+

પિતા ભગવાનનું બીજુ સ્વરૂપ હોય છે, લાલુપ્રસાદ યાદવની દીકરીની ભાવુક પોસ્ટ

દીકરી રોહીણી કરી છે પિતાને કિડની દાન આરજેડી પ્રમુખ લાલુ યાદવની પુત્રી રોહીણી આચાર્યએ આજે પિતાને લઇને એક ભાવુક પોસ્ટ કરી છે.. લાલુ યાદવની આવતા મહિને સિંગાપોરમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ થશે. તેઓ અત્યારે સિંગાપોરમાં દીકરી રોહીણીના નિવાસસ્થાને છે. રોહીણી આચાર્ય જ પોતાના પિતાને કિડની દાન કરશે. રોહીણી આચાર્યએ લાલુ યાદવ સાથે એક તસ્વીર શેયર કરતા ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે ભગવાનનું બà
દીકરી રોહીણી કરી છે પિતાને કિડની દાન 
આરજેડી પ્રમુખ લાલુ યાદવની પુત્રી રોહીણી આચાર્યએ આજે પિતાને લઇને એક ભાવુક પોસ્ટ કરી છે.. લાલુ યાદવની આવતા મહિને સિંગાપોરમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ થશે. તેઓ અત્યારે સિંગાપોરમાં દીકરી રોહીણીના નિવાસસ્થાને છે. રોહીણી આચાર્ય જ પોતાના પિતાને કિડની દાન કરશે. રોહીણી આચાર્યએ લાલુ યાદવ સાથે એક તસ્વીર શેયર કરતા ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે ભગવાનનું બીજુ સ્વરૂપ હોય છે પિતા. દરેક દીકરીનું અભિમાન હોય છે તેના પિતા.
શનિવારે સિંગાપુર જવા રવાના થયા લાલુ યાદવ 
 આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માટે શનિવારે સિંગાપોર જવા માટે રવાના થયા હતા. તેમની સાથે તેમના  પુત્ર તેજસ્વી યાદવ અને પરિવારના અન્ય સદસ્યો પણ છે. 74 વર્ષીય લાલુ યાદવ પોતાની કિડનીની સમસ્યાનો ઇલાજ કરાવી રહ્યા છે. ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં તેમની કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ થઇ શકે છે. 74 વર્ષીય લાલુ પ્રસાદ યાદવ ગત મહિને જ સિંગાપોરથી પાછા ફર્યા હતા. 
 
તેજસ્વી યાદવે કહ્યું અનેક લોકોની શુભકામના છે તેમની સાથે 
આરજેડી નેતા અને બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે કહ્યું કે અમને પુરો વિશ્વાસ છે કે ઓપરેશન સફળ થશે. તેમના શુભ ચિંતક તેમના જલદીથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે, તમામની દુઆઓ તેમની સાથે છે. આરજેડીના નેતાઓને પાર્ટીમાં ઉચિત સમ્માન નહીં આપવાના ભાજપના આરોપો અંગે પૂછતા તેજસ્વી યાદવે કટાક્ષમાં કહ્યું કે શું અડવાણીની જેમ ? 
 
આ પહેલા દિલ્હીની એક અદાલતે લાલુપ્રસાદ યાદવની દીકરી અને મની લોન્ડ્રીંગના મામલામાં આરોપી મીસા ભારતીને સિંગાપોર જવાની અનુમતિ આપી દીધી છે. મીસાએ પિતાના ઇલાજ માટે સિંગાપોર જવાની પરવાનગી માંગી હતી 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter