Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Ahmedabad : ક્લબ-07ના ફોરમ બેન્ક્વેટમાં ગીરિશ ચાવલા અને તીર્થ ઠક્કરનું મ્યુઝિકલ કોન્સર્ટનું આયોજન

10:43 PM Jul 09, 2023 | Viral Joshi

અમદાવાદમાં ક્લબ-07ના ફોરમ બેન્ક્વેટમાં ગીરિશ ચાવલા અને તીર્થ ઠક્કરનું મ્યુઝિકલ કોન્સર્ટનું આયોજન થયું. જેનું મીડિયા પાર્ટનર ગુજરાત ફર્સ્ટ (Gujarat First) છે. શનિવારે રાત્રે આયોજીત થયેલા આ કોન્સર્ટ વિશ્વનાથ બિલ્ડર્સના (Vishwanath Builders) સહયોગથી ધ્રુમિત દેસાઈ (Dhrumit Desai) દ્રારા આયોજીત થયો હતો. જેમાં બંને ગાયકોએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યાં અને સાથે-સાથે આ મ્યૂઝિક કોન્સર્ટ ગુજરાત ફર્સ્ટના વ્યૂવર્સે પણ ટીવી પર ઘરે બેઠા માણ્યો હતો. તેમજ કાફી કેફે, નિમ્બલે એજ્યુકેશન, વાડીલાલ, પપારાઝી જેવા સ્પોન્સર્સ પણ આ કોન્સર્ટના સ્પોન્સર રહ્યાં જેમની સાથે ગુજરાત ફર્સ્ટ દ્વારા વિશેષ વાતચીત કરવામાં આવી હતી.

લોકલ આર્ટીસ્ટને પ્રમોટ કરવો એ અમારો ધ્યેય: ધ્રુમિત દેસાઈ, આયોજક

હું ડિપ્લોમા ઈન ઈવેન્ટ મેનેજમેન્ટ એન્ડ માર્કેટિંગ એનાલિટિકનો અભ્યાસ કર્યો ત્યારથી જ એક પેશન હતું કે મારે ઈવેન્ટ મેનેજમેન્ટ અને ઈવેન્ટ રિલેટેડ કોઈ ઈન્ટલએક્ચ્યૂલ પ્રોપર્ટી ઉભી કરવી છે. તેથી મેં મ્યૂઝિકલ ક્રોનિકલ્સ નામની કંપની ખોલી. અમારો બેઝિક હેતુ લોકલ આર્ટિસ્ટને પ્રમોટ કરવાનો છે કારણ કે અમદાવાદ ગુજરાતમાં ટેલેન્ટ ઘણાં છે પણ તેમની પાસે પ્રોપર પ્લેટફોર્મ નથી કે તે પરફોર્મ કરી શકે. તેથી અમે દર મહિને એવા શો કરવા માંગીએ છીએ જેમાં લોકલ આર્ટિસ્ટને બોલાવીએ એક સારા દર્શકોને બોલાવી તેમના ટેલેન્ટને બતાવવું જેથી ગુજરાતના ટેલેન્ટનું નેશનલ અને ઈન્ટરનેશનલ લેવલ સુધી પહોંચી શકે. મને ટ્રેડિશ્નલ ગુજરાતી સોંગ જેમ કે ઝવેરચંદ મેઘાણીએ લખેલા ગીતો તે મને સાંભળવા ગમે છે સાથે બોલીવુડના ઘણાં ગીતો પણ સાંભળવા ગમે છે. હું યુવાનોને તે જ કહેવા માંગુ છું કે તમે વેસ્ટર્ન મ્યૂઝિકને તો અપનાવો પણ સાથે-સાથે આપણા કલ્ચરને પણ પ્રમોટ કરો જેથી આપણી સંસ્કૃતિ દુનિયા સામે હાઈલાઈટ થાય.

