- બનાસકાંઠા જિલ્લાની સરહદના ગામોમાં આભ ફાટ્યું
- રાજસ્થાનના સુંધા માતા પર્વત પર ભારે વરસાદ
- દર્શન માટે આવેલી ગુજરાતની મહિલા પાણીમાં તણાઇ
Rajasthan : રાજસ્થાન (Rajasthan) સરહદના ગામોમાં આજે સવારે આભ ફાટ્યું હોય તેવી સ્થિતી સર્જાઇ છે. અતિ ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતી જોવા મળી રહી છે. રાજસ્થાનના સુંધા માતા પર્વત પર ભારે વરસાદના કારણે પર્વતના પગથીયાં પર જાણે નદીનો પ્રવાહ વહેતો હોય તેવા દ્રષ્યો જોવા મળ્યા હતા. નદીના ધસમસતા પ્રવાહમાં ગુજરાતની એક મહિલા તણાઇ હતી. પગથીયા પર એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે.
સુંધા માતા પર્વત પર અતિ ભારે વરસાદ
રાજસ્થાન અને બનાસકાંઠાના ગામોમાં અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. સરહદ પર આવેલા રાજસ્થાનના સુંધા માતા પર્વત પર અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. પર્વત પર ભારે વરસાદના કારણે 4 લોકો ફસાયા હોવાનું જાણવા મળે છે.
આ પણ વાંચો––Rains : સવારથી જ રાજ્યમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરુપ, આગામી 3 કલાક…
વૃદ્ધ મહિલાનો મૃતદેહ મળી આવ્યો
ભારે વરસાદના ધસમસતા પાણીનો પ્રવાહ પગથીયા પર વહી રહ્યો છે જેમાં પાણીના પ્રવાહ વચ્ચે પગથીયા પર એક વૃદ્ધ મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. આ મહિલા ગુજરાતની હોવાનું જાણવા મળે છે. જ્યારે એક યુવકને બચાવી લેવાયો છે.
ફસાયેલા લોકોને બચાવાની કોશિશ
મંદિર આગળ અને પગથિયાં પર પાણીનો ધોધ વહેતો થયો છે. અન્ય 2 યુવકોની શોધખોળ કરાઇ રહી છે. ઘટનાની જાણ થતાં જાલોર જિલ્લા વહિવટી તંત્ર અને પોલીસ સ્થળ પર પહોંચી છે અને બચાવ કાર્ય શરુ કરાયું છે. હાલ સાતમ આઠમની રજા હોવાથી લોકો માતાજીના દર્શન માટે ગયા હતા.
આ પણ વાંચો—–Gujarat: રાજ્યભરના તાલુકામાં નોંધાયો ભારે વરસાદ, લાંબા વિરામ બાદ મેઘરાજા થયા મહેરબાન