમાં સેલ્યુલોઈડ ફ્લ્મિ કહે છે.
સેલ્યુલોઈડ એક જાતનું પ્લાસ્ટિક છે જે વારંવાર પ્રોજેક્ટરમાં ચલાવવા છતાં તૂટતું નથી. લાંબા સમય સુધી બરડ બનતું નથી. તેની ઉપર ફ્લ્મિ અંકન કરવાનાં રસાયણ સરસ રીતે પાથરી શકાય છે.
હોલિવૂડમાં 2009માં એક ફ્લ્મિ બની હતી, સ્લમડોગ મિલિયોનર. આ હોલિવૂડની એવી પહેલી ફ્લ્મિ હતી જે આખેઆખી ડિજિટલ કેમેરાથી શૂટ કરવામાં આવી હોય. તેને બેસ્ટ ફેટોગ્રાફીનો ઓસ્કર એવોર્ડ પણ મળ્યો હતો.
89 ટકા ફ્લ્મિો એવી છે જે પૂરેપૂરી ડિજિટલ
Film Shooting ડિજિટલ કેમેરા પર કરવાની શરૂઆત 2006માં થઈ હતી. ત્યારે 12 ટકા ફ્લ્મિોમાં ડિજિટલ કેમેરા વપરાયો હતો. તેમાં 4 ટકા ફ્લ્મિો પૂરેપૂરી ડિજિટલ કેમેરા પર શૂટ થઈ હતી. તેનાં 14 વર્ષ પછી 2020માં સ્થિતિ એવી છે કે 97 ટકા ફ્લ્મિોમાં ડિજિટલ કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાંથી 89 ટકા ફ્લ્મિો એવી છે જે પૂરેપૂરી ડિજિટલ કેમેરા ઉપર જ શૂટ થઈ છે.
2015 પછી જાણે કે ડિજિટલ Film Shooting ધીમું પડી ગયું
જે ઝડપે ડિજિટલ કેમેરા પર ફ્લ્મિો શૂટ કરવાનું ચલણ વધી રહ્યું હતું એ જોતાં પાંચેક વર્ષ પહેલાં એમ લાગતું હતું કે સોએ સો ટકા ફ્લ્મિો ડિજિટલ કેમેરા ઉપર જ શૂટ થવા લાગશે. ફ્લ્મિ શૂટ કરનાર કેમેરા જોવા માટે મ્યુઝિયમમાં જવું પડશે. તેને બદલે 2015 પછી જાણે કે ડિજિટલ શૂટિંગ ધીમું પડી ગયું છે.
2010માં ફ્ક્ત અઢાર ટકા ફ્લ્મિો પૂરેપૂરી ડિજિટલ કેમેરા પર શૂટ થઈ હતી. પાંચ વર્ષ પછી 2015માં 80 ટકા ફ્લ્મિો પૂરેપૂરી ડિજિટલ કેમેરા ઉપર શૂટ થઈ હતી. એ હિસાબે તો એક-બે વર્ષમાં આંકડો સો ટકા પર પહોંચી જવો જોઈતો હતો, તેને બદલે 2015થી 2020 સુધીનાં પાંચ વર્ષમાં પૂરેપૂરી ડિજિટલ કેમેરા પર શૂટ થઈ હોય એવી ફ્લ્મિોની ટકાવારી 80 ટકાથી માત્ર વધીને 89 ટકા સુધી જ પહોંચી છે અને હવે તેમાં ઘટાડો થવાના અણસાર જણાઈ રહ્યા છે.
ફ્લ્મિના રોલ ઉપર જેવી મઝા ડિજિટલમાં નથી
Film Shooting માટે આમ થવાનાં બે કારણો છે, ફ્લ્મિને લાંબા સમય સુધી સાચવવા માટે તેને કચકડાની ફ્લ્મિ ઉપર શૂટ કરવી જરૂરી લાગવા માંડી છે. ડિજિટલ ફ્લ્મિ તો ગમેતેવી સાવચેતી છતાં ગમે ત્યારે નાનકડી ગરબડથી ગુમ થઈ શકે છે. બીજું, ફ્લ્મિના રોલ ઉપર જે દૃશ્યો કંડારાય છે તે મઝા ડિજિટલમાં આવતી નથી. ત્રીજું, ફ્લ્મિનો રોલ સાચવવા માટે તેની લોખંડની પેટી જ જોઈએ છે. તેને ચલાવવા માટે ગમે તેવી બારીકાઈભરી ફ્લ્મિ હોય તો પણ પ્રોજેક્ટર જ જોઈએ છે.