મ્યૂઝિકની આસપાસનું બધુ કરું છું : તિર્થ ઠક્કર, ગાયક

છેલ્લા 14 વર્ષથી સંગીત ક્ષેત્રે છું. હું મ્યૂઝિક કંમ્પોઝ કરું છું, લખું છું, મ્યૂઝિક ડિરેક્ટ અને પ્રોડ્યુઝ કરું છું અને ગાઉ છું. કંઈ પણ મ્યૂઝિકની આસપાસનું બધુ કરું છું. ગુજરાત ફર્સ્ટના તમામ વ્યૂવ્હર્સને સંગીતના બધા જ સ્વાદ ચખાડવાનો છું. તમે વિચાર્યું છે તેના કરતા વધારે મજા કરાવીશું. ગુજરાત ફર્સ્ટનો આભાર. સાથે ગાયક ગીરીશ વિશે તેમણે જણાવ્યું કે, ગીરીશભાઈ અને તેમની કંપની હોસ્ટિંગ હાઈવ એન્ટરટેઈન્ટમેન્ટ સાથે બે વર્ષ પહેલા જોડાયેલો બે વર્ષમાં 40 વધારે શહેરોમાં 200 થી વધારે શો સાથે કર્યાં. હવે એવું છે કે આંખમાં આંખ નાખી દઈએ તો એકબીજા શું વિચારે છે તે ખબર પડી જાય. તેમનામાં સારું હ્યુમન બિઈંગ છે અને તે મને ભાઈ કરવા વિશેષ રાખે છે. ધ્રુમિતભાઈ વિશે તેમણે જણાવ્યું કે, કોઈ પણ કલાકારને સ્ટેજથી ઓળખ મળે છે ધ્રુમિતભાઈ પ્રશંસનીય કામ કરી રહ્યાં છે. તેથી આ વિચાર માટે તેમને અભિનંદન.

બેંકથી બેન્ડ સુધીની સફર કરી : ગીરિશ ચાવલા, ગાયક

હું પહેલા બેંકમાં નોકરી કરતો માત્ર 4 કે 5 વર્ષના ટુંકાગાળામાં આજે સ્ટેજમાં પફોર્મ કરું છું. બેન્કરથી બેન્ડ પસંદ કરવું. બેંકથી બેન્ડ સુધીની સફર કરી. હું શિખાઉ સંગીરકાર નથી મેં અનેક શો, કોન્સર્ટ ઓપન શોઝ કર્યાં છે પણ હું માનુ છું આ બધુ પેશનના કારણે થયું. જો તમારામાં પેશન હશે તમે કંઈ પણ અર્ચિવ કરી શકો છો. હું જેટલા પણ શો કરું હું માનુ છું તે મારા માટે નહી લોકો માટે છે. સંગીતકાર અને ગાયકને એવું જ હોય છે કે તેમને ક્વિક રિસ્પોન્સ જોઈતો હોય છે. તેથી મારા માટે સંગીત પેશન છે. લોકોને ગમે તે અમે ગાઈએ છીએ તેમનો રિસ્પોન્સ આવે તે અમારું પ્રોત્સાહન આપે છે.

યુથને સપોર્ટ કરવા આયોજનમાં સહભાગી થયાં : કૃપા ખડક્કર, હેડ, સેલ્સ & માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ, વિશ્વનાથ બિલ્ડર્સ

વિશ્વનાથ ગૃપ કન્સ્ટ્રક્શન ક્ષેત્રે 30 વર્ષથી વધારે સમયથી અમે રેસિડેન્સિયલ અને કોમર્શિયલ સેગ્મેન્ટમાં છીએ. 3500 થી વધારે યુનિટ અમે ડિલિવર કરી ચુક્યા છીએ. અત્યારે અમે શેલા વિસ્તારને ડેવલપ કરી રહ્યાં છીએ. શેલામાં છેલ્લા 1200 દિવસમાં 1200 યૂનિટ ડિલિવર કર્યાં છે એટલે કે દરરોજ એક યૂનિટ, જેનો શ્રેય અમારા ઓનર હિતેશ વ્યાસ અને સ્વાગત વ્યાજને જાય છે. આ ક્ષેત્રમાં મહિલાઓ કરતા પુરૂષો વધારે હોય છે પણ આ ક્ષેત્ર પસંદ કરવાનું કારણ છે કે દરરોજ તમે દરેક ક્ષેત્રના નવા લોકોને મળશો. કોઈ માણસ ઘર ખરીદવા આવે છે તેના ઈમોશન તેની સાથે જોડાયેલા હોય છે ત્યારે કોઈ મહિલા હોય તે સમજાવતા હોય તે બુકિંગ લેતા હોય આ સમગ્ર પ્રક્રિયાનો અનુભવ કરવો અદ્ભુત છે. અમે મેઈન સ્પોન્સર છીએ અને અમે યુથને સપોર્ટ કરીએ છીએ અને તેના કારણે અમે આ આયોજનમાં સહભાગી થયાં છીએ.

