આપણે સ્માર્ટફોનનો ઉપયોગ કરીએ છીએ ત્યારે તેમાં PLAY STORE નો ઉપયોગ આપણે ઘણી વખત અગત્યની એપ્પસને ડાઉનલોડ કરવા માટે કરતા હોઈએ છીએ. પરંતુ આ PLAY STORE ઉપરથી આપણે જ્યારે પણ એપ્પસ ડાઉનલોડ કરીએ છીએ ત્યારે તેમાં એપ્પસ ઘણા પ્રકારની પરવાનગી માંગતી હોય છે. મોટા ભાગની એપ્પસ તો ફેક પણ હોય છે. પરંતુ હવે PLAY STORE ની ટીમે તેની ગુણવત્તામાં સુધારો કરવા માટે કેટલાક અગત્યના પગલા લેવાનનું નક્કી કર્યું છે. જેના કારણે હવે પ્લે સ્ટોર પરથી ડુપ્લિકેટ અને ફેક એપ્પસનો સફાયો થવાનું નક્કી જ છે.
કેવા પ્રકારની APPS થશે PLAY STORE થી દૂર
પ્લે સ્ટોર ઉપરથી હવે આ પ્રકારની એપ્પસ ડિલીટ કરવામાં આવી રહી છે. સંપૂર્ણપણે નકામી અથવા નકલી એપ્લિકેશન્સ કે જે ફક્ત ટેક્સ્ટ અથવા ફક્ત વૉલપેપર સાથેની એપ્લિકેશનો જે બીજું કંઈ કરતી નથી, દૂર કરવામાં આવી રહી છે. એટલું જ નહીં પરંતુ એપ્સ જે વારંવાર ક્રેશ થાય છે: જે એપ્સ વારંવાર ક્રેશ થાય છે અથવા ઉપયોગ દરમિયાન હેંગ થાય છે તે પણ પ્લે સ્ટોરના દ્વારા દૂર કરવામાં આવશે. વધુમાં એ એપ્પસ ઉપર પણ ખતરો છે કે જેઓ તમારા ફોનની બિનજરૂરી ઍક્સેસ માટે પૂછતી હોય છે. પરંતુ આવા પ્રકારની એપ્પસને પ્લે સ્ટોર ઉપરથી દૂર કરાયા પછી વપરાશકર્તાઓને તેનો ઘણો ફાયદો થવાનો છે.
USERS માટે પણ છે ફાયદાકારક
PLAY STORE માં આવેલા આ ફેરફારના કારણે હવે તમને ખરાબ રીતે ડિઝાઈન કરેલી અથવા બિન-કાર્યહીન એપ્સ મળવાની શક્યતા ઓછી હશે. તેનાથી તમારો સમય અને ડેટા બચશે. તેમજ આ પ્રકારની ફેક એપમાં ઘણીવાર સુરક્ષા નબળાઈઓ હોય છે જેનો હેકર્સ તમારા ફોનને નુકસાન પહોંચાડવા માટે ઉપયોગ કરી શકે છે. આ એપ્સને દૂર કરવાથી તમારો ફોન વધુ સુરક્ષિત રહેશે. વધુમાં આવી એપ્પસના દૂર થવાના કારણે ફોનમાં સ્પેસની સમસ્યા રહેતી નથી.
આ પણ વાંચો : YouTube Down: યુટ્યુબ થયુ ડાઉન! વીડિયો અપલોડમાં આવી રહી છે સમસ્યા