ડિજિટલ ફ્લ્મિની ક્વોલિટી જેટલી વધારે બારીકાઈવાળી જોઈએ એટલી તેની ફઈલ સાઈઝ વધતી જાય છે. પછી તેને ચલાવવા માટે પ્રોજેક્ટર પણ વધારે રેમવાળું બનાવતા જવું પડે છે. ફ્લ્મિની ક્વૉલિટી વધુ સારી બનાવો તો તેની ફઈલ સાઈઝ મોટી થતી જાય ને તેને પ્રોજેક્ટરમાં ચલાવવામાં અડચણ આવવા લાગે છે. ચોથું મહત્ત્વનું કારણ હોલિવૂડનો ફ્લ્મિસર્જક ક્રિસ્ટોફ્ર નોલાન 2017માં ભારતની યાત્રાએ આવ્યો હતો. તેણે ભારતના તમામ ફ્લ્મિસર્જકોને મળીને ફ્લ્મિ શૂટિંગ સેલ્યુલોઈડ ફ્લ્મિ ઉપર કરવા આગ્રહ કર્યો. ત્યારે તો મોટાભાગના ફ્લ્મિસર્જકોએ તેનો વિરોધ કર્યો હતો, કારણ કે સેલ્યુલોઈડ ફ્લ્મિ ખૂબ મોંઘી આવે છે, તેને પ્રોસેસ કરાવવી પડે છે.
બધી પ્રોસેસના કારણે Film Shooting કરવું એટલું મોંઘું થઈ જાય છે કે સામાન્ય માણસ તો ફ્લ્મિ બનાવવાનો વિચાર પણ ન કરી શકે. તેની સામે ડિજિટલ કેમેરા વસાવવાના મોટા ખર્ચ પછી માત્ર મેમરી કાર્ડ ખરીદવા સિવાય કોઈ ખર્ચ કરવાનો આવતો નથી. તેથી ડિજિટલ ફ્લ્મિ મૅકિંગ ખૂબ સસ્તું પડે છે. મધ્યમવર્ગનો માણસ પણ પોતાની રીતે ફ્લ્મિ બનાવવા ધારે તો બનાવી શકે છે.
જબરજસ્ત ટૅક્નિકલ નોલેજની જરૂર
બીજું સેલ્યુલોઇડ કેમેરા ચલાવતી વખતે જબરજસ્ત ટૅક્નિકલ નોલેજની જરૂર પડતી રહે છે. જ્યારે ડિજિટલ કેમેરામાં મોટાભાગનું કામ કેમેરા પોતે જ કરી લે છે.
Film Shooting પછી તરત દૃશ્ય કેવું શૂટ થયું એ જોઈ શકાય છે અને જરૂર પડે તો તરત ફરીથી શૂટિંગ કરી શકાય છે, એટલે ડિજિટલ કેમેરા પર ફ્લ્મિ શૂટ કરવી પ્રમાણમાં ખૂબ સસ્તી પડે છે.
આજના મોટાભાગના ટેલેન્ટેડ ફ્લ્મિસર્જકો એવા છે જેમણે પારિવારિક વીડિયો કેમેરા પર શૂટ કરવાની શરૂઆત કરી હતી. જો એ સગવડ ન હોત તો કદાચ એ લોકો ફ્લ્મિસર્જક બની જ ન શક્યા હોત!
આ બધી વાત સાચી હોવા છતાં અચાનક ડિજિટલ શૂટિંગ ધીમું પડી ગયું એ પણ હકીકત છે.
આ પણ વાંચો- FRANCE માં ચાલે છે SRK ના નામનો ‘સિક્કો’, GLOBAL STAR ની વ્યાખ્યા કરી સાર્થક