લોકોનો સારો પ્રતિસાદ મળ્યો છે : નૈયા મોદી, કો-ફાઉન્ડર, Pupparazzi Club

વર્ષ 2020માં અમે Pupparazzi શરૂ કર્યું. હાલ આપણે જોઈએ છીએ કે પેટ્સ વધી રહ્યાં છે તમારે ક્યાંક બહાર જવું છે તેમના માટે ખુબ મોટો પ્રશ્ન હતો કે તેમને બહાર જવું છે પણ કોઈ સેફ જગ્યા નથી જ્યાં તેઓ મુકી શકે. અમારું Pupparazzi નું બોર્ડિંગ જે ખુલ્યું છે તેના પછી અમને એટલો પ્રતિસાદ મળ્યો છે કે અમે ડોગ્સને રાખવા માટે અમારી કેપેટિસી વધારી છે. અમે ખુબ ખુશ છીએ કે અમને આટલો સારો રિસ્પોન્સ મળ્યો.

વિદેશ જવા માટેનું મહત્વનું ગાઈડન્સ આપીએ છીએ : ખ્યાતિ મહેતા, EduFame કન્સલ્ટિંગ

EduFame કન્સલ્ટિંગ અમેરીકા, લંડન, કેનેડા જવાનારાને મદદ કરે છે. તેના માટે તેમને જે પ્રોફાઈલ જોઈતો હોય, જે યૂનિવર્સિટીમાં એપ્લાઈ કરવાનું હોય, તેના માટેના જે ડોક્યૂમેન્ટેશન હોય, તેમના માટે બેસ્ટ યૂનિવર્સીટી હોય, જે કરિયર બેસ્ટ હોય તેના માટે ગાઈડ કરીએ છીએ. જરૂર પડ્યે ત્યાં પહોંચી ગયા પછી તેમને ગાઈડ કરવા, સ્કોલરશીપ માટે, રિસર્ચ માટે કે જોબ માટે પણ અમે હેલ્પ કરીએ છીએ.

શ્રીબાલાજી અગોરા મોલમાં સારી સુવિધા ઉપલબ્ધ : દિવ્યેશ અગ્રવાલ, કાફી કાફે

શ્રીબાલાજી અગોરા મોલમાં બધી જ ઈન્ટરનેશનલ ગેમ્સનું લાઈવ સ્ટ્રીમ ચાલે છે અને અમારો મોર્નિંગ બ્રેકફાસ્ટ સવારે 7.30 થી 10.30 રહે છે. અમારી પાસે કંપની માટે પ્રાઈવેટ પ્લેસિસ છે જેમાં અમે 25 થી 30 લોકોને જગ્યા આપી શકીએ છીએ અને અમારું કાફે 24*7 ઓપન રહે છે, જેમાં મેક્સિકન, ઈટાલિયન દરેક ફુડ ઉપલબ્ધ રહે છે.

કાફી કાફેના અન્ય એક સભ્ય સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, જેવું નામ છે તેવું ફુડ પણ સારું છે. એકવાર ફુડ ચાખશો તો વારંવાર અઘોરા મોલ આવશો. આ સિવાય ઈટાલિયન, મેક્સિકન જે સિગ્નેચર ડિશ એકવાર ચાખશો તો વારંવાર આવશો. શ્રીબાલાજી અઘોરા મોલમાં અમારા 6 રેસ્ટોરન્સ અને 700 લોકોની ક્ષમતાવાળો બેનક્વેટ હોલ છે. ટ્રિવિકા હોટલ છે જેમાં 61 રૂમ છે. દરેક ફુડ મળે છે. એકવાર આવશે તો અમારે ત્યાં ફુડ, મુવી, એન્ટરટેઈન્ટમેન્ટ અમારા અગોરા મોલમાં બધુ જ મળશે.

આ પણ વાંચો : કેટરિંગના વ્યવસાય સાથે જોડાયેલા ભૂપેશભાઈ પ્રજાપતિનો અવિરત સેવાયજ્ઞ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.