-
Ferris wheel ના એક ભાગમાં આગ ફાટી નીકળી
-
Ferris wheel માં અનેક લોકો હાજર હતાં
-
ઘાયલ થયેલા વ્યક્તિઓ પૈકી 4 પોલીસકર્મીઓ પણ છે
Germany Highfield Festival: તાજેતરમાં જર્મનીના પર્વ રાજ્ય સૈક્સોનીના ગ્રોસપોએસ્નમાં એક Highfield Festival નું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે Highfield Festivalમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટના Highfield Festival માં રાત્રે 9 કલાકની આસપાસ થઈ હતી. જોકે આ સંગતી સમારોહમાં વિવિધ રમતો અને બાળકો માટે રાઈડ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે મેદાનમાં મૂકવામાં આવેલી Ferris wheel ના અમુક ભાગમાં આગ ફાટી નીકળી હતી.
Ferris wheel ના એક ભાગમાં આગ ફાટી નીકળી
સૌ પ્રથમ અચનાક Ferris wheel ના એક ભાગમાં આગ ફાટી નીકળી હતી. પરંતુ Ferris wheel માં લોકો માટેની વ્યવસ્થા એટલી નજીક કરવામાં આવેલી હોય છે કે, આ આગએ ગણતરીના સમયમાં એકસાથે વિવિધ Ferris wheel ના ભાગને ચપેટમાં લીધો હતો. તો બીજી તરફ Ferris wheel માં લાગેલી આગની ઘટનાની જાણ થતા, Highfield Festival માં આવેલા અન્ય લોકોમાં અફરા-તફરી થવા લાગી હતી. તો ખાસ કરીને Ferris wheel ની આસપાસ આવેલા ભાગમાં લોકો એકબીજાને ધક્કા મારીને બહાર જવાનો પ્રયાસ કરી રહ્યા હતાં.
આ પણ વાંચો: પાકિસ્તાનીઓએ નવાર નખ્ખોદ વાળે કહેવત સત્ય સાબિત કરી, જુઓ વીડિયો
Ferris wheel માં અનેક લોકો હાજર હતાં
તો Ferris wheel થી દૂર આવેલા લોકો આ ઘટનાનો વીડિયો બનાવી રહ્યા હતાં. ત્યારે Highfield Festival માં આવેલા ગાયકોને પોતાનું ગાયન ચાલું રાખવા માટે વહીવટી તંત્ર દ્વારા કહેવામાં આવ્યું હતું. કારણ કે… અફરા-તફરીનો માહોલ શાંત થઈ જાય. તો Ferris wheel માં અનેક લોકો હાજર હતાં. તેના કારણે આશરે 30 થી વધુ લોકો ઘાયલ થયા છે. જોકે આ ઘટનાના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યા છે. તે ઉપરાંત આ Highfield Festival માં આશરે 30 હજારથી વધુ લોકો આવ્યા હતાં.
ઘાયલ થયેલા વ્યક્તિઓ પૈકી 4 પોલીસકર્મીઓ પણ છે
Ferris wheel માં એક વ્યક્તિના જણાવ્યા અનુસાર આશરે 2 ડઝન કરતા પણ વધુ લોકો હાજર હતાં. તો Ferris wheel ને કારણે ઘાયલ થયેલા વ્યક્તિઓ પૈકી 4 પોલીસકર્મીઓ પણ છે. તેઓ નાગરિકોનો જીવ બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો. જોકે અત્યાર સુધી Ferris wheel માં આગ કઈ રીતે લાગી હતી, તેને લઈ કોઈ સચોટ માહિતી સામે આવી નથી.
આ પણ વાંચો: પાર્ટીમાં તમન્ના ભાટિયાને ડાન્સ કરતા જોઈ બોયફ્રેન્ડ વિજ્ય બન્યો રોમિયો