- 10 વર્ષથી કડીના રાજપુરમાં ચાલતી હતી ભૂતિયા કોલેજ
- શારદા કોલેજ ઓફ એજ્યુકેશનનું જોડાણ આખરે રદ્દ
- રાજ્યના શિક્ષણ વિભાગના ઉપ સચિવે કર્યો આદેશ
- ગેરરીતિ માટે જવાબદારો સામે કાર્યવાહીનો કર્યો હુકમ
Gujarat: ગુજરાતમાં અત્યારે નકલી નકલીની ભરમાર ચાલી રહીં છે. ગુજરાતમાં છાસવારે કંઈકને કંઈક નકલી ઝડપાય છે. વિગતે વાત કરીએ તો, ગુજરાતમાં નકલીની ભરમાર વચ્ચે હવે નકલી કોલેજ પકડાઈ છે. જે ગુજરાત ગાંધી અને સરદારના નામે ઓળખાય છે તે હવે નકલી અને કૌભાંડી ગુજરાત તરીકે ઓળખાઈ રહ્યું છે. નોંધનીય છે કે, મહેસાણા જિલ્લાના કડી તાલુકાના રાજપુર ગામે બી.એડ. કોલેજ ઝડપાઈ છે. શ્રેય એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી શારદા કોલેજ ઓફ એજ્યુકેશન માતૃધામ બી.એડ. કોલેજ છેલ્લા 10 વર્ષથી માત્ર કાગળ પર જ ચાલી રહી હોવાનું સામે આવ્યું છે.
– નકલીની ભરમાર વચ્ચે ભૂતિયા કોલેજનો પર્દાફાશ!
– 10 વર્ષથી કડીના રાજપુરમાં ચાલતી હતી ભૂતિયા કોલેજ
– શારદા કોલેજ ઓફ એજ્યુકેશનનું જોડાણ આખરે રદ્દ
– રાજ્યના શિક્ષણ વિભાગના ઉપ સચિવે કર્યો આદેશ#Gujarat #GujaratiNews #Mehsana #Kadi #GujaratFirst— Gujarat First (@GujaratFirst) September 7, 2024
આ પણ વાંચો: Chandreshkumar Borisagar: 20 ભાષામાં બાળકોને ભણાવતા શિક્ષક સાથે Gujarat First ની ખાસ વાતચીત
માત્ર કાગળ પર ચાલી રહીં હતી આ કોલેજ
ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન આ કોલેજના સ્થળનું રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. ઇન્સ્પેક્શનના રિપોર્ટમાં કોલેજમાં ફિઝિકલ એજ્યુકેશન એટલે કે પ્રત્યક્ષ શિક્ષણ ચાલુ હોવાનું દર્શાવવામાં આવ્યું છે. આ સાથે આ કોલેજમાં પ્રિન્સિપલ રૂમ, ફેકલ્ટી રૂમ, ઓફિસ રૂમ અને સ્ટોર રૂમ પણ દર્શાવવામાં આવ્યાં છે. પરંતુ હકીકતમાં સ્થળ પર આવા કોઈ પ્રકારના રૂમ નથી. સરકારના નિયમ પ્રમાણે આ કોલેજમાં સાત શિક્ષકોની ફાળવણી પણ કરવામાં આવી છે, તે શિક્ષકો ક્યાં હશે તે પણ મોટો પ્રશ્ન છે.
આ પણ વાંચો: Ahmedabad: અસામાજિક તત્વો તોડફોડ કરતા રહ્યા અને પોલીસ પ્રેક્ષક બની તમાશો જોતી રહી!
ગેરરીતિ માટે જવાબદારો સામે કાર્યવાહીનો હુકમ કરવામાં આવ્યો
જોકે હવે રાજ્યના શિક્ષણ વિભાગના ઉપ સચિવે કોલેજનું જોડાણ રદ્દ કરીને ગેરરીતિ માટે જવાબદારો સામે કાયદાકીય કાર્યવાહી માટેનો હુકમ કર્યો છે. પરંતુ આખરે શા માટે આવી રીતે ગુજરાતનું નામ ખરાબ થઈ રહ્યું છે? જોકે, અત્યારે ગેરરીતિ માટે જવાબદારો સામે કાર્યવાહીનો હુકમ કરવામાં આવ્યો છે. ઘણીવાર વિવાદમાં આવેલી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીથી આ નકલી કોલેજનું જોડાણ સામે આવ્યું છે.
આ પણ વાંચો: Gujarat: હવે બનાવટી બોરવેલનું કૌભાંડ! ભાજપના સાંસદે રેલવે મંત્રીને લખ્યો પત્ર
કાગળ પર ચાલતી કોલેજમાં ડિગ્રીઓ પણ અપાતી હતી
ઉલ્લેખનીય છે કે, બી.એડ કોલેજ શ્રેય એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત હતી. શિક્ષણ વિભાગના ઈન્સ્પેક્શનમાં સ્થળ પર કંઈ ન મળ્યું! નહોતું. માત્ર કાગળ પર ચાલતી કોલેજમાં ડિગ્રીઓ અપાતી હતી. જેથી અત્યારે કાર્યવાહી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. 10 વર્ષથી કડીના રાજપુરમાં ભૂતિયા કોલેજ ચાલતી હતી. જેણે ફરી એકવાર ગુજરાતને શર્મશાર કર્યું છે.