+

Fake Certificate And Marksheet: વિદેશ જવા માટે નકલી દસ્તાવેજો બનાવી આપતી ગેેંગ સુરતમાંથી ઝડપાઈ

Fake Certificate And Marksheet: સુરત (Surat) માં ફરી એક વખત બોગસ ડિગ્રી સર્ટિફિકેટ (Certificate) નું કૌભાંડ ઝડપાયું છે. અગાઉ સુરત (Surat) ના સિંગણપોર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી કૌભાંડ ઝડપાયું હતું.…

Fake Certificate And Marksheet: સુરત (Surat) માં ફરી એક વખત બોગસ ડિગ્રી સર્ટિફિકેટ (Certificate) નું કૌભાંડ ઝડપાયું છે. અગાઉ સુરત (Surat) ના સિંગણપોર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી કૌભાંડ ઝડપાયું હતું. હવે ઉત્રાણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી કૌભાંડ ઝડપાયું છે.

  • સુરતમાંથી વધુ એક માર્કશીટ અને સર્ટિફિકેટનું કૌભાંડ ઝડપાયું
  • આરોપીઓ લોકો પાસેથી 80 હજારથી લાખ રૂપિયા લેતા હતા
  • ઘણા લોકો નકલી દસ્તાવેજોને આધારે વિદેશ પહોંચી ગયા

સુરત (Surat) માં થોડા દિવસ પહેલા જ સિંગણપોર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી નકલી સર્ટિફિકેટ (Certificate) અને માર્કશીટ (Marksheet) નું એક કૌભાંડ ઝડપાયું હતું. ત્યારે ફરી એક વખત સુરતના ઉત્રાણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી નકલી માર્કશીટ (Marksheet) નું કૌભાંડ ઝડપાયું છે. ઉત્રાણ પોલીસ દ્વારા 3 ઈસમોની ધરપકડ કરવામાં આવી છે.

આરોપીઓ લોકો પાસેથી 80 હજારથી લાખ રૂપિયા લેતા હતા

આ ઇસમો પાસેથી અલગ અલગ રાજ્યોના શિક્ષણ બોર્ડ તેમજ યુનિવર્સિટી (University) ઓની નકલી માર્કસીટો (Marksheet) જપ્ત કરવામાં આવી છે. આ ઈસમો સર્ટિફિકેટ (Certificate) અને માર્કશીટ (Marksheet) તૈયાર કરવા માટે લોકો પાસેથી 80 હજારથી લાખ રૂપિયા પડાવતા હતી. હાલ પોલીસે ધ્રુવીન કોઠીયા, વિશાલ તેજાણી અને ફેનીલ વિરડીયાની ધરપકડ કરી છે.

Fake Certificate And Marksheet

Fake Certificate And Marksheet

કુલ 6 આરોપીઓ સામે પોલીસે કેસ નોંધ્યો

પોલીસને આ ઈસમો પાસેથી અલગ અલગ યુનિવર્સિટી (University) ઓ તેમજ અલગ અલગ રાજ્યના શિક્ષણ બોર્ડની 13 જેટલી માર્કશીટ (Marksheet) અને સર્ટિફિકેટ (Certificate) મળ્યા હતા. તે ઉપરાંત આરોપીઓ પાસેથી લેપટોપ મોબાઈલ કુલ મળીને પોલીસે 1,59,000 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે ઉત્રાણ પોલીસે કુલ 6 આરોપી સામે FIR દાખલ કરી છે. તેમાંથી માત્ર 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

ઘણા લોકો નકલી દસ્તાવેજોને આધારે વિદેશ પહોંચી ગયા

આરોપીઓ વિદેશ જતા લોકો માટે નકલી માર્કશીટ (Marksheet) અને સર્ટિફિકેટ (Certificate) તૈયાર કરી આપતા હતા. તો ઘણા લોકો દ્વારા આ નકલી દસ્તાવાજો બતાવીને વિદેશ પણ પહોંચી ગયા છે. જોકે ગુજરાતમાં રાજ્ય સહિત આરોપીઓ દ્વારા વિવિધ રાજ્યમાં માણસો દ્વારા કૌભાંડ કરવામાં આવ્યું હતું. ત્યારે પોલીસે સમગ્ર મામલે તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો: Porbandar Fisherman: માછીમારો દરિયા પહેલા સરકારી સમસ્યાના જાળમાં ફસાયેલા

આ પણ વાંચો: Protest Against Parshottam Rupala: ક્ષત્રિય સમાજના આગેવાનોએ જાહેરનામાનો ભંગ કરી પુતળા સળગાવ્યા

આ પણ વાંચો: Mahisagar Lake: વિકસિત ગુજરાતમાં છેલ્લા 20 વર્ષીથી આસપુર ગામનું તળાવ માત્ર માટીનું મેદાન

Whatsapp share
facebook twitter